હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ખાતાપીતા ગુજ્જુઓ: વી ધ સ્વીટ પીપલ!…મિજાજ મસ્તી – સંજય છેલ

ગુજરાતીઓ ખાણીપીણીના શોખીન નથી, પણ એને ‘આધીન’ છે!

તેઓ પૈસાનેય ખોરાકની જેમ ‘પચાવી’ શકે છે

 

HD CHHEL

મિજાજ મસ્તી – સંજય છેલ

એક ગુજ્જુ ગૃહિણીએ રાજકોટમાં મમ્મીને ફોન જોડ્યો,

‘મમ્મી… બહુ ફસાઈ ગઈ છું. ઉનાળામાં મારે અથાણાં બનાવવાના છે, પરમ દિવસે પંદર મહેમાનો જમવા આવવાના છે. છોકરાઓનું વેકેશન ચાલે છે એટલે નાસ્તા ર૪ કલાક બનાવવા પડે છે! મરી જઈશ રસોડામાં!’

મમ્મીએ તરત કહ્યું, ‘ચિંતા ના કર, હું હમણાં જ રાજકોટથી કારમાં અમદાવાદ જઉં છું ત્યાંથી મુંબઈની ફ્લાઈટ પકડીને રાત્રે જ મુંબઈ પહોંચું છું. હું બધું ફટાફટ કરી નાખીશ.

ઓકે? અચ્છા, મને પહેલાં એ કહે કે પીયૂષકુમાર માટે રાજકોટથી પેંડા લેતી આવું?’ગૃહિણી ચોંકી, ‘પીયૂષ? મારા વરનું નામ તો મયંક છે! આ કયો નંબર છે?’

સામેથી પેલી સ્ત્રીએ કહ્યું, ‘સોરી, તમે રોંગ નંબર લગાડ્યો લાગે છે.’

એટલે ગુજ્જુ ગૃહિણી બોલી, ‘હાય હાય, એટલે તમે હેલ્પ કરવા નહીં આવો? રસોઈ મારે એકલીએ જ બનાવવી પડશે?’

સાભાર- શ્રી સંજય છેલ.મુંબઈ સમાચાર 

શ્રી સંજય છેલનો આ આખો રમુજી લેખ અહીં ક્લિક કરીને વાચો.

Advertisements

3 responses to “ખાતાપીતા ગુજ્જુઓ: વી ધ સ્વીટ પીપલ!…મિજાજ મસ્તી – સંજય છેલ

 1. સુરેશ જાની March 12, 2015 at 3:38 pm

  બન્ને જોક મસ્ત છે.
  હવે પુછવું પડશે કે, આ રાત્રિ કોણ છે? !!

 2. pragnaju March 12, 2015 at 7:22 am

  મજાની રમુજ
  લોકો ભગવાન, ઈશ્વર, ગોડ સાથે સંપર્ક કરવામાં થાપ ખાઈ ગયા છે
  અને

  રોંગ નંબર ડાયલ કરી રહયા છે

 3. Sharad Shah March 12, 2015 at 6:06 am

  ગુજરાતીઓની એક બીજી પણ ખાસિયત. ગમે તેવો ઝગડો થાય, તો ઊંચા સાદે ઘાંટા પાડે, બહુ ગુસ્સો આવે તો ગાળાગાળી કરે(જોકે ગાળો પણ બહુ આવડે નહી, ગાળો બોલવામાં પંજાબીઓને અને સિંધીઓને કોઈ ન પહોંચે), બાહ્યોં ચઢાવે પણ હાથ ભાગ્યે ઊપાડે.
  સાંભળ્યું છે ગુજરાતની એક કોલેજમાં બે અધ્યાપકો ઝગડ્યા. પ્રોફેસર મનસુખલાલ દવે સંસ્કૃત ભણાવતા અને રસિકલાલ ભોજક ગુજરાતી ભણાવતા. સંસ્કૃત સારું કે ગુજરાતિની ચર્ચામાંથી વાતવિવાદે ચઢી અને અને બન્ને તું તારી પર આવી ગયા. હવે મનસુખલાલથી રહેવાણુ નહીં અને ધમકી ભર્યા સ્વરે બોલ્યા, “રસિકા તું મને હજી ઓળખતો નથી? રસિકલાલ પણ ગુસ્સામાં આવી કહે, “એમ તો તું પણ મહેશીયાને ક્યાં ઓળખે છે?”
  અરે! જા જા મહેશીયો મારું શું બગાડી લેવાનો છે? એ કાંઈ ગામનો દાદો છે? મનસુખલાલ તાડુક્યા. પછી ભાન થયું કે આ મહેશીયો છે કોણ? એટલે પુછ્યું,” પણ આ મહેશીયો છે કોણ? રસિકલાલ કહે,” છે કોણ એ તો મને પણ ખબર નથી. પણ તું કોલેજ જવા નીકળે એટલે તે તારે ઘેર પહોંચી જાય છે અને તારા આવવાનો સમય થાય ત્યારે તારું ઘર છોડી દે છે. એવું સાંભળ્યું છે.”
  મનસુખલાલ ઝગડો છોડી સીધા ઘરે પહોંચી ગયા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: