હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

કિચડફેંક …….. મુર્તઝા પટેલ/ HAPPY HOLI

હોળી પર્વની પૂર્વ સંધ્યાએ શ્રી મુર્તઝાભાઈ નો આ રમુજ -કટાક્ષ સભર લેખ માણો. 

kichad

ભારતમાં હોળી કે દિવાળી ભલેને રાષ્ટ્રીય ઉત્સવો હોય, પણ રાજકીય તો એક જ…

 કિચડફેંક.

બારેમાસ ઉજવતા આ તહેવારમાં કુટુંબના રાજ-સભ્યોથી લઇ પાર્લામેન્ટનાં દરેક (અ)સભ્યો આવી જાય. જેઓ ભરપૂર ઉત્સાહ અને જોશ ખરોશ સાથે એક-બીજાં પર કિચડ ફેંકવામાં કાયમી ધોરણે તત્પર રહે છે.

=> કશુંયે ન બોલો તો પણ…કિચડ ફેંકાય.

=> કાંઈક પ્રોડકટિવ બોલો તો પણ..કિચડ તો ફેંકાય.

=> કાંઈક જુના આઈડિયાને ડેવેલોપ કરવા પ્લાન કર્યું હોય તો પણ…કિચડ 

=> કોઈક નવા પ્રોજેક્ટની પાછળ કમાવવાની સારી નિયત રાખી હોય તો પણ…કિચડ !

ખાસ કરીને કિચડ એવા લોકો પર જ ફેંકવામાં આવે છે જેઓએ કાંઈક સારું કર્યું હોય છે.

એટલે જ આ તહેવાર એન્ટિક નહિ પણ ‘એન્ટિ’ફોર્સનાં નિયમ પર ચાલે છે.

=> કંપનીના ચીફે તો આ રીતે જ મેનેજમેન્ટ રચવું…નહિ તો ફેંકો કંપની…કિચડમાં !

=> દેશનાં નેતા કે અભિનેતા તો અમારી ઈચ્છા મુજબ જ ચાલવા-બોલવા જોઈએ…

નહિતર કિચડ !

=> સંતે તો અમને જે સાંભળવું ગમે એવી જ કથા કરવી જોઈએ…

નહિ તો જાય કથા…કિચડમાં !

=> પ્રિન્સીપાલે તો વાલીઓનાં ‘પ્રિન્સીપલ્સ’ પર જ સ્કૂલ ચલાવવી…નહિતર ભણતર જાય

કિચડમાં !

હાળું આ દેશ છે કે…કિચડસ્તાન ?!?!?!

અલ્યા ભાઈ….આપણી ઈચ્છા મુજબ જ આ બધું ચાલતું હોત તો…આજે ઈશ્વર છે? એવું

કન્ફયુઝન કે ક્વોશચન થાત ?

આ તો સારું છે કે…આવી માથાભારે મૂંઝવણોનાં મડ-ફેંક મૂડ દરમિયાન એક નાનકડું માસૂમ બાળક પાસે આવી ગાલ પર કીચડને બદલે ‘કિસ’ લગાવી જાય છે, ત્યારે લાગે કે…..વાહ ! આવાં કિચડમાં પણ હજુએ લોટ્સ ઓફ લોટસ ખીલતાં તો રહે છે જ.

તો મૂકો ને પંચાત. ઉનકા કામ એહલે-એ-કિચડ જાને. હમારા કામ તો હૈ…

ઉસમેં ભી કમલ સા ખીલ જાના.

‘હોલી’ પંચ:

‘મૂડ’ અને ‘મૂળ’ જાણ્યા વિના ‘મડ’ ઉછાળનારને ‘મેડ’ સમજવો?

(મિત્ર શ્રી મુર્તઝા પટેલના ફેસબુક પેજ ઉપરથી સાભાર )

HAPPY HOLI TO ALL FRIENDS OF H.D.

Holi-2

 

Advertisements

One response to “કિચડફેંક …….. મુર્તઝા પટેલ/ HAPPY HOLI

  1. pragnaju માર્ચ 3, 2015 પર 2:38 પી એમ(pm)

    સાંપ્રત સમયની સરસ રચનાનુ રી બ્લોગીંગ ફરી માણ્યુ
    સૌને હોળી મુબારક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: