હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

જો ચાર મળે ચોટલા….

સાભાર- શ્રી શરદ શાહ … ફેસ બુક પેજ પરથી 

જૂની કહેવત- જો ચાર મળે ચોટલા , ભાગે કોઈના ઘરના ઓટલા

નવી કહેવત- જો ચાર મળે ચોટલા, સંઘ શક્તિ બતાવી અવનવું કરી બતાવે ..

મજાની સમતોલન -બેલેન્સીંગ તરકીબ….

Physics is amazing sometimes.. Must watch!

4 Girl Chair Trick!

એક ખાસ સુચના -ચેતવણી…

આ વિડીયો જોઈને એની નકલ કરવા જતાં કોઈ મહિલા કે પછી પુરુષ પડી જાય  અને કેડોને નુકશાન કરે તો એને માટે હાસ્ય દરબાર નું તંત્રી મંડળ જવાબદાર નથી . સૌએ પોતાના ખર્ચે અને જોખમે આ પ્રયોગ કરવો !!! હા..હા…હા….!!! 

Advertisements

3 responses to “જો ચાર મળે ચોટલા….

  1. P.K.Davda ઓક્ટોબર 6, 2015 પર 9:38 એ એમ (am)

    ચાર મળે ચોટલા તો બનાવે નવા ઓટલા

  2. pragnaju ઓક્ટોબર 4, 2015 પર 12:29 પી એમ(pm)

    news ચાર મળે ચોટલા તો ભાંગે ઘરના ઓટલા. અથૉત્ ચાર સ્ત્રી ભેગી થાય તો એટલી કૂથલી કરે કે કોઇના ઘરસંસાર ભાંગી પડે. આ કહેવત સાચી હોય તો કલ્પના કરી જુઓ કે એક જગ્યાએ એક સાથે વીસ, પચીસ, ત્રીસ લાખ સ્ત્રીઓ ભેગી થઇ હોય, ત્યાં શું થાય? વાત કરું છું, ગત ૧૯મી ફેબ્રુઆરીએ કેરળના ત્રિવેન્દ્રમ (તિરુવનન્તપુરુમ)માં યોજાયેલા ‘પોંગાલા’ ઉત્સવની. અટ્ટુકાલ ભગવતી દેવીને સમર્પિત આ તહેવારમાં ઇસ.૨૦૦૯માં પચ્ચીસ લાખથી વધુ સ્ત્રીઓ ભેગી થઇ, એની નોંધ ગિનિસ બૂકે પણ લીધી અને દર વર્ષે આ સંખ્યા વધતી ચાલી છે. આ વરસે પણ ૧૮મી ફેબ્રુઆરીની સવારથી કેરળના ખૂણેખૂણેથી સ્ત્રીઓ ત્રિવેન્દ્રમમાં ઉતરી પડેલી. ૧૯મીએ તો સવારથી લાગતું હતું કે આખા શહેર પર સ્ત્રીઓએ કબજો લઇ લીધેલો. મંદિરથી શરૂ કરીને દૂર દૂર સુધી રસ્તાની બંને તરફ, લાઇનબંધ સ્ત્રીઓ બેઠેલી. ગણવા તો કોણ જાય, પણ એક અંદાજ પ્રમાણે આ વરસે પાંત્રીસ લાખની આસપાસ સ્ત્રીઓ ભેગી થયેલી. બરાબર પોણા અગિયાર વાગે મંદિરમાંથી થયેલી જાહેરાત, સ્પીકર્સ દ્વારા ચારેબાજુ પહોંચી અને સ્ત્રીઓએ પોતપોતાની સામે ત્રણ ઇંટમાંથી બનાવેલા ચૂલાને ચેતાવ્યો, અને ઇંટ કે ધાતુના વાસણમાં ચોખા અને ગોળમાંથી ‘પોંગલ’ રાંધવાની શરૂઆત કરી. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ, પૂજારીઓએ આવીને દરેક જગ્યાએ પવિત્ર પાણી છાંટ્યું અને વિધિ પૂરી થઇ. લાખો સ્ત્રીઓનો મેળો વિખરાઇ ગયો. તડકાને કારણે એક જણને ચક્કર આવી ગયા, એ સિવાય આખાય પ્રસંગમાં એકેય અનિચ્છનીય ઘટના બની નહીં. સામાન્ય રીતે તો શહેરમાં મોટી મેદની એકઠી થવાની હોય તો પોલીસ ટેન્શનમાં આવી જાય. ચારે તરફ ખાખી કપડાં અને સશસ્ત્ર બંદોબસ્ત દેખાય પોંગાલા દરમિયાન પોલીસે સાવચેતી રાખી રહશે. પણ હું ગઇ ત્યારે વાતાવરણમાં કોઇ ટેન્શન નહોતું. છુટાછવાયા પોલીસ ઓફિસરો અને ગાડીઓ આમ તેમ દેખાતા હતા. એમાંથી એકને પકડીને મેં પૂછ્યું, ‘કોઇ પ્રોબ્લેમ લાગે છે? તો પોલીસભાઇ હસ્યા, ‘નો સિસ્ટર, આ તો લેડીઝ ફેસ્ટિવલ છે. પુરુષો બધા ઘરમાં બેઠા છે. ચિંતાની કોઇ વાત નથી…’ એ ઇન્સપેક્ટરે સારા મૂડમાં બહુ હળવા સૂરે આ શબ્દો ઉચ્ચાર્યા, પણ એમાં આખાયે પોલીસદળ (કમસે કમ તિરુવનન્તપુરમના)ની માન્યતા કહો કે શ્રદ્ધા છતી થતી હતી કે ટોળામાં પણ શાંતિ અને સભ્યતા જાળવવાનું સ્ત્રીઓને આવડે છે. કદાચ અંદરોઅંદર નાનકડી તકરાર જામી જાય, પણ મારામારી થઇ જાય, હથિયારો નીકળે, આસપાસ દુકાનોમાં તોડફોડ થાય, વાહનોને આગ ચંપાય, અને પોલીસવાળાઓએ દોડધામ કરી મૂકવી પડે. એવું થવાની શક્યતા પાતળી હોય છે. કહેવાનો અર્થ એવો નથી કે સ્ત્રીઓ તોફાન કે હિંસા નથી જ કરતી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: