હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ગધેડાને થયું બ્રહ્મ જ્ઞાન / દ્વિ અર્થી શબ્દનો ગોટાળો

ગધેડાને થયું બ્રહ્મ જ્ઞાન 

કુંભારના ઘરે રાત્રે ચોર પેઠાં. ગધેડાએ કૂતરાને કહ્યું, “અલ્યા ભસ ને!”

કૂતરાએ કહ્યું, “નહિ ભસું. આજે મને માલિકે વગર વાંકે માર્યું છે.”

“લે, વગર વાંકે મારે એને જ માલિક કહેવાય ને!”ગધેડો બોલ્યો.

પછી કહ્યું, “જો કૂતરા, તને તો માલિક રોજ ખાવાનું આપે. બદલામાં તારે શું કરવાનું? ખાલી ભસવાનું. જ્યારે હું તો ગધેડો. રોજ સવારે ઓફિસ ટાઈમ 9 થી 5, બોસ કામ કરાવીને તોડી નાંખે. અને તેં કોઈ દિવસ સાંભળ્યું, કે કુંભારે ગધેડાને ખાવાનું આપ્યું હોય? અમે તો ગામમાં જઈને ચરી આવીએ અને માલિકનું કામ કરીએ.”

અને વફાદારીના નશામાં ગધેડાએ ભોંકવાનું શરુ કર્યું. માલિક જાગી ગયો. ખૂણામાં પડેલું ડફણું લીધું ને ડફણે ને ડફણે ગધેડાને ટીપી નાંખ્યો. પછી જઈને સૂઈ ગયો.

કૂતરાએ કટાક્ષમાં કહ્યું, “કેમ, કેવું રહ્યું? અલ્યા ગધેડા, હું ભસું તો જ માલિકને એમ લાગે કે ચોર આવ્યા છે, તું ભોંકે તો માલિક એમ જ વિચારે કે, ‘આણે મારી ઊંઘ બગાડી.’

દ્વિ અર્થી શબ્દનો ગોટાળો 

એક વડીલ ગુજરી ગયા. આ ‘ગુજરી ગયા’ શબ્દ પરથી એક વાત યાદ આવી.

એક પ્રોફેસરે ચિઠ્ઠીમાં લખ્યું, “હું ગુજરી જાઉ છું.” અને ચિઠ્ઠી ટેબલ પર મૂકીને ઘરની બહાર નીકળી ગયા.

બાથરુમમાંથી નાહીને નીકળીને પ્રોફેસરના પત્નીએ ચિઠ્ઠી વાંચી ને એમણે તો રડારોળ શરુ કરી દીધી. આખી સોસાયટી ભેગી થઈ ગઈ. ‘પ્રોફેસરની ડેડ બોડી શોધવી ક્યાં?’ એવી ચર્ચા ચાલતી હતી ત્યાં તો બે કલાક પછી પ્રોફેસર ઘરે આવ્યાં.

પત્નીએ એમને કહ્યું, “તમે મારી સાથે આવી મજાક ના કરતા હો તો!

પ્રોફેસરે પૂછ્યું, “કેવી મજાક?”

પત્નીએ ચિઠ્ઠીની વાત કરી એટલે પ્રોફેસર કહે, “અરે ગાંડી, ‘ગુજરી જાઉ છું’ એટલે હાટબજાર-ગુજરીબજાર જાઉ છું. ખરી છે તું તો! 

સાભાર – શ્રી કલ્પેશ સોની , વિચારોનું વાવેતર બ્લોગમાંથી 

એમના આવા વધુ હાસ્ય રસિક પ્રસંગો વાંચવા અહીં ક્લિક કરો.

એક માનસિક કસરત તરીકે વાંચકોને  દ્વિ અર્થી ગુજરાતી ભાષાના શબ્દોને એના અર્થ સાથે કોમેન્ટ બોક્ષમાં જણાવવા આમન્ત્રણ છે.

Advertisements

3 responses to “ગધેડાને થયું બ્રહ્મ જ્ઞાન / દ્વિ અર્થી શબ્દનો ગોટાળો

 1. ધવલ સુધન્વા વ્યાસ March 10, 2015 at 9:09 am

  * નળ – રાજા અને ચકલી
  * ચકલી – પક્ષી અને નળ
  * વાર – દિવસ (સોમ, મંગળ, વ.), વખત (એક વાર, બે વાર, વ.), ઘા

 2. Bharat Pandya March 9, 2015 at 9:57 pm

  (શરીફાબેન વીજળવાળાએ લખેલ એક પ્રસગ)

  સાસુ ખુબ માંદા હતા. જમવા બેઠા , વહુ બહાર વાસણ માંજે.ખાતા ખાતા શાક્મા વાળ આવ્યો .સાસુએ રાડ પાડી “વહુ મોંવાળો” વહુ સમજી સાસુ ઉકલી ગ્યા ને રડારોળ માંડી !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: