હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ઢોંસા સ્મરણ

કવિ કલાપીના વખતમાં ગુજરાતમાં ઢોંસા નહીં જ આવ્યા હોત. પણ કવિશ્રી મદ્રાસ કે દક્ષિણમાં ગયા હોત , તો તેમનાં કાવ્યમાં આમ લખ્યુ હોત..

ખાતો’તો ઈડલી અને રસભર્યા ઢોંસા અને ઉત્તપા,
માંહી નાખત શ્વેતરંગ ચટણી, તીખી અને ઉત્તમા.
ને સંભાર સમાસસંધિ સઘળા સ્વાદો ભર્યાં સાથમાં,
એવા એ રસથાળના રમણનું સાધો સદા મંગલમ્.

કલાપી તો સ્વર્ગસ્થ થઈ ગયા, પણ મુંબાઈના હિસાબનીશ શ્રી. સ્નેહલ મજમુદારે આ કાવ્ય આપણને બહુ પ્રેમથી પીરસ્યું છે.

આખું કાવ્ય નીચેના ચિત્ર પર ક્લિક કરી, ઢોંસા ખાતાં ખાતાં માણો..

આ ચિત્ર પર ક્લિક કરી આખી પતરાળી જમો!

આ ચિત્ર પર ક્લિક કરી  જમો!

Advertisements

2 responses to “ઢોંસા સ્મરણ

 1. pragnaju ઓગસ્ટ 16, 2015 પર 12:33 પી એમ(pm)

  વે ગુનો પ્રતિભાવ મોઢામા પાણી સાથે ગાતા ગાતા પ્રતિભાવમા યાદો…

  ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમન્તનો પૂર્વમાં,
  ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;
  યાદોના ઘનઘોર મેઘ ઉમટ્યાં, જૂના પટારા ખુલ્યાં, નાના માસુમ બાળકો અહીં જમ્યાં,ઈડલી સાદા ઢોંસા !

  સંગીતના શ્રવણ કારણ કાર્ય છોડી,
  આવે અહીં નગરના જન કૈંક દોડી.
  એમાંથી કેાણ રસપાત્ર રસજ્ઞ પૂરા ?
  ને કોણ માત્ર ગણી કૌતુક રાચનારા ?

  એણે ક્યા ક્યા દુળ રજકણો એવી ઉડાડી છે કે,
  આંખો મીંચી કંઇ કંઇ જનો આવરી મુખ ત્યા લે,
  આઘાપાછા કઇ થઇ જતાં, શંત કો બેસી રે’તા,
  ને કોઇને નહી પણ દીસે સાદા ઢોંસા ઉત્તપા !

  પ્રભો અંતર્યામી, જીવન જીવના દીનશરણા
  પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
  પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
  નમું છું, વંદું છું, વિમળમુખ ઈડલી ઉત્તપા

  શાને આવ્યો હશે, તેની કલ્પનાઓ ચલાવતા
  ભય સંદેહ દર્શાવી, ઈડલી ઢોંસા ઉત્તપા !
  ……………………….
  જમતા પહેલા ગાવું અછાંદસનું સમુહ ગાન અવશ્ય કરવું

  ઈડલી ઢોંસા ઉત્તપા દર્શને પુણ્યમ ઈડલી ઢોંસા ઉત્તપા સ્પર્શે પાપ વિનશ્યતી ઈડલી ઢોંસા ઉત્તપા સુગંધે સર્વતીર્થાનામ ઈડલી ઢોંસા ઉત્તપા ભોજનમ મોક્ષદાયકમ
  એક નમ્ર સૂચન…સૂ શ્રી સ્નેહલ ન. મુઝુમદાર પોતાના અવાજમા ગાઇ યુ ટ્યુબ મૂકશોજી
  ………………………
  રીડ ગુજરાતી October 18th, 2008 ને આપેલો પ્રતિભાવ
  અને આ તો હસ્તમેળાપ વખતે ચાલે એવી રચના
  (શાર્દૂલવિક્રીડિત)
  ખાતો’તો ઈડલી અને રસભર્યા ઢોસા અને ઉત્તપા
  માંહી નાખત શ્વેતરંગ ચટણી તીખી અને ઉત્તમા
  ને સંભાર સમાસસંધિ સઘળા સ્વાદો ભર્યાં સાથમાં
  એવા એ રસથાળના રમણનું સાધો સદા મંગલમ્
  સા વ ધા ન
  (ધમાલીયા લગ્ન વખતે ગોર શૂ બોલે છે તે કોણ સાભળે છે?)

 2. Vinod R. Patel ઓગસ્ટ 16, 2015 પર 12:19 પી એમ(pm)

  વે.ગુ.મા મુકેલ કોમેન્ટ થોડા ફેરફાર સાથે…..

  ભદ્ર અમદાવાદ ની ‘ઓલ્ડ મદ્રાસી બ્રાહ્મણિયા હોટલ’ માં ઢોંસા ની લહેજત ઘણીવાર માણી આવ્યો છું. ચેતનાના ઢોંસા પણ અમદાવાદમાં પ્રખ્યાત થઇ ગયા હતા .ગઈકાલે શનિવારે સાંજે જ લોસ એન્જેલસ માં મારા એક સમ ઉમર પિત્રાઈ ભાઈની ૮૦ મી વર્ષગાંઠ પ્રસંગેની પાર્ટી માં સપરિવાર હું ગયો હતો ત્યાં ડીનરમાં ઢોંસા રાખેલ એની ત્યાં મોજ માણી હતી. પણ ઓલ્ડ મદ્રાસીના ઢોંસાનો સ્વાદ હજુ યાદ આવે છે.
  શ્રી સ્નેહલભાઈ મુઝુમદાર ના ઢોંસા પેરડી ખંડ કાવ્ય એ જાણે ઢોંસા જમતા હોઈએ એવી લિજ્જત કરાવી દીધી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: