હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

મન, વચન અને કર્મથી આળસુ

     હું ન કરવાનું ક્યારે ય કરતો નથી. મારું ચાલે તો હું કરવાનું ય ન કરું. પણ મારા ઘરમાં મારું ચાલતુ નથી. કોકિલા મને જાત જાતનાં કામ સોંપે છે. દાડમનાં દાણા ફોલી આપો. સોયમાં દોરો પરોવી દો. બાટલીનું ઢાંકણુ કેમ ખુલતું નથી? દૂધ ગરમ કરવા મુક્યું છે, જરા જોજો. જરા ફુદીનો તોડી લાવો’તો. આજનો દિવસ જરા પૂજા કરી નાંખો. નેઇલ-કટર લો અને તમારા નખ કાપી નાંખો. માછલીને ખાવાનુ નાખ્યું? ગેસનું બીલ આવી ગયું છે, જરા ભરી દેજો. અરે ભૈ, બારણા બંધ રાખો, મચ્છર ઘુસી જાય છે. ફોનની રીંગ વાગે છે, તમારો જ ફોન હશે. તમે જો ધ્યાનપૂર્વક જોયું હોય તો કોકિલા મને જે જે કામ સોંપે છે એ બધા સાવ સરળ હોય છે 

    હવે કોઈ વાવમાં પાણી ભરવા જતા નથી !

લીલ બાઝી ગઈ છે વાવનાં પાણી પર,
એની માને,
તરસની આળસ તો જો.

-સૌમ્ય જોશી

કેમ મજા આવી ગઈ ને?

જૂનાં અને જાણીતાં હાસ્ય દરબારી ( હાહાકાર!) સુશ્રી. પ્રજ્ઞાબેન વ્યાસના ગુણવાન ( પણ આળસુ !) દીકરા શ્રી. પરેશ વ્યાસનો એ મનભાવન લેખ વાંચવા નીચેના ચિત્ર પર ક્લિક કરો…

NR

2 responses to “મન, વચન અને કર્મથી આળસુ

  1. Vinod R. Patel જુલાઇ 19, 2015 પર 8:00 એ એમ (am)

    નિરવ રવે બ્લોગમાંની મારી કોમેન્ટ અહીં ફરી ….

    પાણીમાં રહેવું ‘ને માછલીનાં આંસુએ રોવું? ક્યાં સુધી?
    આપણી તરસ મિનરલ વોટરની બોટલમાં બંધ થઇ છે
    આવી સરસ મૌલિક શબ્દ શૈલી સાથેનો આ હળવો લેખ વાંચવાની મજા આવી .

    પહેલા તો લેખ વાંચવાની થોડી આળસ થઇ પણ પછી એની શરુઆતની સુંદર રજૂઆત વાંચ્યા પછી પથારીમાં પડ્યા પડ્યા પેટ ઉપર કોમ્પ્યુટર રાખી લેખ પૂરો વાંચવાની મજા લીધી !
    પરેશભાઈ આ લેખમાં એક હાસ્ય લેખકની અદાથી પુરા ખીલ્યા છે.
    સુરેશભાઈ સાથે હું સંમત છું. એમણે વચ્ચે વચ્ચે આવા હલકા ફૂલ જેવા લેખો લખવાની આળસ ના કરવા માટે મારું પણ નમ્ર સૂચન છે.

    Like

Leave a reply to Vinod R. Patel જવાબ રદ કરો