હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

લો! માખ્યું મારો…

પોર્ટલેન્ડથી ‘કરા’ના કરે લખાયેલો ( करारविन्देन !) કાગળ મળ્યો.

બહુ જ મસ્ત અને અગત્યના સમાચાર એમાં આપ્યા છે. મૂળ સમાચાર જણાવતા પહેલાં એ જણાવી દ ઉંં કે, ‘કરા’ને હમણાંની મસ્ત અને અનુકરણીય પ્રવૃત્તિ લબ્ધ થઈ છે ( છે ને, મસ્ત સાક્ષર – ઈસ્ટાઈલ?!)

કઈ પ્રવૃત્તિ?

નવરા ધૂપ માણસુંંને બહુ જ કામની પ્રવૃત્તિ…

માખ્યું મારવાની જ તો !

અને ઉપરોક્ત કાગળમાં આપણને સૌને પણ એની લ્હાણી મોકલાવી છે – નવરાતર નિમિત્તે જ તો !!

આ ચિત્ર પર ક્લિક કરો અને માખીઓ મારવામાં પાવરધા થાઓ!!

આ ચિત્ર પર ક્લિક કરો અને માખીઓ મારવામાં પાવરધા થાઓ!!

Advertisements

5 responses to “લો! માખ્યું મારો…

 1. Vinod R. Patel નવેમ્બર 7, 2015 પર 12:31 પી એમ(pm)

  આમે ય નવરા વૃદ્ધ માણસોને માખ્યું માર્યા સિવાય બીંજુ બહુ કરવાનું બાકી રહેતું નથી ! કેમ ખરું ને !

  એવા વૃદ્ધ માણસો માટે કનકભાઈ એ મોકલેલ માખ્યું મારવાની રમત બહુ કામ આ વે એવી છે .

  નજર સામેથી ઝડપથી ભાગી જતી માખ્યોને આંતરીને ટપોટપ મારવાની , લોહ લુહાણ કરવાની રમત

  રમવા જેવી તો છે જ . જેમ પ્રેકટીશ વધે એમ માર્ક વધતા જાય ! પ્રેક્ટીસ મેક્સ મેંન પરફેક્ટ !

 2. dhirajlalvaidya નવેમ્બર 7, 2015 પર 5:52 એ એમ (am)

  માખી મારવાઅની રમત કોઇપણ ગે ઇમ કરતં રમવામાં સરળ છે,,,,,,સ——–રસ.

 3. jugalkishor નવેમ્બર 6, 2015 પર 8:49 પી એમ(pm)

  મરાઠીમાં એટલે જ પતીને નવરો કહેતા હશે ?

 4. pragnaju નવેમ્બર 6, 2015 પર 6:35 પી એમ(pm)

  અમે નવરા નથી કહ્યું મુંબઇમા થયો હોબાળો
  નવરાનો અર્થ થાય પતિ ! અને માખી યાદ અપાવે રાવજી પટેલ મર્યા ત્યાં સુધી કોઈ કોઇએ દરકાર ન કરી પણ મળવા આવી…?
  ઢીંચણ પર માખી બેઠીને
  મને રડવું આવ્યુંઃ
  હે… તું કેટલા બધાં વર્ષો પછી પાછી આવી?
  મારા ઢીંચણ કૂવાના ડોડલા જેવા સૂકાભઠ.
  એનીપર કોઈનોય સ્પર્શ થતો ન’તો.
  ચરામાં દર્ભ ઊગતો, સુકઈ જતો,
  તૃણ તૃણ થઈ ઊડી જતો.
  ઝાડ પર બાચકો પોપટો બેસતા અને ખરી જતા
  પણ મારા ઢીંચણ તો સાવા ઊંડી વાવ જેવા ખાલી ખાલી.

  આજે ઢીંચણ પર દિવાળી બેઠી છે!
  મને થાય છેઃ
  ચોકની માટીમાં રગડપગડ આળોટું
  પણ
  હે… તું કેટલા બધાં વર્ષો પછી પાછી આવી?
  આજે કામ બામ નથી કરવું,
  માખી ઊડી જશે તે પછી હું
  મારા ઢીંચણને ચબ્બકચબ્બક ધાવીશ.
  બગીચામાંથી સૂર્યમૂખીનું ફૂલ ચૂંટીને
  એના પર મૂકીશ.

  આ પૃથ્વી પરની
  એક માખીને પણ
  મારો ઢીંચણ મીઠો લાગે
  પછી મને કેમ રડવું ન આવે?

 5. સુરેશ નવેમ્બર 6, 2015 પર 5:26 પી એમ(pm)

  નવરાતર એટલે…
  નવરાઓ કરતાં વધારે નવરો!
  નવરાતમ પણ હશે ને?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: