હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બેસણું

     છાપામાં ખૂબ ધ્યાનપૂર્વક બેસણાનું કોલમ બે વખત વાંચ્યા પછી શાંતુકાકાએ કંઈક નિરાશા સાથે છાપું બાજુ પર મૂકી દીધું. મેં પૂછ્યું, ”કાકા, છાપામાં એવું તો શું વાંચ્યું કે આટલા નિરાશ થયા? કાકાએ જવાબ આપ્યો, “કાલે મેં મ્યુ.બસનો મફત મુસાફરીનો પાસ કઢાવ્યો. હવે અમારે બીજે ક્યાં જવું હોય? કોઈના લગ્નમાં જવાની કંઈ અમારી ઉંમર છે?. ક્યારેક કોઇ સગાવાલાનું કે નાતીલાનું બેસણું હોય તો જવા થાય . પણ આજનાં છાપામાં તો કોઇ સગાનું, નાતીલાનું કે સંબંધીનું પણ બેસણું નથી,”

– કિશોરચંદ્ર ઠાકર

આગળ નીચેના ચિત્ર પર ક્લિક કરો અને એ બેસણામાં પહોંચી જાઓ !!

wegu

‘સ્વર્ગસ્થ’ વિશે આ લેખ વાંચ્યા બાદ અહીં  ‘નર્કસ્થ’ – સુરેશ જાનીનો આ લેખ પણ માણી જ લો ને? .

આ ચિત્ર પર ક્લિકો !

આ ચિત્ર પર ક્લિકો !

Advertisements

4 responses to “બેસણું

  1. harnishjani52012 જૂન 26, 2015 પર 3:40 પી એમ(pm)

    ઓફિસમાં ક્લાર્કની માતાના મૃત્યુનો તાર આવયો. તે રડી પડ્યો. પછી તાર લઈ રજા મેળવવા સાહેબની કેબીનમાં ગયો. સાહેબ કેબિનમાં નહોતા.તેણે માતાના મૃત્યુનો તાર સાહેબના ટેબલ પર મુકી. અને એ બહાર ગયો. થોડી વાર પછી તે સાહેબની કેબીનમાં આવ્યો. જોયું તો સાહેબ ધ્રૂસ્કેને ધ્રૂસ્કે રડતા હતા. હાથમાં તાર હતો. ક્લાર્કે પૂછય્ું સાહેબ મારો તાર જોયો? મારી મા મરી ગઈ છે. રજા જોઈએ છીએ. સાહેબે થડકીને કહ્યું– તમારી મા મરી ગઈ છે?્હસાતાં હસતાં કહે જાવ જાવ જોઈએ એટલી રજા લો.આનંદો

  2. pravinshastri જૂન 26, 2015 પર 7:31 એ એમ (am)

    મારા બ્લોગના વાચક મિત્રોને નર્કસ્થ…સુરેશ જાનીના દર્શનાર્થે આ તફદાવ્યું. હવે વલે થશે જાનીની!!!!!!!!!!!!!!આટલી બધી….. સુરેશે કરેલા સુરેશ ભોગવશે. આપણે શું?

  3. Vinod R. Patel જૂન 25, 2015 પર 12:46 પી એમ(pm)

    સુંદર કાલ્પનિક કરતાં વધુ વાસ્તવિક અવલોકનો

    બેસણું પછી થતી ઉભણા ગ્રુપ સભાઓ મેં પણ જોઈ છે અને સાચું કહું તો ભાગ પણ લીધો છે. એ પ્રસંગ શોક
    દર્શાવવા સાથે સ્નેહ મિલન નો પ્રસંગ પણ બની જાય છે.

    આ જોક ગમી ….

    શાહબુદ્દીનભાઈ કહે છે તેમ, તે તો શરૂ કરી દે છે. “બાપા હજુ પાંચ વર્ષ બેઠા હોત તો સારું.” સાંભળતાં જ બાપા ચોખવટ કરતા બોલી ઉઠે છે “આ બેઠો, લાંબી વાટે તો મગનાની મા ગ‌ઇ છે.”

    • Kishor Thakr જૂન 26, 2015 પર 7:13 એ એમ (am)

      વિનોદભાઇ , આપે જો ઉભણામાં ભાગ લીધો છે, તો આપ પણ મારી જેમ કોમન મેન છો.અને કોમન મેન મને હંમેશા મારા લાગે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: