હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

અમેરિકાના દેશી ભાઈઓ – શ્રી સુબોધ શાહ

અમેરિકાના દેશી ભાઈઓ –પેરડી કાવ્ય … શ્રી સુબોધ શાહ

ભારતમાં દલપતરામ

શિયાળે શીરો ભલો, ઉનાળે મીઠી છાશ;
ચોમાસે ભજિયાં ભલાં, ખીચડી બારે માસ.

અમેરિકામાં દેશી ભાઇઓ

શિયાળે સ્કીઈંગ કરે, ઉનાળે કાપે ઘાસ;
અમ્રિકે આનંદ કરે, દેશીઓ બારે માસ.
ઉનાળે ઊડતો ફરે, શિયાળે બોડમાં વાસ;
ભજન અને ભોજન ભલાં, પાર્ટી બારે માસ.
શિયાળે શર્લી સખી, ઉનાળે એલિસ ખાસ;
મેરી ફકત મિત્ર કહો, અર્ધાંગી અર્ધો ત્રાસ !
ઋતુ ઋતુએ રંગ ફરે, પાનખર મહીં તો ખાસ;
ચોમાસું ભૂલું પડ્યું, ઝરમર બારે માસ.
મર્સિડિઝ મિસ્ટ્રેસ સમી, કનક શું ક્રેડિટ કાર્ડ;
શોપીંગ બેગમાં સ્વર્ગ છે, પાર્કિંગ એક જ હાર્ડ.
Buy one, get one, free મળે,
સાહસ સેલની ખોજ;
વિન્ડો શોપિંગ મન હરે, રિટર્નમાં બડી મોજ !
સિક્યોરિટી સોશ્યલ ભલી, ભલો આ ડોલરિયો દેશ;
ખમ્મા મારી મેડિકેડ, દવા ય મફતમાં દે’શ.

– સુબોધ શાહ

સાભાર –શ્રી પ્રવીણ શાસ્ત્રી ના બ્લોગમાંથી 

Advertisements

4 responses to “અમેરિકાના દેશી ભાઈઓ – શ્રી સુબોધ શાહ

 1. P.K.Davda જૂન 16, 2015 પર 9:33 એ એમ (am)

  અમેરિકાનું ખાવું ને અમેરિકાનું જ ખોદવું????

 2. સુરેશ જાની જૂન 16, 2015 પર 7:52 એ એમ (am)

  મઝા આવી ગઈ.
  સુબોધ ભાઈ સાથે ‘ગનાન’ ચર્ચા ઘણી કરી છે. પણ તેમની હાસ્ય રસિકતા પહેલી વખત જ માણી. એ માટે પરવીન ભાઈનો અને વિનોદ ભાઈનો ઘન્નો ઘન્નો આભાર !!

 3. Rasiklal Parekh જૂન 15, 2015 પર 11:27 પી એમ(pm)

  Date: Mon, 15 Jun 2015 17:03:53 +0000
  To: rvparekh@hotmail.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: