હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

અર્ધ-શિક્ષિત બિહાર મંત્રીમંડળની પહેલી બેઠક !

સાભાર- શ્રી પ્રવીણ શાસ્ત્રી ની ફેસ બુક દીવાલ પર લટકાવેલું …..

સૌજન્ય “ગુજરાત સમાચાર” – હવામાં ગોળીબાર.

અર્ધ-શિક્ષિત બિહાર મંત્રીમંડળની પહેલી બેઠક !

જે મંત્રીમંડળમાં ખુદ ઉપ-મુખ્યમંત્રી નવમી નાપાસ છે, અને બાકીના ચાર-આઠ ચોપડી જ ભણેલા છે !

સોશિયલ મિડીયામાં આજકાલ બિહારના મંત્રીમંડળની જે યાદી ફરી રહી છે એ જો સાચી હોય તો…

… તો એવી ચિંતા ના કરશો કે એમાં ક્રિમિનલો કેટલા છે અને કૌભાંડીઓ કેટલા છે ! આનંદની વાત એ છે કે એ મંત્રીમંડળમાં એક મંત્રીજી બીજું ધોરણ પાસ છે, બીજા એક ત્રીજા ધોરણ સુધી ભણ્યા છે, એક મહોદય ચાર ચોપડી પાસ છે અને અન્ય એક મંત્રી છેક પાંચ ધોરણ સુધી અભ્યાસ કરી ચૂક્યા છે !

બે-ત્રણ જણા આઠમી પાસ છે, ચાર-પાંચ મંત્રી દસમું પાસ છે અને બીજા ત્રણ જણ બારમું પાસ છે !

સ્વયં લાલુ પ્રસાદ યાદવના સુપુત્ર તેજસ્વી યાદવ, જે હાલમાં બિહારના ઉપ-મુખ્યમંત્રી તરીકે બિરાજમાન થયા છે તે નવમું ફેલ છે અને તેમના અન્ય ભાઈશ્રી તેજપ્રતાપ યાદવ બારમું ફેલ છે !

એક અશોક ચૌધરી દસ ધોરણ સુધી ભણ્યા છે, તે ‘શિક્ષણમંત્રી’ છે ! અને એક શિવચંદ્ર રામ જે ‘કલા-સંસ્કૃતિ’નું ખાતું સંભાળશે એ તો નિશાળે ગયા જ નથી ! (અભણ છે.) આખા મંત્રીમંડળમાં નિતિશકુમાર સિવાય માત્ર ચાર જણ ગ્રેજ્યુએટ છે !

જરા વિચાર કરો… જ્યારે બિહારના મંત્રીમંડળની બેઠક મળશે ત્યારે એમાં કેવી વાતો થવાની ?…

* * *

(વારાફરતી મંત્રી મહોદયો અંદર આવી રહ્યા છે. અમુકના મોંમાં પાન છે અને અમુકના મોંમાં ગુટખા છે. આમતેમ શોધ્યા પછી કોન્ફરન્સ ટેબલ નીચે કચરાપેટી ન દેખાતાં એ લોકો ખૂણો શોધીને થૂંક ઉડાડી પિચકારીઓ મારે છે.)

સચિવ : (જે ભણેલા સરકારી અફસર છે, તે આ જોઈને અકળાય છે) સરજી, પ્લીઝ હેલ્પ અસ ઈન કિપિંગ ધીસ પ્લેસ ક્લીન…

વિજય પ્રકાશ (જે પાંચમી પાસ છે) : ઈ કા બડબડા રહા હૈ ઈંગ્લીસ મેં ?

ચંદ્રશેખર (જે ચોથી ભણ્યા છે) : જબ નિતિસકુમાર આવે તો પૂછ લેના, ઉ ગ્રેજ્યુએટ હૈં.

શૈલેશ કુમાર (બે ચોપડી પાસ) : અરે, ઉ રામ વિચારજી સે ભી પૂછ સકતે હૈં, ઉ ભી ગ્રેજ્યુએટ હૈં…

વિજય પ્રકાશ (પાંચમી પાસ) : મગર ઉ આયે નહીં.

કપિલદેવ કામત (ત્રીજી પાસ) : તો કા કરે ? સુસરે અફસરવા સે હી પૂછ લેતે હૈં !

ચારેય : હાં ઉ ઠીક હૈ.

એમાંથી એક : અરે સચિવબાબુ, આપ અભી અભી અંગરેજી મેં કા બતિયાઈ ગયે ?

સચિવ : જી સર, મૈં યે કહ રહા થા કિ હમેં ઈસ જગહ કો સ્વચ્છ રખને મેં સહાયતા કરેં… કૃપયા ઈધર ઉધર ના થૂંકેં…

ચંદ્રશેખર (ચોથી પાસ) : મગર હમ કહાં ઈધર ઉધર થૂકે હૈં ? હમ તો બરોબર કોના મેં થૂકે હૈં !

શૈલેશકુમાર (બે ચોપડી પાસ) : હાં ! હમ તો કોના મેં થૂકે હૈં ! ઔર હમ ઈ પૂછત હૈં, કિ ઈહાં ટેબલ પર થૂકદાન કાહે નહીં લગાયે હૈં ?

ચારેય : (એક સાથે) સહી પકડે હૈં ! થૂકદાન લગવાયે જાંય ! સહી પકડે હૈં !

ચારમાંથી એક : (જોશ સાથે) મંત્રીમંડળ કી મિટીંગ મેં સબ સે પહલે ઈ પ્રસ્તાવ પાસ કિયા જાય કિ હર મંત્રી ઔર હર વિધાયક કે ઓફીસ, ઘર ઔર કાર કે હર કોને મેં થૂકદાન હોના ચાહિયે !

ચારેય : (ઉત્સાહમાં) સહી પકડે હૈ ! સહી પકડે હૈ ! પ્રસ્તાવ પારિત કિયા જાય !

(એટલામાં લાલુપુત્ર તેજસ્વી યાદવ નવમી ફેલ દાખલ થાય છે.)

તેજસ્વી યાદવ : (આવતાંની સાથે જ) કૌન સા પ્રસ્તાવ પાસ હો રહા હૈ હમારી ગૈર-મોજુદગી મેં ? ખબરદાર ! મંત્રીમંડલ સે નિકાલ દૂંગા !

ચારેય : (ગભરાઈને) નહીં નહીં… કુંવરજી ! ઐસી બાત નહીં હૈ.

તેજસ્વી યાદવ : (નવમી ફેલ) તો કા બાત હૈ ?

શૈલેશકુમાર (બે ચોપડી) : કુંવરજી, હમ તો ઐસા સોચ રહે થે કિ હર મંત્રી ઔર હર વિધાયક કે ઓફીસ, ઘર ઔર કાર કે કોને કોને મેં થૂકદાન લગવાયેં જાયેં… તાકિ સ્વચ્છતા બની રહે.

તેજસ્વી (નવમી ફેલ) : ઈ કા બકવાસ હૈ ? ઉસ મોદી કા બીજેપીવાલા એજન્ડા ઈધર કૌન ઘૂસા રહા હૈ ?
(અચાનક સન્નાટો છવાઈ જાય છે. કોઈને સમજાતું નથી કે આમાં મોદીનો એજન્ડા ક્યાંથી આવ્યો ? છેવટે તેજસ્વી-નવમી ફેલ. પોતે ખુલાસો કરે છે)

તેજસ્વી : અરે, સ્વચ્છતા અભિયાન હમરા થોડી હૈ ? જો હમ હર કોના મેં થૂકદાન લગવાતે ફિરેંગે ?
બધા (એક સાથે) : સહી પકડે હૈં !! સહી પકડે હૈં !!

* * *

(થોડીવાર પછી… મંત્રીમંડળની મિટીંગ ચાલુ થઈ ગઈ છે. પરંતુ ગ્રેજ્યુએટ નિતિશકુમાર તથા અન્ય ત્રણ સ્નાતક મિનિસ્ટરો કોઈ કારણસર આવી શક્યા નથી.)

શિવચંદ્ર રામ (અભણ) : માનનીય તેજસ્વી કુંવરજી, ઔર માનનીય તેજપ્રતાપ કુંવરજી… કલા ઔર સંસ્કૃતિ મંત્રાલય કા મંત્રી હોને કે નાતે હમ એક બહુત ચિંતાજનક બાત કહના ચાહતે હૈં.

તેજપ્રતાપ (બારમી ફેલ) : કા હુઆ ? ભોજપુરી પિકચર મેં અબ ડબલ-મિનિંગ ગાને આને બંધ હો ગયે કા ?

શિવચંદ્ર (અભણ) : નહીં, ઉ સે ભી બૂરી ખબર હૈ… હમરા મંત્રીમંડલ કા સોસલ મિડીયા મેં બહુત મજાક હો રહા હૈ.

શૈલેશકુમાર (બે ચોપડી) : સોસલ મિડીયા ? ઉ કા હોવત હૈ ?

લલનસિંહ (આઠમી પાસ) : અરે સૈલેસકુમારજી, ઉ જો હમ હમરે ઈસ્માર્ટ-ફોનમાં દેખતે હૈં ના ? વાટસેપ, ટૂઈટર, વેબ-સાઇટ, વગેરા…

શૈલેશ કુમાર (બે ચોપડી) : અરે ! પાર્નોગરાફી ! ઐસા બોલો ના ? ઉંહા કૌન સુસરા હમરી મજાક ઉડા રહા હૈ ?

સંતોષ નિરાલા (બારમું પાસ) : શૈલેશ કુમારજી ! જરા ધીરે બોલિયે, મંત્રીમંડળ મેં જો હમ બતિયાતે હૈં ઉ સબ મિટિંગ કા મિનિટ્સ મેં આ જાતા હૈ.

શૈલેશ કુમાર (બે ચોપડી) : આપ મિનીટ છોડો, ઘંટા મેં આતા હૈ તો બી –

તેજપ્રતાપ : (અચાનક) સુનિયે સુનિયે… યે પ્રસ્ન ગંભીર હૈ ! સોસલ મિડીયા મેં હમરે મંત્રીમંડલ કા બારે મેં અગર કુછ મજાક હોઈ રહા હૈ તો બહુત ગંભીર મસલા હૈ. શિવચંદજી, ખુલ કે બતાયેં, કા મજાક હો રહા હૈં ?

શિવચંદ્ર (સંસ્કૃતિ-મંત્રી) : બિહાર કી સંસ્કૃતિ કા સવાલ હૈ, કુંવરજી ! સોસલ મિડીયા મેં ઐસા મેસેજ ઘૂમ રહા હૈ કિ હમરે મંત્રીમંડલ કે જયાદાતર મંત્રી કુછ ખાસ પઢે લિખે નહીં હૈ ! મિસાલ કે તૌર પર હમરે અસોક ચૌધરીજી સિર્ફ દસવીં પાસ હૈ, મગર સિક્ષનમંત્રી હૈં !

તેજસ્વી યાદવ (નવમી ફેલ) : તો કા હુઈ ગવા ? કેન્દ્રિય સિક્ષનમંત્રી ઈસ્મૃતિ ઈરાની ભી કહાં ગ્રેજ્યુએટ હુઈ હૈ ? ઉસ હિસાબ સે તો હમ લેવલ સે ચલ રહે હૈં !

બધા (એક સાથે) : સહી પકડે હૈં ! સહી પકડે હૈં !

શિવચંદ્ર (અભણ) : એક સુઝાવ હૈ કુંવરજી…

તેજસ્વી : બોલિયે…

શિવચંદ્ર (અભણ) : હમ હમરે સિક્ષા મંત્રાલય કી તરફ સે ઈસ્મૃતિજી કો ગ્રેજ્યુએટ ‘ના હોને પર’ બધાઈ ભેજ દેતે હૈ !

તેજસ્વી : (ભડકે છે) ઈ કા બકવાસ કર રહે હૈં ? સુસરે બીજેપી કા તો હમેં વિરોધ કરના હૈં !

શિવચંદ્ર (અભણ) : તો ફિર ઐસા કરતે હૈં કિ ઈસ્મૃતિજી કી ટીકા કરતે હુએ પત્ર ભેજકર ઈ સવાલ કરતે હૈં કિ આપ કો કિસ બુધ્ધુ ને સિક્ષામંત્રી બના દિયા ?

બધા (એક સાથે) : સહી પકડે હૈં ! સહી પકડે હૈં !

તેજસ્વી : (ગુસ્સામાં ઊભો થઈને) અબે ઉલ્લુ કે પઠ્ઠોં ! ચૂપ કરો !! અપને હી પૈરોં પે કુલ્હાડીયાં મરવાઓગે ?

(બધા ચૂપ થઈ જાય છે)

* * *

(થોડા સમય પછી… મંત્રીમંડળની મિટીંગમાં ટેન્શન છવાયેલું છે. તેજસ્વી યાદવ-નવમી ફેલ- ફોન પર લાલુ યાદવ સાથે કંઈ મસલત કરી રહ્યા છે)

તેજસ્વી યાદવ : જી પિતાજી… હાં પિતાજી… જી, સમજ ગયે પિતાજી… સહી હૈ પિતાજી, ઉસ મેં નિતિશ અંકલ કો પૂછને કી ક્યા જરૃરત હૈ ? જી પિતાજી… અભી કે અભી પ્રસ્તાવ પારિત કરવાતે હૈં ! નમસ્કાર, પાય લાગું… જી… જી… જી…

(સૌ ઉત્કંઠાપૂર્વક તેજસ્વી યાદવ તરફ જોઈ રહ્યા છે.)

તેજસ્વી : (અકળાઈને) અબે ઐસે કાહે ઘૂર રહે હો ? હમરી માતાજી ને ભી ઐસે હી ફોન પે પૂછ પૂછ કર બિહાર કી સરકાર ચલાઈ થી…

શિવચંદ્ર (અભણ) : નહીં જી, વો બાત નહીં હૈ… હમ તો ઈ જાનને કો બેકરાર હૈં કિ રાજાજી ને કા આદેસ દિયે હૈં…

તેજસ્વી : (ખોંખારો ખાઈને) હાં, તો બિહારી મંત્રીમંડલ કી ઈસ બૈઠક મેં હમ ઐસા પ્રસ્તાવ પારિત કરના ચાહતે હૈં કિ, બિહાર કી સંસ્કૃતિ ઔર સભ્યતા કે જતન, ઔર વિકાસ કે વાસ્તે, હમ વિધાનસભા મેં ઐસા વિધેયક લાયેંગે કિ…

બધા (ઉત્સુકતાથી) : કિ… ?

તેજસ્વી : કિ આજ કે બાદ બિહાર મેં જો વિદ્યાર્થી સ્કુલ મેં કેવલ ભરતી હો જાયે… તો ઉસે ‘સ્નાતક’ માના જાયેગા !

બધા (ટેબલ થપથપાવતાં) : સહી પકડે હૈં ! સહી પકડે હૈં ! બિલકુલ સહી પકડે હૈં !

(થોડીવાર પછી વાતાવરણ શાંત થતાં અભણ શિવચંદ્રજી માથું ખંજવાળતા દેખાય છે.)

તેજસ્વી : અબ આપ કાહે સોચ મેં ડૂબ ગયે શિવચંદરજી ?

શિવચંદ્ર (અભણ) : કુંવરજી, હમ તો કભી ઈસ્કુલ ગયે હીં નહીં…

તેજસ્વી : તો કા હુઆ ? ગ્રેજ્યુએટ નહીં તો આપ અંડર-ગ્રેજ્યુએટ હુએ ! કેન્દ્રિય સિક્ષામંત્રાલય કે હિસાબ સે તો આપ ભી લેવલ મેં ચલ રહે હૈં !

બધા (ટેબલ પર ધમાધમી મચાવતાં) : ક્યા પકડે હૈં, કુંવરજી ! બિલકુલ સહી પકડે હૈં !! આહાહા… ક્યા પકડે હૈં !!!
*****************************************

બિહારની શાળાના શિક્ષકો કેટલે દરજ્જે અજ્ઞાની છે એનો આશ્ચર્ય ઉપજાવે એવો વિડીયો

જ્યાં આવા શિક્ષકો હોય ત્યાં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું હોય !

અશિક્ષિત રહે એમાં શી નવાઈ !
Operation Guru: Bihar teachers lack basic knowledge

 

Advertisements

One response to “અર્ધ-શિક્ષિત બિહાર મંત્રીમંડળની પહેલી બેઠક !

  1. સુરેશ ડિસેમ્બર 2, 2015 પર 7:53 એ એમ (am)

    પ્રવીણભાઈની કલ્પના અને વર્ણન શક્તિને સો સલામ.
    જો કે, બહુ ભણેલાઓએ દેશની બહુ મોટી પથારી ફેરવી દીધી છે !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: