હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હાસ્ય વાર્તા …. સ્થળ પરિચય …… શ્રી શરદ શાહ

તમને આંખે પાટા બાંધી ભારતના એક શહેરમાં ઉતારી દેવામાં આવે જ્યાં બે
માણસો લડતા હોય અને તમારે જાણવું હોય કે તમે કયા શહેરમાં છો તો થોડી ટીપ.

1) બે માણસો લડતા હોય, એક માણસ આવે, જુએ અને અને જતો રહે તો સમજવુ કે આ મુંબઈ છે.

2) બે માણસો લડતા હોય, એક માણસ આવે અને તેમને સમજાવા પ્રયત્ન કરે અને
થોડીવારમાં બન્ને લડતા માણસો એક થઈ પેલા સમજાવનારને મારવા માંડે તો
સમજવું કે આ દિલ્હી છે.

3) બે માણસો લડતા હોય અને એક માણસ પોતાના ઘરમાં બેઠા બેઠા બુમ મારે કે,”
ભાઈ તમારે લડવું હોય તો આગળ જઈને લડો અહીં મારા ઘર સામે નહીં”. તો સમજવું
કે આ બેંગ્લોર છે.

4) બે માણસો લડતા હોય અને ભીડ એકઠી થઈ જાય અને એક માણસ ચાની રેંકડી
બાજુમાં લગાવી બેસી જાય તો સમજવું આ અમદાવાદ છે.

5) બે માણસો લડતા હોય અને બન્ને પોતાના મોબાઈલથી વાત કરી મિત્રોને બોલાવે
અને થોડીવારમાં પચાસ માણસો લડતા હોય તો સમજવું કે આ લુધિયાણા છે.

6)બે માણસો લડતા હોય, એક માણસ જઈને ત્રણ બીયરની બોટલો લઈ આવે અને
થોડીવારમાં એ ત્રણે એક સાથે બેસી બિયર પીતા પીતા ગાળા ગાળી કરતા હોય તો
સમજવું આ ગોવા છે.

7)બે માણસો લડતા હોય, થોડીવારમાં ભીડ એકઠી થઈ જાય અને ચર્ચા ચાલે કોણ
સાચું અને કોણ ખોટું છે. અને આખી ભીડ આ ચર્ચામાં લાગી જાય અને લડનારા
ત્યાંથી સરકી જાય તો સમજવુ આ કોલક્ત્તા છે.

8)બે માણસો લડતા હોય એક માણસ આવે પિસ્તોલ કાઢે અને ઢીંચકાંવ.કામ ખતમ, બધા
શાંત અને પોતાને રસ્તે પડે તો સમજવું આ કાનપુર છે.

૯)બે માણસો લડતા હોય, એક જણ જઈને પોલિસને બોલાવી લાવે અને પોલિસ રોબ
જમાવે તે પહેલાં એક જણ જાહેર કરે કે હું ફલાણા મંત્રીનો સગો છું અને
પોલિસ બીજા વ્યક્તિને પકડી ધોલ ધપાટ કરીને લઈ જાય તો આ પટણા છે.

સાભાર -શ્રી શરદ શાહ … અમદાવાદ 

Advertisements

2 responses to “હાસ્ય વાર્તા …. સ્થળ પરિચય …… શ્રી શરદ શાહ

 1. pragnaju April 29, 2015 at 6:03 pm

  જુદા જુદા શહેરની ખાસીયત અંગે રમુજી જાણકારી
  થોડી વધુ જુદા જુદા સ્થળ…..
  વિચારો
  દરેક શહેરનો ખ્યાલ આવતી કવિતા
  રામા, આજે રવિવાર છે, નાટક જોવા જાશું
  રાંધી નાખજે પૂરી બટાટા મોડા આવી ખાશું
  કાલના ભજિયા તળજે વાસી
  આમચા રામાચા યુનિયનને અસા ઠરાવ કેલા
  ઐતવારચી સૂટી પાઈજે, નહિ કામ કરાયચી વેળા
  આજ માઝી મરૂન ગેલી માઉસી !
  લો બોલો……………….
  અથવા
  શહેરના નામ પુરો
  ઉત્તરમાં —ની પ્રભુતા, અંબાજી સાક્ષાત,
  ………મા આદીવાસીઓ ભાષાથી અજ્ઞાન..
  અને ……માં ચીપી ચીપીને….
  પવાલામાં પાણી પીશો…?
  …….માં ચીપી ચીપીને બોલે બ્ર્હામણ નાગર…
  નર્મદનું ….. જુઓ, તો બોલે બોલે બોબડું.
  તું ને બદલે ટટ્ટુનો ટું, જ્યારે બોલે ત્યારે તોતડું
  તપેલી ને એ કહે પતેલી
  (મારી લાયખા… બટાકાનું હાક..!!)
  તપેલી ને એ કહે પતેલી , પછી હોય શેઠ કે ચાકર…
  એ અચોં અચોં કંઇ ,,,, બોલે ને
  …. ઓલા હાલો.. જી રે.. એ હાલો બાપા..
  ……..માં કેમ છો, ચ્યમ છો ને ગરબડને ગોટાળો, હેંડો લ્યા..
  શહેરના નામથી ગંમત
  ………….મા રેલ આવી
  …………મા હડતાલ
  ……..મા લાગી આગ
  …વખણાય પરથી સ્થળના નામ
  ”ગુજરાતમાં ક્યાંનું શું વખાણાય છે? ”
  ………….ના મસ્કાબન, કટિંગ ચા, મકરસંક્રાતિ
  ………..નું જમણ, ઘારી, સુરતણફેણી, ખમણ ઢોકળા, ઉઘીયું અને લોચો
  ……………ની ચીકી, પેંડા, બ્રેડ કટકા અને રંગીલી પ્રજા
  ……………..નો લીલો ચેવડો, ભાખરવડી અને નવરાત્રિ
  ……………….ની બાંધણી, કચોરી, તાળા, આંજણ અને પાન
  ………… દાબેલી, ગુલાબપાક, કળા કાળિગીરી અને ખુમારી
  …………ના તળીયા (ટાઇલ્સ), નળિયા અને ઘડીયાલ
  ………….ની ખારી શિંગ
  ……………….. સેવમમરા, કચીરીયું અને શીંગ
  …………ના ગાંડા, ગટર, ગાંઠિયા અને ફૂલવડી
  ………….નું અત્તર, પેંડા, ખાખરા અને હીરાના વેપારી
  ……..નો સાવજ, કેસર કેરી અને અડીખમ ગિરનાર
  ……………….ની રેવડી, દેવડા અને પટોળા
  …………..ની ખાજલી, ગોટી સોડા અને માફિયા
  …………ની નાનખટાઇ
  ……….નું હલવાસન
  …….નો ચોખ્ખાનો રોટલો, નાગલી, વાંસનું શાક અને ડાંગ દરબાર
  ……….ના ચીકુ અને હાફૂસ
  ……..ના ગોટા અને સકરિયા અને મલાઇ મારેલું દૂધ
  ………ની તાડી અને મહુડો

 2. vimala April 29, 2015 at 3:30 pm

  વિવિધ શહેરોની ઑળખ્ની સારી માહિતી.
  પણ આશ્ચર્ય થાય છે કે આંખે પાટો બાંધેલ માણસને લડતાને આવતા જતા માણસો દેખાય કઈ રીતે?
  દા.ત.:”1) બે માણસો લડતા હોય, એક માણસ આવે, જુએ અને અને જતો રહે તો સમજવુ કે આ મુંબઈ છે.”
  આમાં આવે,જુવે ને જાય તે કૅમ ખબર પડે પાટા વાળાને?
  ઠીક છે,આતો હા.દ. છે ભાઈ; હસો,વિચારવાનુ નહી…..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: