વિનોદ વિહાર
જો યોગ્ય સમયે વિનોદ વૃત્તિની મદદ મળી જાય તો વાતાવરણ તાણમુક્ત બને છે, હળવું બને છે.
ઇશ્વરે હાસ્યવૃત્તિ મૂકીને માનવજાત પર એક મોટો ઉપકાર કર્યો છે. બાકી તેનામાં જો હસી નાખવાની વૃત્તિ ન મૂકી હોત તો તેને માટે જીવવું અકારું થઇ પડત. સોક્રેટિસને ઝેન્થિપી જેવી કર્કશા પત્ની મળેલી, પણ સાથે વિનોદવૃત્તિયે જન્મથી મળી હતી. તેનામાં જો આ વિનોદવૃત્તિ ન હોત તો દાર્શનિક થવા અગાઉ પત્નીના ત્રાસથી તેને ઝેર પીને આત્મહત્યા કરવી પડી હોત. ટૂંકમાં પહેલાં કે પછી તેને ઝેર પીવાનો વારો તો આવ્યો જ હોત. હા, વહુને લીધે તેણે વિષપાન કર્યું હોત તો અહીં તેનો નામોલ્લેખ જરૂરી બન્યો ન હોત, પણ ખુદના કારણે પોતાના વિચારોને લીધે ઝેર પીવાથી મરીને તે અમર થઇ ગયો. આમ વિનોદવૃત્તિ હોવાને લીધે માણસ જીવનનું ઝેર શંકરની પેઠે પચાવી શકે છે. માણસ જો હસી શકતો ન હોત તો તે મશીનગન લઇને રસ્તા પર ફરતો હોત. જે લોકો આજે હસવાનું ભૂલી ગયા છે તે ધર્મના નામે માનવબોંબ…
View original post 51 more words
ભીતર નો ભેરુ જાગી જાય તો.. જ
જીંદગી ની સવાર થઈ એમ સમજવું
LikeLike
જે લોકો આજે હસવાનું ભૂલી ગયા છે તે ધર્મના નામે માનવબોંબ થઇને ચારેકોર ઘૂમી રહ્યા છે.
વાહ
LikeLike
હસે તેનું ઘર વસે
કે…
હસે તેનું ખસે !!!
LikeLike
…અને ઘર વસ્યા પછી તો કોઈ વિરલા હોય એ જ હસે !
—- અને બહુ હસે તો ખસે પણ ખરું ! ગાંડાઓ પણ બહુ હસતા જ હોય છે ને !
LikeLike