હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હુંશિયારીની કસોટી – ૪૦

ઘણા વખત પછી….. ફરી એક વાર

સાભાર – શ્રી. સુરેશકાન્ત પટેલ

——————-

         એ દિ’ હું ડેન્ટિસ્ટની ઓફિસના રિસેપ્શનમાં બેઠેલો ઉતો! સામેની દિવાલ પર એમનું ડીગ્રી સર્ટિફિકેટ ઝૂલી રહ્યું’તું. મને થ્યું- ‘બરાબર મારી જ ઉમરના હોવા જોઈએ.’

        મારો નમ્બર  આવ્યો, અને અંદર નજર નાંખતા જ મારી માન્યતા ખોટી લાગી. આવો સાવ બોડો,  જાડા કાચના ચશ્મા વાળો  અને મોંઢા પર કરચલી વાળો ડોહો થોડો જ મારી ઉમરનો હોય?

       છતાં દાંત પર એ કારીગીરી અજમાવી રહ્યા હતા;  ત્યારે મેં એમને પુછી જ નાંખ્યું ,”તમે અમદાવાદની ગુજરાત કોલેજમાં ૧૯૬૦માં દાખલ થયેલા ખરા?”

        એ બોલ્યો, ” હા સ્તો… મેં ૧૯૫૯માં એસ.એસ.સી. કરેલું. “

        મેં કહ્યું,” તો તો આપણે સાથે જ હતા.”

————-

તે મહાશયે મને શો જવાબ આપ્યો  હશે?

મને મળેલ અદભૂત જવાબ ……….  આવતી કાલે.

Advertisements

Comments are closed.

%d bloggers like this: