હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બાર્બી ડોલ

સાભાર – શ્રી. શરદ શાહ, માધવપુર, ઘેડ, સૌરાષ્ટ્ર

      એક ગુજરાતી ભાઈ  અમેરિકામાં સ્થાયી થયે પાંચ એક વર્ષ વીતી ગયેલાં પણ હજી અમેરિકન કલ્ચરથી બહુ ટેવાયેલાં ન હતાં. ઓફિસથી છુટી કાર લઈ ઘર તરફ વિચારોમાં ખોવાયેલાં આવી રહ્યા હતાં. કારમાં ભારતીય સંગીત વાગી રહ્યું હતું.  પણ વિચારોમાં હરામ એકેય શબ્દ કાને પડતો હોય. યંત્રવત ગાડી હંકારી રહેલ.

    ઘરની પાસેનો એક મોલ નજીક પહોંચતાં જ યાદ આવ્યું કે, “અરે! સવારે ઘરથી નીકળ્યો ત્યારે પત્ની એ કહેલ કે આજે દિકરી ‘રમ્યા’નો જન્મદિવસ છે, અને સાંજે આવો ત્યારે બર્થ ડે કેક અને ગીફ્ટ લઈને ઘેર આવજો.”  આ યાદ આવતાં જા કાર યુ ટર્ન મારી મોલના પાર્કિંગ પ્લોટમાં પાર્ક કરી ઝટપટ મોલમાં પ્રવેશ્યા. ચિલ્ડ્રન ટોઈઝ વિભાગમાં જઈ સેલ્સ ગર્લને પૂછ્યું,” પેલી શો કેશમાં જે બાર્બી ડોલ મુકેલ છે તેની શું પ્રાઈસ છે?”

     સેલ્સ ગર્લે કહ્યું.” તમે કઈ બાર્બીની વાત કરો છો?”

   ભાઈ તો  મુંઝાણા, સામે પ્રશ્ન પૂછ્યો,” શું અલગ અલગ જાતની બાર્બી ડોલ આવે છે? તો અલગ અલગનો ભાવ કહો?”

   પેલી સેલ્સ ગર્લે કહ્યું” જુઓ, બાર્બી ગોઝ ટુ સ્કુલ $૧૯.૯૫, બાર્બી, ગોઝ ટુ ચર્ચ $૧૯.૯૫, બાર્બી ગોઝ ટુ મેરેજ પાર્ટી $૧૯.૯૫, બાર્બી ડાઈવોર્સ્ડ
$૨૬૪.૯૫.”

     ભાઈ,” અરે! આ બાર્બી ડાઈવોર્સ્ડનો આટલો બધો ભાવ?”

    પેલી સેલ્સ ગર્લ કહે,” ભાઈ, બાર્બી ડાઈવોર્સ્ડ, કેનની કાર, કેનનો પલંગ, કેનની ડાયમંડ રીંગ, કેનની રુમ કારપેટ સાથે લઈને આવે તો ભાવ તો વધારે જ  હોયને?”

Advertisements

2 responses to “બાર્બી ડોલ

  1. harnishjani52012 July 8, 2015 at 7:39 pm

    કેનનું ઘર કેમ નહીં??

  2. harnishjani52012 July 8, 2015 at 7:39 pm

    કેનનું ઘર કરમ નહીં??

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: