હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આધુનિક ભીખારીઓ …… ભીખારી જોક સંગ્રહ

એક ભિખારીને એક દિવસ ભીખમાં એક પૈસો એ ન મળ્યો.

એણે ભગવાનને અરજ કરી.

‘હે ભગવાન, આજે મને એક રુપિયો મળી જાય તો તેમાંથી આઠ આના તારા.’

આગળ જતાં રસ્તામાંથી આઠ આના મળ્યા.

ભિખારી તરત બોલ્યો :

‘હે ભગવાન ખરા છો તમે ! આઠ આના પહેલેથી જ કાપી લીધા…!!’

===========

ભિખારી : ‘બેન થોડું ખાવાનું આલો બા.’

ગૃહિણી : ‘હજી જમવાનું થયું નથી.’

ભિખારી : ‘કંઈ વાંધો નહીં બેન, મારો મોબાઈલ લખી લો. ખાવાનું થઈ

જાય એટલે એક મિસકોલ મારજો !’

===========

બપોરના સમયે એક ભિખારી બાજુમાં પાટિયું રાખીને બપોરના આરામ માટે

સૂઈ ગયો.

પાટિયા પર લખ્યું હતું : ‘સિક્કા નાખીને ઊંઘમાં ખલેલ કરવી નહીં…. નોટ જ મૂકજો !

==============

ભિખારી : ‘પહેલાં તમે દસ રૂપિયા આપતા હતા. પછી પાંચ કર્યા અને હવે ફક્ત એક જ

રૂપિયો આપો છો. આવું કેમ ?’

શેઠ : ‘પહેલાં હું કુંવારો હતો. પછી લગ્ન કર્યા ને હવે છોકરા પણ છે.

એટલે શું કરું દોસ્ત ?’

ભિખારી : ‘હમ્મ…… એટલે તમે મારા પૈસાથી જ ઘર ચલાવો છો, એમ ને ?’

===========

કારમાં બેઠેલી મેડમને ભિખારી : ‘બહેનજી, ભગવાન કે નામ પે કુછ દે દો….’

મેડમ : ‘મેં તને ક્યાંક જોયો છે….’

ભિખારી : ‘યસ મેડમ, ફેસબુક પર આપણે ફ્રેન્ડઝ છીએ….!’

–વી.પ.

 

Advertisements

2 responses to “આધુનિક ભીખારીઓ …… ભીખારી જોક સંગ્રહ

 1. Anila મે 1, 2015 at 4:11 am

  Bhikharionu status badalai gayu chhe.

 2. pragnaju April 30, 2015 at 6:00 pm

  વધુ
  એક દિવસ એક ભિખારી એક મોટા મંદિરપાસે ભીખ માંગતો હતો કે જ્યાં ખુબ ધનવાન લોકો દર્શન કરવા આવતા હતા.ભિખારીએ કહહું હું ભૂખ્યો છુ મેં બે દિવસથી કાય જ નથી ખાધું મહેરબાની કરી ને મને કાય આપો પણ કોયે તેની સામે પણ ન જોયું બધા પોત પોતાની મોટી મોટી કાર માં બેસી ને જતા રહેતા હતા.ભિખારી નારાજ થય ગયો ને ચાલવા લાગ્યો થાકી ને એક બિયરબાર પાસે બેસી ગયો તે કાય જ બોલતો ન હતો છતાં ત્યાંથી બાર આવતા લોકો કોય ૧૦૦ તો કોય ૨૦૦ કે ૩૦૦ રૂપિયા આપતા જતા હતા ,ભિખારીએ તે પૈસા હાથમાં લીધાને ને ઉપર ભગવાનની તરફ જોયા ને બોલ્યો, ” અરે ભગવાન તું રહેતા હે કહા ઓર address કહાકા દેતા હે”…..!
  મુંબઈ આજે અમે વાત કરીશું એવા ભિખારીની કે જે માગે છે તો ભીખ પરંતુ તેની પાસે એટલી સંપત્તિ છે કે જેનો આંકડો વાંચીને ભલભલાને ચક્કર આવી જશે.આ ધનવાન ભિખારી છે મુંબઈમાં ભીખ માગતો ભારત જૈન.જો તમે મુંબઈમાં રહેતા હો અથવા ક્યારેક મુંબઈ જવાનું થાય તો ભારત જૈન નામનો આ ભિખારી તમને મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ અથવા આઝાદ મેદાનમાં ભીખ માગતો જોવા મળશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારત જૈન દર મહિને ભીખ માગીને 75 હજાર રૂપિયા આસાનીથી કમાઈ લે છે.સામાન્ય લોકો મુંબઈમાં પોતાનું ઘર ખરીદવા આખી જિંદગી ખર્ચી નાખે છે.છતા આવા લોકો ઘર ખરીદી શકતા નથી.ત્યારે ભારત જૈને ભીખ માગીને 80 લાખ રૂપિયાનો એક ફ્લેટ ખરીદ્યો છે.કદાચ તેથી જ ભારત જૈનને આપણા દેશનો સૌથી ધનવાન ભિખારી ગણવામાં આવે છે. ભારત જૈનની રોજની કમાણીની વાત કરીયે તો કશું મહેનતનું કામ કર્યા વિના ભારત જૈન રોજ 8થી 10 કલાક ભીખ માગીને 2000થી 2500 રૂપિયા કમાણી કરી લે છે.આ રીતે તે મહિને 75000 હજારની કમાણી કરે છે .આટલો પગાર તો ભારતના કોઈ રાજ્યના મુખ્યમંત્રીને પણ મળતો નથી.
  સુખી થવું હોય તો ભિખારી થવું. હવે જ મને સમજાય છે કે આપણા ઋષિમુનિઓ શા માટે ભિક્ષુકવૃત્તિ આચરતા હતા. કેમકે તેઓ આ રહ્સ્ય સારી રીતે સમજતા હતા. ભિખારી થવામાં જે અનુકૂળતા છે તે ધનવાન થવામાં નથી
  સુદામા ની કથામાં પણ લોકો સાંભળે છે કે ‘औरन को धन चाहिए बावरी भाम्भन के धन केवल भिक्षा’

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: