હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ડોક્ટર અને વકીલ

સાભાર – શ્રી.જ્યોતીન્દ્ર શુકલ , અરવિન,ટેક્સાસ

એક ડોક્ટરે ધંધાના વિકાસ માટે (!) જાહેર કર્યું….

કોઈ પણ દર્દનો ઈલાજ કરી આપવામાં આવશે.
ફી -માત્ર ૨૫ રૂ.
જો મટી ના જાય તો ૧૦૦ રૂ. પાછા.

એક વકીલને થયું કે, આ ડોક્ટર પાસેથી ૧૦૦ રૂ. મેળવું તો જ હું વકીલ સાચો. અને તે તો ડોક્ટર પાસે પહોંચી ગયો.

પહેલી વાર !!

વકીલ – ડોક્ટર સાહેબ! મારૂં નાક કામ કરતું બંધ થઈ ગયું છે. મને કશાની વાસ જ આવતી નથી.

ડોક્ટરે- લો ! આ શીશી સુંઘતા રહેજો.

વકીલે શીશી ખોલી સુંઘી જોઈ અને કહ્યું ,” આ તો કેરોસિન છે,.એનાથી તો કાંઈ નાક ઠીક થાય? “

ડોક્ટર – જુઓ.. હવે તમને વાસની ખબર પડવા લાગી ને? !

બીજી વાર !!

વકીલ – ડોક્ટર સાહેબ! મને કશું યાદ જ રહેતું નથી.

ડોક્ટરે ફરી કેરોસિનની શીશી આપી.

વકીલ – ખરા છો તમે, બધા દર્દનો એક જ ઈલાજ?

ડોક્ટર – જુઓ … તમને આ કેરોસિન છે – તે કેવું યાદ રહી ગયું ? !!

ત્રીજી વાર !!

વકીલ – ડોક્ટર સાહેબ! મને કશું દેખાતું જ નથી.

ડોક્ટરે તેમને બે ચાર વસ્તુઓ દેખાડી, પણ વકીલ કહ્યા જ કરે -” મને દેખાતું જ નથી.’

ડોક્ટર – સોરી! આનો ઈલાજ મારી પાસે નથી. લો! આ ૧૦૦ રૂ. પાછા.

વકીલ – પણ આ તો વીસ રૂપિયાની નોટ જ છે.

ડોક્ટર -‘ જુઓ કેવું દેખાઈ ગયું , લાવો મારી નોટ પાછી !!!’

આ ડોક્ટરે ખરેખર તો વકીલ બનવા જેવું નહોતું? !!

Advertisements

2 responses to “ડોક્ટર અને વકીલ

  1. pravinshastri જૂન 24, 2015 પર 10:12 એ એમ (am)

    મારો બ્લોગ તો કોઈ વાંચતું નથી એટલે ફેસ-બુક પર રવાના કર્યો છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: