હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક …..

શ્રી ગોવીંદ પટેલના ઈમેલમાંથી 

 કેટેગરી


ઈંગ્લીશના ટીચરે ક્લાસમાં પૂછ્યું ઃ

વૉટ ઈઝ ધ ડિફરન્સ બિટ્વીન કોલગર્લ, ગર્લફ્રેન્ડ એન્ડ વાઈફ?
છોકરાંઓ ચૂપ થઈ ગયા. અંગ્રેજીમાં આટલું લાંબું સમજાવતાં કોને આવડે?
છેવટે એક ટેણિયું ઊભું થયું. એ બોલ્યું ઃ મેડમ, પ્રિ-પેઈડ, પોસ્ટ-પેઈડ એન્ડ લાઈફ-ટાઈમ!

ટીચર હજી બેહોશ છે..
રાવણની લાઈફ

બિચારા રાવણની જીંદગીમાં કેટલી તકલીફો હતી એનો કદી વિચાર કર્યો છે?
– એને દર અઠવાડીયે નવી ટૂથ-પેસ્ટ લાવવી પડતી હતી.
– એને ‘હેડ-એક’ નહિ, ‘હેડ-અનેક’ થતો હતો.
– ટી-શર્ટ પહેરવા માટે રાવણે પહેલાં એમાં પગ નાંખવા પડતા હતા પછી શરીર પર ખેંચવું પડતું હતું.
– વાળ કપાવતાં દસ ગણો ટાઈમ લાગતો હતો.
– સ્કુલમાં સૌથી વધુ વાતો કરવા માટે એને જ સજા થતી હતી.
– એક્ઝામમાંથી દર વખતે એમ કહીને કાઢી મુકવામાં આવતો હતો કે તે બાજુવાળાના પેપરમાંથી બધું જોઈ લે છે.
– સમૂહગાન ગાવા માટે બિચારાને એકલો સ્ટેજ ઉપર ચડાવી દેવામાં આવતો હતો.
– અને જ્યારે જ્યારે રાવણને છીંકો આવતી ત્યારે લંકામાં રોગચાળો ફેલાવાનો ભય ફેલાઈ જતો હતો

                                                                                  Thank You,

Govind Patel

 Swapnajesarvakar

Advertisements

6 responses to “આજની જોક …..

 1. nabhakashdeep ઓક્ટોબર 30, 2015 પર 4:29 પી એમ(pm)

  દોઢ ડાહ્યા પાસે સાંભળ્ર્લું…

  રાવણની ચીંતા શીદ કરો…ત્રીભુવન વીજેતાની સેવામાં સૌ કોઈ હાજર. બાળપણમાં મુશ્કેલીઓ ન હતી..આ તો તપ કરતાં ઉપાધી ભેટી ગઈ..બોલો સીયાવર રામચંદ્રની જય.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. સુરેશ ઓક્ટોબર 30, 2015 પર 6:41 એ એમ (am)

  આતા ઉવાચ….
  રાવણના દસ માથામાં મોટા મોટા વાળ હતા .ઈમાં તેલ નાખવા માટે એક ડબો ટોપરાનું તેલ જોતું

 3. સુરેશ ઓક્ટોબર 29, 2015 પર 7:29 પી એમ(pm)

  રાવણ ઉવાચ…
  મારી લંકામાં તો એક પણ ફાફડા જલેબીની દુકાન નો’તી!
  અહીં …
  http://aksharnaad.com/2015/10/30/ravana-fizzles/

  અને અયોધ્યામાં પણ નહોતી!

 4. સુરેશ ઓક્ટોબર 28, 2015 પર 6:53 એ એમ (am)

  લાયા, ગોવિંદભૈ … લાયા !
  રાવણની જફા માટે સહાનુભૂતિ ….

 5. Vimala Gohil ઓક્ટોબર 27, 2015 પર 11:46 એ એમ (am)

  ભગવાન રામે રાવણને આ સર્વ તકલીફોથી મુક્તિ પ્રદાન કરી દીધી.

  હે! મુક્તિદાતા અમારા પર પણ દયા કરજે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: