હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

જ્યોતીન્દ્ર દવે નો હાસ્ય-વિનોદ ……. સંકલન …..વિનોદ પટેલ

ઉચ્ચ કક્ષાની નિર્દોષ હાસ્યવૃત્તિ માટે શ્રી જ્યોતીન્દ્ર દવે જાણીતા છે.

આજના બે જાણીતા હાસ્ય લેખકો શ્રી તારક મહેતા અને શ્રી વિનોદ ભટ્ટએ  એમના પૂરો ગામી હાસ્ય લેખક સ્વ.જ્યોતીન્દ્ર દવેની હાસ્ય વૃતિનું ઉદાહરણો સહિત સરસ બયાન કર્યું છે .

તારક મહેતા   

જ્યોતીન્દ્ર દવેની હાજરજવાબી લાજવાબ , બીરબલને ભૂલી જવાય એવી. માછલી પાણીમાં તરતી હોય એટલી સરળતાથી નર્મ-મર્મના તણખા તેમની વાતચીતમાંથી અનાયાસે ઝર્યાં કરે.

તેમને કોઈએ પ્રશ્ન કર્યો : ‘જ્યોતીન્દ્રભાઈ, બાળસાહિત્યમાં તમારું કોઈ પ્રદાન ખરું ?’

‘હા.’ જ્યોતીન્દ્રે તત્કાળ માહિતી આપી.

‘મેં બાળકો આપ્યાં છે.’

*********

જ્યોતીન્દ્રને કોઈએ પૂછ્યું :

‘નાના હતા ત્યારે તમે શું કરતા હતા ?’

જવાબ : ‘મોટો થતો હતો.’

વિનોદ ભટ્ટ

જ્યોતીન્દ્ર દવે થર્ડ સ્ટાન્ડર્ડમાં હતા ત્યારે વિજ્ઞાનના શિક્ષકે એક દિવસ વર્ગમાં કહ્યું : ‘ગરમીથી પદાર્થ ફૂલે ને ઠંડીથી સંકોચાય છે.’

ત્યાર બાદ તેમણે દરેક વિદ્યાર્થીને એક એક ઉદાહરણ આપવા જણાવ્યું.

જ્યોતીન્દ્રનો વારો આવ્યો એટલે શિક્ષકે એમને ટોળમાં કહ્યું:

 ‘મોટા ભાઈ, તમે દાખલો આપો.’

શિયાળાની રજાઓ તરત જ પૂરી થઈ ગઈ હતી તેના સંદર્ભમાં જ્યોતીન્દ્ર બોલ્યા :

‘ઠંડીને લીધે શિયાળાની રજા સંકોચાઈને ટૂંકી થઈ જાય છે ને ગરમીને લીધે ઉનાળાની રજા વિકસીને લાંબી થાય છે.’

તેમનો જવાબ સાંભળીને શિક્ષક સિવાયના બધા હસી પડ્યાને ‘હાથ ધર સુવ્વર, મારી મજાક કરે છે ?’ એમ કહી શિક્ષકે તેમને સોટીએ સોટીએ મારીને હાથ સુજાડી દીધો ! 

–વિનોદ ભટ્ટ  

શ્રી વિનોદ ભટ્ટ વિષે પણ એક જોક પ્રચલિત છે.

 વિનોદ ભટ્ટ એકવાર વ્યાખ્યાન કરવા એક કોલેજમાં ગયા હતા.એમની  આગવી શૈલીમાં સરસ મઝાની વાતોથી કોલેજીયનોને હાસ્યરસમાં તરબોળ કર્યા. વ્યાખ્યાન પછી પ્રશ્ર્નોત્તરીનો કાર્યક્રમ હતો. એક વિદ્યાર્થિનીએ ટીખળ કરવા એમને પ્રશ્ર્ન પૂછ્યો :

‘વિનોદભાઈ, તમે ગાંડાની હાસ્પિટલમાં બોલવા જાવ તો?’

વિનોદભાઈએ એક ક્ષણ પણ રોકાયા વગર ઉત્તર આપ્યો :

‘બહેન, તો પછી અત્યાર સુધી હું ક્યાં બોલતો હતો?’

સમગ્ર હોલમાં હાસ્યનું મોજું ફરી વળ્યું અને પૂછનારને પ્રશ્ન પૂછવા માટે પશ્ચાતાપ થયો.

==================

શ્રી ગગનવિહારી મહેતા જ્યોતીન્દ્ર દવેની હાસ્યવૃત્તિને ખૂબ સુંદર શબ્દોમાં વર્ણવે છે. આ વર્ણન, હાસ્યવૃત્તિ કેવી હોવી જોઈએ તેના ઉપર પણ આપણા સૌનું ધ્યાન ખેંચે છે.

જોઈએ એક માણવા જેવો ફકરો :

‘જ્યોતીન્દ્ર દવે ઉચ્ચ કોટિના હાસ્યકાર છે, કારણ કે એ વિવેચક છે, ફિલસૂફીના અભ્યાસી છે. સંસારમાં અનેક વિટંબણા અને ગોટાળા છે, નિર્બળતાઓ અને ગૂંચો છે, દંભ છે, અનેકવિધ મૂર્ખાઈ છે, બાલિશતા છે, તુચ્છ કલહો છે, નિરાશા છે. આ બધું છતાં સપ્રમાણ દ્ષ્ટિએ તો જીવન વિનોદપૂર્ણ છે, આહ્લાદજનક છે, હાસ્યાસ્પદ પણ છે. જીવન એ જીવન છે એ હાસ્યકારની આંખે જ્યોતીન્દ્ર સમજી ગયા છે. જ્યોતીન્દ્રના હાસ્યરસની સૃષ્ટિ વિશાળ છે, એમાં વૈવિધ્ય છે. એમનું નિરીક્ષણ તીક્ષ્ણ અને દ્ષ્ટિ સૂક્ષ્મ છે; પરંતુ એમાં દ્વેષ નથી, કટુતા નથી, ડંખ નથી. ઇન્દ્રના વજ્ર પેઠે કઠોર નહિ પરંતુ સૂર્યના જ્યોતિકિરણ જેવાં ઋજુ, જાગ્રત કરે એવાં, આપણી પરિસ્થિતિ અને ભૂમિનું ભાન કરાવે છતાં બાળી ન મૂકે એવાં એમનાં વાગ્બાણો છે.’

– ગગનવિહારી મહેતા

======================

ન્યુ જર્સી નિવાસી આપણા જાણીતા હાસ્ય લેખક શ્રી હરનીશભાઈ જાનીનો અગાઉ હા.દ. માં પ્રગટ મજાનો હાસ્ય લેખ “જ્યોતીન્દ્ર દવે પારિતોષિક મળ્યા પછી” વાંચવા માટે નીચેના જ્યોતીન્દ્ર દવેના ચિત્ર ઉપર ક્લિક કરો.

jyotindra dave

 

2 responses to “જ્યોતીન્દ્ર દવે નો હાસ્ય-વિનોદ ……. સંકલન …..વિનોદ પટેલ

  1. સુરેશ જાની માર્ચ 8, 2015 પર 7:53 એ એમ (am)

    હાસ્ય દરબાર પર આ નવા નક્કોર પ્રયોગને દિલી આવકાર.

    Like

  2. pragnaju માર્ચ 7, 2015 પર 7:31 પી એમ(pm)

    શ્રી જ્યોતીન્દ્ર દવેને સાંભળ્યાની નોસ્ટેલજીક યાદ રહી ગઇ છે

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: