હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક — ફીલસુફ સુરેશભાઈ !

સુરેશભાઈ કહે : વિનોદભાઈ, આ ઉનાળાના વેકેશનમાં આ વખતે

મારો વિચાર ફ્રાંસ અને સ્વિટ્ઝર્લેન્ડ જવાનો છે.

વિનોદભાઈ- સરસ, મુસાફરી વગેરેનો ખર્ચ કેટલો થશે, સુરેશભાઈ ?

સુરેશભાઈ – ‘બિલકુલ નહીં. કાનો માતર વિનાના ત્રણ અક્ષર ..મ…ફ..ત ..!’

વિનોદભાઈ – એવું કેમ બને સુરેશભાઈ ?’

સુરેશભાઈ- જરૂર બને, ફ્રાંસ અને સ્વિટ્ઝર્લેન્ડ જવાનો વિચાર છે એમ મેં કહ્યું ,અને

વિચારવામાં ક્યાં પૈસાનો પણ ખર્ચ થાય છે, વિનોદભાઈ !

5 responses to “આજની જોક — ફીલસુફ સુરેશભાઈ !

 1. PK Davda મે 25, 2015 at 9:46 am

  લ્યો અમે પણ વિચારી લીધું, આખી દુનિયા ફરી આવ્યા.

  • Vinod R. Patel મે 25, 2015 at 2:25 pm

   દાવડાજી,

   આ જોક ઉપરથી મને મારા બાળપણનો એક પ્રસંગ યાદ આવે છે.
   અમારા ગામના શહેરમાં રહેતા અને નોકરી કરતા માણસો દિવાળી આવે એટલે ગામમાં
   દિવાળીની રજાઓમાં દિવાળી ઉજવવા આવતા .એમની સાથે શહેરમાંથી દારૂખાનું
   લાવતા અને ગામના ચોક(ડાઉન ટાઉન !)માં ફોડતા .ગામમાં પણ એક નાની દુકાનમાં
   શહેરથી આવેલ એક ભાઈ દારુખાનું વેચતા .

   આ લોકોને દારુખાનું ફોડતા જોઈ મને પણ મોટો નહી તો નાનો ટેટો ફોડવાનું મન થયું.
   પિતા આગળ દુકાનમાંથી મને ટેટા લઇ આપવાની જીદ કરી.

   બાજુમાં ઉભેલા મારા દાદા પૈસા વાપરવામાં બહુ ચિકણા હતા .છોકરાઓ પૈસાનો ખોટો
   ખર્ચ કરે એની એમને બહુ ચીડ હતી.

   મને દાદા કહે ” જો વિનિયા , કોઈ ટેટો ફોડે ત્યારે તારે મોટેથી બુમ પાડવાની કે આ
   ટેટો મેં ફોડ્યો છે એમ કહી નાચી લેવાનું ! ટેટા લાવી પૈસાનો ધુમાડો કરવાની શી જરૂર છે ! ”

   બોલો છે ને મારા શિવા દાદા ( ગામના શિવા ભા ) ની વાતોનાં વડાં ચખાડવાની આ અજ્બો ગજબ તરકીબ !

   એમના રમુજ અને ચીકાશના સંસ્કારો મારામાં કદાચ ઉતર્યા લાગે છે !

 2. સુરેશ મે 24, 2015 at 7:23 am

  મન હોય તો માળવે જવાય!
  પણ…..
  માળું બૌ બૌ મન કરું તો ય અંતરયામીને મળાતું નથ !

 3. Bharat Pandya મે 24, 2015 at 3:48 am

  ભરતભૈ – કેમ સુરેશભૈ આ વખતે ક્ય્યંણુ નકી કર્યું છે ?

  સુરેશભાઇ -આ વખતે તો જાપાન નો જવાનુ નક્કી કર્યું છે.

  ભરત્ભાઇ – તો અમેરીકા જાવ.

  સુરેશભાઇ ની ની ઇ તો ગયે વખતે નક્કી કર્યુ ને નો ગયા,

 4. pragnaju મે 23, 2015 at 7:03 pm

  આપણા વિચારવામા અને બોલવામા પણ કાર્યક્ષમતા જોઇએ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: