હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક …. બાળક રડ્યું !

બાળક રડ્યું ..કાર્યક્રમ અધવચ્ચે

એક સભામાં એક રાજકીય નેતા પ્રવચન કરી રહ્યા હતા.પ્રવચન દરમ્યાન એક બાળક રડવા લાગ્યું.

માતાએ બાળકને લઈને હોલની બહાર જવા માંડ્યું.એ જોઈને વક્તાએ કહ્યું :”બહેન, કંઇ વાંધો નહિ.બહાર ન જશો.મને કોઈ તકલીફ નથી પડતી.”

મહિલાએ કહ્યું :” તમને તકલીફ નહિ પડતી હોય, પરંતુ એને પડે છે એનું શું ?”

———————–

એક જગવિખ્યાત ઇટાલિઅન સોપ્રેનોનો કાર્યક્રમ ચાલતો હતો.અધવચ્ચે એક બાળક રડવા લાગ્યું.મા તેને લઇ બહાર નીકળવા લાગી.

ગાયીકાએ તેને રોકી અને બેસવા વિનંતિ કરી પછી નવું ગીત શરુ કર્યું. બાળક ધીમે ધીમે શાંત થઇ સુઇ ગયું અને ગાયીકાએ તેનુ ગીત પુરુ કર્યું.થીએટરમા ‘પીન ડ્રોપ સાયલન્સ”. બે મીનીટ પછી તાળિઓનો ગડગડાટ.

ત્યાં કોઇ શ્રોતાએ ગાયિકાને પુછ્યું ‘તમે ગાયું તે ગીતનો અર્થ શું ? ”

ગાયીકાએ સહેજ સ્મીત સાથે જવાબ આપ્યો ” હું તો મારી ભાષાના એકથી સો બોલી ગઇ હતી !”

(લોક મિલાપ પ્રકાશીત એક પુસ્તિકામાંથી )

 

 

2 responses to “આજની જોક …. બાળક રડ્યું !

  1. સુરેશ જાની મે 22, 2015 at 2:41 pm

    શબ્દોની બ્રામકતા પર વેધક વાત.

  2. pragnaju મે 20, 2015 at 11:38 am

    સ રસ
    નમો અર્ભકેભ્ય: |
    બાળકને નમસ્કાર.
    વેદમાં બાળકને નમસ્કાર કરતો આ મંત્ર છે.
    ૧બાળક વાસનાશૂન્ય છે.
    ૨ બાળક નિર્વિકાર છે.
    ૩બાળક અદ્રૃષ્ટ મેળવે છે.
    ૪ બાળક જીવનદીક્ષા આપે છે. બાળકને જોવા માત્રથી સામો માણસ ખીલે છે, પ્રેરણા મેળવે છે. તે માણસના થાક, ચિંતા, કલેશો દૂર થાય છે, એનું પૂણ્ય બાળકને મળે છે.તેથી રડવા બાળકની મા તેને લઇ બહાર નીકળતા રોકી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: