હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજનાં ટાબરિયાંની રમુજી વાતો ….

સુ.શ્રી હિરલ શાહ એ આજનાં બાળકોને લગતી કેટલીક અંગ્રજીમાં રમુજી વાતો ઈ-મેલમાં મોકલી હતી એ ગમી જતાં એનો ગુજરાતીમાં અનુવાદ કરીને એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.તમને પણ એ ગમશે.

============

આજનાં ૨૧મી સદીનાં બાળકોનો બુદ્ધિ ચાતુર્ય અને હાજર જવાબીપણનો કોઈ જવાબ નથી.આ રહ્યાં એનાં કેટલાંક રમુજી ઉદાહરણો ….

એક નર્સિંગ સ્કુલની કેન્ટીનના કાઉન્ટર પર સફરજનથી ભરેલી એક ટોપલી

મૂકી હતી અને એના પર સુચના લખી હતી કે ..

“એક કરતાં વધારે સફરજન લેશો નહિ, ઉપર ભગવાન જોઈ રહ્યો છે .”

એક બીજા કાઉન્ટર પર કોઈ સુચના વિનાનું ચોકલેટથી ભરેલું એક બોક્ષ પડેલું હતું.

એક ટાબરિયું ત્યાં પહોંચી ગયું અને જાતે જ એના પર એક સુચના લખીને મૂકી

દીધી .

“તમને મરજી પડે એટલાં ચોકલેટ લઇ લો , ભગવાન તો સફરજનનું

ધ્યાન રાખવામાં મશગુલ છે.”

બોલો ,આજનાં બાળકો જોડે તમારી હોંશિયારી ચાલે એવી છે ખરી ?

બીજું ઉદાહરણ ….

બચુડો- પપ્પા , તમારા માથા ઉપર કેટલાક વાળ સફેદ કેમ થઇ ગયા છે ?

પપ્પા – જ્યારે જ્યારે તું મને દુખી કરે છે એ દરેક વખતે મારો એક વાળ સફેદ થઇ જાય  છે.

બચુડો- હવે મને સમજાયું કે મારા ગ્રાન્ડપા (દાદા)ના માથે બધા જ વાળ કેમ સફેદ થઇ ગયા છે !

ત્રીજું ઉદાહરણ …

બકુડી- મમ્મી, ગાંધી બાપુના માથા પર કેમ કોઈ વાળ નથી.

મમ્મી- કેમ કે એ હંમેશાં સત્ય જ બોલતા હતા.તારી જેમ નહિ .

બકુડી-હવે મને ખબર પડી કે મહિલાઓને લાંબા વાળ કેમ હોય છે !  

ચોથું અને છેલ્લું ઉદારણ …

શિક્ષક એક બાળકને પૂછે છે …”તારા પપ્પાની ઉમર કેટલી છે ?”

બાળક- સર, મારા પપ્પા ૬ વર્ષના છે.

શિક્ષક- શું બોલે છે એ તને ખબર પડે છે ? એ કેવી રીતે બની શકે ?

બાળક –કેમ નહી સાહેબ , હું જન્મ્યો એ પહેલાં એ પપ્પા ક્યાં હતા . મારા જન્મ પછી જ એ બન્યા . મારી ઉમર ૬ વર્ષ એટલે પપ્પાની ઉમર ૬ વર્ષની થઇ કે નહિ ?

બોલો, આ બાળકના લોજીકને દાદ દેવી પડે કે નહિ  

આ ઉદાહરણો પછીનો ..બોધપાઠ- Moral-

આજનાં નવા યુગનાં ટાબરિયાં સાથે તમારું ડહાપણ બહુ કામ નહી આવે ! એમની સાથે બાંગો લેતા પહેલાં બે ઘડી વિચાર કરી લેજો ! Don’t try to be over smart with them .

એકલા એકલા ના હસશો , બીજાઓને મોકલી એમને પણ હસાવશો.

હાસ્ય તો સદા હરતું ફરતું રહેવું જોઈએ.

Advertisements

3 responses to “આજનાં ટાબરિયાંની રમુજી વાતો ….

  1. pragnaju સપ્ટેમ્બર 16, 2015 પર 3:36 પી એમ(pm)

    સ્મિત અને હાસ્ય એ પરમ કૃપાળુ પરમેશ્વરની માણસને મળેલી અમુલ્ય ભેટ છે. એવું આપણે સાંભળતા આવ્યા છીએ. એક મીઠી મજાની સ્માઇલ તમારા ભલભલા કામો સરળ કરી આપે એ પણ એટલી જ સાચી વાત છે. તો પણ સ્માઇલ આપવામાં આપણે કંજૂસ ન થ ઇ એ

  2. સુરેશ સપ્ટેમ્બર 16, 2015 પર 3:31 પી એમ(pm)

    ગુડ જોબ વિનોદભાઈ,
    મોગમ્બો ખુશ હુઆ !!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: