હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

રૂસ્તમજી ના પથરા

સાભાર- શ્રી પી.કે.દાવડા -ઈમેલ પ્રસાદી 

ભક્ટોના રખવાલા

નવસારીમાં માવજીભાઈ અને રૂસ્તમજી બન્ને ગાઢ મિત્રો હતા. રૂસ્તમજીને હિન્દુઓના દેવીદેવતાઓની વાતો અને ભજનો સાંભળવા બહુ ગમતા, એટલે માવજીભાઈ પાસેથી રસપૂર્વક સાંભળતા, અને પછી ઘરે જઈ એમની પત્ની જરબાઈને કહી સંભળાવતા. જો કે જરબાઈનું જ્ઞાન પુસ્તકોના વાંચન દ્વારા વિષયમાં રૂસ્તમજી કરતા વધારે હતું.

એક દિવસ માવજીભાઈએ રૂસ્તમજીને નરસિંહ મહેતાનુંસુખ દુખ મનમાં ન આણીયેભજન સંભળાવ્યું, રૂસ્તમજીને એટલું બધું ગમ્યું કે ઘરે પહોંચતાં જ એમણે જરબાઈને ગાઈ સંભળાવવાનું શરૂ કર્યું;

રાવણ સરિખો રાજીઓ, એની સીટાજી રાણી,

 હનુમાન તેને હડી ગિયો, પછી લંકા લૂંટાણી

જરબાઈએ જોયું કે માટીડો કોઈના બૈરા કોઈને પરણાવે છે, એટલે એણે રૂસ્તમજીને રોકીને કહ્યું ભજન તો મને ખબર છે, અને રૂસ્તમજીને આગળ ગાતાં રોક્યા.

એકવાર માવજીભાઈએ ભગવાન ભક્તોની કેવી રીતે રક્ષા કરે છે એના થોડા દૃષ્ટાંત કહ્યા. રૂસ્તમજી તો આશ્ચર્યચકિત થઈ ગયા. ઘરે જઈને એમણે જરબાઈને કીધું,

આઈ એમના ખોદાયજી ટુરટ ભક્ટોના રખવાલા કરે છે.” અને એમણે દાખલા આપવા શરૂ કર્યા,

સુધન્વાને તેના બાપે ભજીયા માફક ઉકડતા તેલમાં તળીયો, પરંતુ કંઈબી થયું નહિં અને સોજો સરવો નીકલીઓ આઈ રીતે એવણે ભક્ટોના રખવાલા કીધા હુટા”.

પ્રહલાદને તેના બાપે પર્વત પરથી ફેંકીયો, પરંતુ કેચ કરીને એવણે બચાવીલીધો આઈ રીતે એવણે ભક્ટોના રખવાલા કીધા હુટા.”

કોરવોએ એમના કઝીન પાંડવોનું મકાન બાલી દીધું, પરંતું ફૂંક મારીને ફાયેર પ્રુફ કીધું આઈ રીતે એવણે ભક્ટોના રખવાલા કીધા હુટા.”

દુશાશને દ્રોપદીનું વસ્ત્ર ખેંચી લીધું, પરતું હવામાંથી તાકું સપ્લાય કીધુંઆઈ રીતે એવણે ભક્ટોના રખવાલા કીધા હુટા

મીરાબાઈને તેના ધણીએ જહેર પીવા દીધું પરંતુ તેને ફૂંક મારીને કોક બનાવી દીધું,  આઈ રીતે એવણે ભક્ટોના રખવાલા કીધા હુટા

જરબાઈએ કહ્યું, “રૂસ્તમજી ટમોને ખબર છે, એવણના ખોદાયજી પગથી એક પથરાને અડ્યા તો એ પથરામાંથી બાયડી બની ગઈ.”

રૂસ્તમજીએ બીજા દિવસથી સરસ પથરા પોતાના ઘરની સામે ભેગા કરવાનું શરૂ કરી દીધું, કદાચ એવણના ખોદાયજી ભૂલથી અહીં આવી જાય !

પી. કે. દાવડા

 

 

 

 

Advertisements

One response to “રૂસ્તમજી ના પથરા

  1. સુરેશ જાની નવેમ્બર 18, 2015 પર 8:23 એ એમ (am)

    મસ્ત પારસી વાતો.
    ‘અશોક પારસી હતો’ – જ્યોતીન્દ્ર દવે યાદ આવી ગયા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: