હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક

સાસુ -વહુનો તીખો સંવાદ !

સાસુ (વહુને ) – આ તારો ટેણીયો હાથમાંથી જવાનો છે . સ્કૂલમાંથી આવી સીધો ટી.વી. જોવા બેસી જાય છે . લેસન બેસન કરવાની તો વાત જ નહિ .એને કશું કહેતી કેમ નથી ?

વહુ- રહેવા દો માજી, મને મારો છોકરો કેમ ઉછેરવો એની સલાહ આપવાની જરૂર નથી. તમે જેને ઉછેરીને મોટો કર્યો છે એ તમારો છોકરો જે મારી સાથે રહે છે,એને આ ઉમરે પણ ટેણીયા કરતાં વધુ સુધરવાની જરૂર છે. એને કૈક સલાહ આપો !

(મિત્ર શ્રી પ્રવીણ શાસ્ત્રીના ફેસ બુક પેજ ઉપર વાંચેલ અંગ્રેજી જોકનો ગુજરાતીમાં ભાવાનુવાદ )….. વિનોદ પટેલ

Advertisements

One response to “આજની જોક

 1. pragnaju February 24, 2015 at 12:50 pm

  સરસ
  ગુંજે સૂર હેમા બિરજના…
  સાસુ નણંદ હવે કમ્પ્યુટર શીખીને
  શોધે છે એવો પ્રોગ્રામ

  નવલી વહુવારુ પણ આવતાની સાથે જ જો
  ભૂલી જાય મહિયરનું નામ!

  નવી વહુવારુ કંઈ ઓછી નથી કે એ તો
  ઈચ્છે છે માઉસ બેઉને કરડે

  કી બોર્ડ પર હાથ જરા મૂકે તો કી બોર્ડ પણ
  સાસુ નણંદનો હાથ મરડે!

  સાસુ નણંદ હવે કમ્પ્યુટર શીખીને
  શોધે છે એવો પ્રોગ્રામ

  સાસુ નણંદ હવે ઈ-મેલમાં મોકલે છે
  ધમકીઓ રોજ રોજ એવી

  દહેજમાં એક હજી કમ્પ્યુટર જોઈએ છે
  નહિતર થશે જોવા જેવી!

  નવલી વહુવારુ કંઈ ઓછી નથી કે એ તો
  ઈ-મેલમાં વાયરસ મોકલાવતી

  ઈ-કાર્ડમાં ડ્રેકુલા બાબરિયો ભૂત એવા
  દૃશ્યોથી બેઉને ડરાવતી!

  સાસુ નણંદ હવે કમ્પ્યુટર શીખીને
  શોધે છે એવો પ્રોગ્રામ

  ઈન્ટરનેટ ચેટિંગમાં સામસામી થતી હોય
  સાસુ ને વહુની લડાઈ

  જ્યાં લગી હૈયાવરાળ નહિ ફૂંકે ને ત્યાં લગી
  કેમ રહેવાય?

  સાસુ નણંદ હવે કમ્પ્યુટર શીખીને
  શોધે છે એવો પ્રોગ્રામ

  નવલી વહુવારુ કંઈ ઓછી નથી કે એ તો
  મેસેજ છોડે છે કૈંક એવો

  પહેલાનો ચીલો ચાતરવાનું બંધ કરી
  થોડીક તો લાગણીઓ કેળવો!

  કમ્પ્યુટર ઈચ્છે છે આમની અથડામણમાં
  જાતે જ ક્લોઝ થઈ જાવું!

  ઝગડામાં અમથું કંઈ નથી જોડાવું કે
  નથી બીજું કંઈ કશું કામ

  કમ્પ્યુટર ઈચ્છે છે આમની અથડામણમાં
  જાતે જ ક્લોઝ થઈ જાવું!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: