હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક-જોઈ લઈશ !

જોઈ લઈશ

 પતી – એ ય , ક્રિકેટ મેચ જોવી છે , જરા એની ચેનલ મુક ને .

પત્ની- જરાય નહિ. મારે મારી રોજની સીરીયલની ચેનલ ચાલુ છે ,

પતિ- હું જોઈ લઈશ .

પત્ની( આંખો બતાવી ) – બોલ તો ,શું જોઈ લઈશ ?

પતિ- એ જ સીરીયલની ચેનલ, જે તૂ જોઈ રહી છે !!!

=============

પતિ: તારી રોજ રોજની ફરમાઈશટી કંટાળીને આપઘાત કરવા જાવ છું.

પત્ની: એક સારો સફેદ ડ્રેસ લાવી આપતા જજો, બેસણામાં હું શું પહેરીશ?

3 responses to “આજની જોક-જોઈ લઈશ !

  1. pravinshastri મે 11, 2015 at 5:49 pm

    હું જરા પતિદેવની વાત આગળ વધારું…
    સીરીયલ જોતાં જોતાં પતિએ કોમેન્ટ કરવા માંડી…
    એક કડક સ્વભાવની અને જાડી વૃધ્ધાના પાત્રને જોઈને કહ્યું “આ ડોસી બરાબર તારા જેવી જ દેખાય છે.” બીજી એક સુંદર છોકરીને જોઈને કહ્યું “ડાર્લિંગ આ સેક્સી ગર્લ બરાબર મારી ઓફિસમાં કામ કરતી લીના જેવી જ દેખાય છે” બસ ટીવી અને તે દિવસનું રસોડું બંધ.

  2. સુરેશ મે 11, 2015 at 8:38 am

    લો! તમને જોઈ લીધા!
    ગુજરાતી ભાષાની આવી ખૂબીઓ ભેગી કરવા જેવી છે.
    ‘અર્થનો અનર્થ’ યાદ આવી ગયો.

    https://dhavalrajgeera.wordpress.com/?s=%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5%E0%AA%A8%E0%AB%8B+%E0%AA%85%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A5

  3. pragnaju મે 11, 2015 at 7:49 am

    ઝટ જાઓ ચંદનહાર લાવો, ઘુંઘટ નહિ ખોલુ હું
    મને લાગ્યો છે હારનો નેડલો, કંથ નહિ બોલુ હું
    હે નહિ ચડે ચુલે રોટલી….
    ને નહિ ચડે તપેલી દાળ…. સમજ્યા કે…
    હારનહિ લાવી દીયો તો તો પાડિશ હું હડતાળ રે
    ઘુઘુંટ નહિ ખોલુ હું….
    ઝટ જાઓ ચંદનહાર લાવો…
    નાણાં ના નખરા બધા….
    ને નાણાં ના સહુ નાદ…. સમજી ને..
    માંગવાનુ તુ નહિ મૂકે હે મને મુકાવીશ તું અમદાવાદ રે
    ઘુંઘટ ઝટ ખોલો ને….
    ઝટ જાઓ ચંદનહાર લાવો….
    હે વડોદરી લાહવો લઉ ને કરું સુરતમાં લેહર
    હાર ચડાવી ડોકમાં, મારે જોવું છે મુંબઇ શહેર રે
    ઘુંઘટ નહિ ખોલુ હું…
    ઝટ જાઓ ચંદનહાર લાવો….
    અરે ભાવનગર ભાગી જઇશ….
    કે રખડીશ હું રાજકોટ…. કહિ દઉ છું હા…
    પણ તારી સાથે નહિ રહું, મને મંગાવીશ તું તો લોટ રે
    ઘુંઘટ ઝટ ખોલો ને….
    ઝટ જાઓ ચંદનહાર લાવો, ઘુંઘટ નહિ ખોલુ હું
    મને લાગ્યો છે હારનો નેડલો, કંથ નહિ બોલુ હું
    થી
    એક સારો સફેદ ડ્રેસ લાવી આપતા જજો…………………………….
    .
    માગણ છોરું મહીપતિ ચોથી ઘરની નાર
    છતઅછત સમજે નહિ કહે લાવ લાવ ને લાવ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: