હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

કેટલાક વણ લખ્યા રીવાજો …… મનુ શેખચલ્લી

૧. ‘કંઈ કામકાજ હોય તો કહેજો !’

અમદાવાદમાં તો હવે કહેવત થઈ ગઈ છે કે ‘કંઈ કામકાજ હોય તો મને અડધી રાતે યાદ કરજે, હું સવારે આઈ જઈસ !’

આવાં ‘કંઈ કામકાજ હોય તો કહેજો’ વાળા ઓળખીતાનું જ્યારે ખરેખર કામ પડે ત્યારે આવી વાતચીત કરવાનો રિવાજ છે.

‘હલો, ગુણવંતભાઈ, મુકેસ બોલું !’
‘બોલ ભઈલા !’
‘આપડે અમદાવાદ ઈલેક્ટ્રીસિટીમાં ઓળખાણ ખરી ?’
‘ઢગલો ઓળખાણો છે. તું કામકાજ હોય ત્યારે કહેજે ને !’
‘એટલે એવું છે કે મારા ઘરનું લાઈટ બિલ સાત હજાર રૂપિયાનું આયું છે.’
‘અં હં…’ તરત જ ગુણવંતભાઈનો અવાજ ફરી જશે.
‘તો…’
‘તો શું ભઈલા ? બોલને.’
‘તો આપડે કંઈ ઓળખાણ ખરી ?’
‘ઢગલો ઓળખાણો છે. તું મને કહેવડાવજે ને.’ ગુણવંતભાઈ તરત જ ‘કહેજે’ માંથી ‘કહેવડાવજે’ પર આવી જશે.
‘પણ ગુણવંતભાઈ, આ સાત હજારનું બિલ…’
‘બધું થઈ જશે તું ચિંતા ના કરીશ. તું મને કહેવડાવજે ને. આપડે કરાઈ દઈસું !’
‘પણ હલો ! બિલ ભરવાની છેલ્લી તારીખ તો કાલે જ છે.’
‘હા, તો હજી એક દિવસ છે ને ? આજે ન ભરાય તો કાલે બિલ ભરી દેજે. બોલ, બીજું કંઈ કામકાજ ?’
‘પણ હલો, આ પૈસાની વ્યવસ્થા….’
‘હા, તે તું મને કહેવડાવજે ને ?’
(અલ્યા ભાઈ ગુણવંત, પેલો ભઈલો અત્યારે જ ‘કહી’ રહ્યો છે ! તોય પાછું ‘કહેવડાવજે ?’)
‘પણ બિલ ભરી દઈએ પછી-’
‘પછી તો આપડે ઢગલાબંધ ઓળખાણો છે. તું કહેવડાવજે ને. બોલ, બીજું કંઈ કામકાજ ?’

કહેવાનો મતલબ એમ કે આ કામ તો નહીં થાય, પણ ‘બીજું કંઈ’ કામકાજ હોય તો કહેજો !

૨.ખબર કાઢવાનો રિવાજ

ખબર કાઢવા જવાનું આ શ્રેષ્ઠ દષ્ટાંત છે :

‘રણછોડકાકાનો પગ ભાંગી ગયો હતો, કેમ છે હવે ? આમ તો જો કે અમને ખબર મળી જ ગયેલા. પણ વચ્ચે શ્રાવણ મહિનો હતો ને ? શ્રાવણ મહિનામાં અમે એકટાણું કરીએ છીએ. અને અમે ખબર કાઢવા આવીએ ત્યારે તમે નાસ્તાનો આગ્રહ તો કરો જ ને ! છેક તમારે ત્યાં ખબર કાઢવા આવીએ અને નાસ્તો પણ ન લઈએ તો પાછું તમને ખોટું લાગે ! એટલે પછી અમને થયું કે આ શ્રાવણ મહિનો જવા દઈએ, પછી જ ખબર કાઢવા જઈશું !

કેમ છે રણછોડકાકાને હવે ?’

તમે કહો કે ‘હવે તો સારું છે. મંદિરે પણ રોજ જાય છે.’

‘લો બોલો ! ખરેખર તો રણછોડકાકાને એક્સિડેન્ટ થયો તે વખતે હું ત્યાં જ હતો ! સ્કૂટર લઈને ઑફિસે જતો’તો ! લોકોનું ટોળું ભેગું થયેલું જોયું એટલે મેં કીધું, શું થયું ? જોઈએ તો ખરા ?

પછી રણછોડકાકાને પડેલા જોયા એટલે મેં કીધું અત્યારે મારે ઑફિસ જવાનું મોડું થાય છે, અને આમેય પછી ખબર કાઢવા તો જવાનું જ છે ને ? ત્યારે પૂછી લઈશું કે શું થયેલું ?

કેમ બરાબર ને ?’

Advertisements

6 responses to “કેટલાક વણ લખ્યા રીવાજો …… મનુ શેખચલ્લી

 1. સુરેશ જાની March 17, 2015 at 10:00 am

  મસ્ત લઈ આવ્યા,
  કામકાજ હોય તો કહેવડાવજો !!

 2. પ્રેમપરખંદા March 16, 2015 at 11:04 pm

  ફોનમાં વાત કરતી વખતે સામેવાળો જ્યારે એમ કહે કે બોલો બીજું ત્યારે સમજી જવાનું કે હવે ફોન કટ કરવાનો સમય થઈ ગયો છે.

 3. vkvora Atheist Rationalist March 16, 2015 at 9:34 pm

  અનુભવ, જાતે કરેલ નુસખો કે જાત અનુભવ… હા હા ……….

 4. pragnaju March 16, 2015 at 5:14 pm

  આ ગંમ્મતમા અનુભવેલી વાત !

 5. pravinshastri March 16, 2015 at 3:17 pm

  ફરીવાર વાંચવાની મજા આવી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: