હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

મફત વાળ કપાવવા છે? …. હાસ્ય કથા …. શ્રી મહેન્દ્ર શાહ

મફત વાળ કપાવવા છે?

Mahendra Shah's photo.

પોળના નાકે ફુટપાથ પર લાંબા વધેલ વાળ સાથે રમતા નવેક વર્ષના એક છોકરાને કાકાએ પૂછ્યું., ” એ છોકરા.., તારે મફત વાળ કપાવવા છે?”

છોકરો ખૂશ થતો બોલ્યો.., ” હા, કાકા!”

કાકા છોકરાને લઈ જોડેની વાળંદની દુકાનમાં દાખલ થયા ને ઘરાકના વાળ કાપતા ગાંયજાની નજીક જઈ પૂછ્યું.., ” કેટલી વાર લાગશે?”

” બસ .., આ ભાઈનું પતી જાય પછી તમને લઉં કાકા. ” વાળંદે જવાબ આપ્યો.

પેલા ભાઈનું પતી ગયા પછી કાકાના વાળ કાપવાનો વારો આવ્યો, વાળ કપાવ્યા પછી દૂર ખુરસી પર બેઠેલ છોકરા તરફ આંગળી ચીંધી કાકા કહે.., એના પણ વાળ બહું વધી ગયા છે.., ટૂંકા કરવાના છે.., તમે કાપવાનું શરું કરો.., હું બાજુંના સ્ટોરમાંથી બીડી લઈને આવું છું”

છોકરાના વાળ કપાયા પછી ઘણા સમય સુધી કાકા દેખાયા જ નહીં., એટલે ગાંયજાએ છોકરાને પૂછ્યું.., ” તારા બાપા કેમ હજું આવ્યા નહીં? તારા ને તારા બાપાના વાળ કાપવાના પૈસા લેવાના છે!”

” એ તો મારા બાપા નથી.., હું તો બહાર રસ્તા પર રમતો હતો, ને મારા લાંબા વાળ જોઈ એમણે મને પૂછ્યું , ” તારે મફત વાળ કપાવવા છે?” મેં હા પાડી, એટલે કાકા મને તમારી દુકાનમાં લઈ લાવ્યા!”

મહેન્દ્ર શાહ

 

Advertisements

One response to “મફત વાળ કપાવવા છે? …. હાસ્ય કથા …. શ્રી મહેન્દ્ર શાહ

 1. pragnaju નવેમ્બર 18, 2015 પર 4:43 પી એમ(pm)

  સરસ રમુજ
  આડવાત ગાંયજા વિષે
  પહેલાના જમાનામા ગડ, ગુમડા, ન રુઝાતા ઘા ઘાંયજા રુઝવતા.કેન્સરનું નિદાન કરી કેન્સરના સ્પેશીયાલીસ્ટ
  પાસે મોકલાતા ત્યારે જલદી નિદાન માટે તેઓને ધન્યવાદ મળતા
  તે ઘાંયજાનું ગાંયજા થયું…
  મોંઘી રકમ વસુલ કરતા એક બાર્બર
  ચર્ચીલના ડોક પર અસ્ત્રો મૂકી પૂછ્યું કે-‘ સાહેબ તમે કોને વોટ આપવાના છો?
  તો ચર્ચીલ સામો પ્રશ્ન કરતો કે-‘ તમે કોને વોટ આપવાના છો?’
  બાર્બર કહે કે તે ચર્ચીલને વોટ નથી આપવાનો તો
  ચર્ચીલ પણ કહેતા -‘હું પણ તેમજ કરવાનો છું !’
  બાદમા ચર્ચીલની ઓળખાણ થતા તેણે આ ઉતરનું કારણ પૂછ્યું
  ત્યારે ચર્ચીલે કહ્યું તારો અસ્ત્રો મારા ગળા પર હતો…
  ………………………………………………….
  હજામડી સુવાવડ અને ત્યાર બાદની સારવાર કરતી .તશિયો પણ પોતાના હાથથી વધેરતી અને સુવાવડના કાઢા બનાવતી, બાળકને સવામહીનો નહવડાવતી,તેને માટે બાળાગોળી લાવી આપતી જે હાલના ઓ બી જી વાય એમ,અને પીડીટ્રેશીયન પણ ન કરી શકે ! ચાર્જ દરેકની સ્થિતી પ્રમાણે જે આપે તે !!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: