હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક…… ઊંઘણશી દાદાજી !

ઊંઘણશી દાદાજી!

 
એકવાર રવિવારે ચર્ચમાં પાદરી પ્રવચન આપી રહ્યા હતા અને એક વૃદ્ધ નસકોરાં બોલાવતો હતો.

પાદરીએ એ વૃદ્ધની બાજુમાં બેઠેલા બાળકને પૂછયું, આ કોણ છે?

બાળકે કહ્યું, “મારા દાદા છે.”

પાદરીએ પ્રવચન પછી છોકરાને પાંચ રૂ. આપીને કહ્યું કે હવેથી એ ચર્ચમાં ઊંઘે નહીં એનું ધ્યાન રાખજે. 

બે ત્રણ રવિવાર સુધી તો પેલો વૃદ્ધ ઊંઘ્યો નહીં પણ પછી ફરીથી ઊંઘવા માંડયો.

પાદરીએ પેલા બાળકને બોલાવી ધમકાવ્યો,

“મેં તને કહેલું ને કે ઊંઘવા નહિ દેતો, એ માટે પાંચ રૂ. પણ આપું છું!”

“હા પણ દાદાજી મને ઊંઘવા દેવા માટે  ૧૦ રૂ. આપે છે! “બાળકે નિર્દોષતાથી કહ્યું.

શ્રી સંજય છેલના એક લેખમાંથી સાભાર)

Advertisements

5 responses to “આજની જોક…… ઊંઘણશી દાદાજી !

 1. મનસુખલાલ ગાંધી, U.S.A. March 29, 2015 at 12:55 am

  સરસ જોક છે….

 2. Sharad Shah March 25, 2015 at 8:24 am

  અનિદ્રાના રોગી માટે ધાર્મિક અને રાજકિય ભાષણો ખુબ અસરકારક દવા નીવડી શકે છે. નાહક ટ્રાંક્વલાઈઝરની ગોળીઓનુ સેવન કરી આવા રોગીઓ સ્વાસ્થ્ય અને નાણા બગાડે છે.

 3. pragnaju March 22, 2015 at 9:12 am

  એક વાત છે કે શાસકો અને ઊંઘને ઘેરો સંબંધ છે. ઇતિહાસકારોએ લખ્યું છે. ફ્રાન્સના સમ્રાટ નેપોલિયન ઘોડા ઉપર ઊંઘી જતા હતા. અલબત્ત કોઇ ચેનલવાળાએ તેમને ઘોડા ઉપર ઊંઘતા બતાવ્યા ન હતા પણ એ મજબૂત શાસક હતા અને શાસન કરતાં કરતાં ઉપર ઊંઘી પણ જતા હતા.
  આપણા ભૂગર્ભ વડાપ્રધાન શ્રી દેવગોડા પણ પાર્લામેન્ટમાં મીઠી નીંદર લઇ લેતા હતા, વિરોધપક્ષનું ‘વેલ’માં ઘસી આવવું માઈકો ઉછાળવા એ બધી વખતે નિદ્રાહિન હતા. દેખવું નહિ અને દાઝ્વું નહીં.
  હરિકૃષ્ણ મહેતાબ ગવર્નરશ્રી હતા. નહેરના ભાષણ વખતે તેઓ ઊંઘી ગયા હતા તેવું એક ફોટોગ્રાફરે ઝડપ્યું હતું. મહેતાબ કોઇના મોહતાજ ન હતા. તેવું તેમણે સાબિત કર્યું હતું ત્યારે ઊંઘના શત્રુ લોકોએ હોબાળો મચાવ્યો હતો.
  એક કવિએ લખ્યું હતું ‘તોપ નું ઓશિકું કરી ઊંઘી જવું છે.’ વિવેચકોએ આમાં કવિનો શાંતિપ્રેમ જોયો હતો. તો કોર્પોરેટર્સની ઊંઘ માટે અશાંતિ કેમ ? લાગે છે આ ચેનલવાળા ઊંઘતા નથી અને કોઇને ઊંઘવા દેતા નથી.
  એક મિત્રએ મને પૂછેલું ‘રવિવારે તો બેન્ક બંધ હોય ત્યારે શું કરો છો ?
  ‘તે દિવસે હું ઘેર ઊંઘી જઉં છું.’

  તો એક વૃદ્ધ નસકોરાં બોલાવતો હતો…તેમા શો વાંધો?

  • Vinod R. Patel March 25, 2015 at 9:48 am

   પ્રજ્ઞાબેન , એટલે દુર જવાની જરૂર નથી. થોડા મહિનાઓ પહેલાં જ સોનિયા પુત્ર રાહુલ પાર્લામેન્ટ ની ગંભીર

   ચર્ચા ચાલતી હતી ત્યારે મીઠી નિંદ્રા લેતા મીડિયા ફોટાઓમાં ઝળક્યા હતા .

 4. સુરેશ જાની March 22, 2015 at 9:03 am

  એ ચર્ચ અમદાવાદમાં હતું!
  અમદાવાદ રેલ્વે સ્ટેશનનું નામ પુછવાની કિમ્મત એક રૂપિયો!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: