હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

રોટલી બનાવવાની કળા

સાભાર – શ્રી. સુરેશકાન્ત પટેલ, ન્યુ જર્સી

આ ચિત્ર પર 'ક્લિક'કરો.

આ ચિત્ર પર ‘ક્લિક’કરો.

Advertisements

9 responses to “રોટલી બનાવવાની કળા

 1. aataawaani February 7, 2015 at 9:05 am

  રોટલી કેવી રીતે બનાવવી એ શિખાનું નહિ . હશે જેવી કમ્પ્યુટર ની ઈચ્છા

 2. aataawaani January 30, 2015 at 11:05 pm

  પ્રિય રાજા ભાઈ
  આ મારી વાર્તામાં શીર્ષક લખવાનું બાકી હતું , ફોટા અને થોડું લખાણ લખવાનું બાકી હતું અને મારાથી પબ્લીશ થઇ ગએલું હવે બધું બરાબર છે। હવે તમે
  the thout was pretty avesome મારા મુકેલા ફોટા અધૂરું રહી ગએલું લખાણ વાચ્યા પછી લખવા કૃપા કરશો તો ઠીક લાગશે . પણ મને ખાતરી થઇ ગઈ કે લોકો કોઈનું લખાણ વાંચતા નથી પણ પોતાનું લખાણ કોઈ વાંચે એમાટે આતુર હોય છે .

 3. aataawaani January 24, 2015 at 9:37 pm

  પ્રિય રાજા ભાઈ
  રોટલી બનાવવાની કળા મને જોવા મળી નહિ . હું રોટલી બનાવતો નથી અને અને બનાવવા માગતો નથી એટલે કમ્પ્યુટર મને નહિ વાંચવા દેતું હોય .

 4. aataawaani January 23, 2015 at 9:19 am

  પ્રિય રાજા ભાઈ મને સમજણ નો પડી ચિત્ર ઉપર ક્લિક કર્યું પણ મળ્યું નહિ .

 5. Bharat Pandya January 18, 2015 at 7:37 am

  હસી હસી ને બેવડ વળી ગ્યો.

 6. dee35 January 17, 2015 at 11:44 am

  તે પણ અમેરીકન પુરુષ પાસેથી?

 7. Raghbir January 14, 2015 at 12:08 am

  Very Tiresome.

 8. pragnaju January 13, 2015 at 8:29 am

  વાહ
  આપણે રોજ બરોજના ભોજનમાં ફુલકા કે ચપાટી રોટલી જ શાં માટે ખાઈએ છીએ તેવો સવાલ ઘણીવાર થાય.ડાયેટિશ્યનોના મત અનુસાર આ રોટલી પચવામાં સરળ છે તેથી રોજ ખાવામાં આવે છે,પણ આ એકની એક પ્રકારની રોટલી ખાઈને કંટાળી જવાય એ વાત પણ એટલી જ સાચી છે.તો ચાલો આજે શીખીએ મકાઈ,બાજરી,ચોખા,જુવાર જેવા અનેક અનાજ માંથી બનતી ટેસ્ટી અને હેલ્ધી રોટલી બનાવતા જે તમે અઠાવડિયામાં બેથી ત્રણ વાર બનાવો તો ચેન્જ સાથે નવો ટેસ્ટ પણ મળશે.અહીં એવા 10 પ્રકારની રોટલીની રીત આપવામાં આવી છે જે દરેક ભારતીય ઘરોમા રોજ બને છે.આ રોટલી વગર તો આપણુ ભોજન પણ અધુરુ ગણાય.તો આજે જ બનાવો તમારા કિચનમાં આ દસ માંથી કોઈ પણ એક પ્રકારની રોટલી અને ફેમિલીને આપો રોટી ચેન્જ. આગળની દસ સ્લાઈડ પર ક્લિક કરીને જાણો ભારતીય ઘરોમાં રોજ બનતી આ 10 પ્રકારની રોટલીની રેસિપી…
  સામગ્રી-

  -1 કપ ઘંઉનો લોટ-
  -1 1/2 ટેબલ સ્પૂન તેલ
  -નાની ચમચી મીઠુ
  -ચપાટી પર લગાવવા ઘી
  -જરૂર પ્રાણે પાણી

  રીત-

  તમામ સામગ્રી મિક્સ કરી લો.પછી લોટ બાંધો.આ લોટ થોડો કઠણ રાખો અને એક કલાક સુધી રહેવા દો.ત્યારબાદ તેના લુઆ કરી કોરા લોટ સાથે રોટલી આકારમાં ગોળ વણી લો અને પછી તવી પર ધીમાં તાપે સેકી લો.ત્યારબાદ તેના પર જરૂર પ્રમાણે ઘી લગાવી શાક સાથે ગરમા ગરમ સર્વ કરો.સામાન્ય રીતે ગુજરાતી ઘરોમાં ફુલકા રોટલી ખવાય છે જ્યારે ગુજરાત બહાર ચપાટી ખાવામાં આવે છે.

  સામગ્રી-

  -1 કપ ઘઉંનો ઝીણો લોટ
  -અડધી ચમચી મીંઠુ
  -જરૂર પ્રમાણે તેલ
  -જરૂર પ્રમાણે પાણી
  -રોટલી પર લગાવવા ઘી

  રીત-

  લોટમાં થોડુ મીઠુ અને તેલ નાંખીને બરાબર મિક્સ કરી લો.ત્યારબાદ તેમાં પાણી ઉમેરતા જાઓ અને તમારે જેટલો નરમ જોઈએ તે પ્રમાણે લોટ બાંધી લો.અડધો કલાક સુધી આ લોટને ઢાંકી રાખો.ત્યારબાદ તેના લુઆ કરીને ગોળ રોટલી વણી તવી પર કાચી પાકી થાય તે બાદ ગેસ પર એકદમ ગોળ દડા જેવી ફુલાવી નીચે ઉતારી લો અને તેના પર ઘી લગાવી ગરમાગરમ સર્વ કરો.ગુજરાતી ઘરોમાં આ રોટલી રોજ ખવાય છે.-

  સામગ્રી-

  -અડધો કપ ચણાનો લોટ
  -અડધો કપ ઘઉંનો લોટ
  -અડધો કપ મેંદો
  -ત્રણ ચમચા સોયાનો લોટ
  -એક ચમચો કસૂરી મેથી
  -એક ચમચો તલ
  -અડધી ચમચી લાલ મરચું
  -અડધી ચમચી જીરું
  -પા ચમચી હળદર
  -ચપટી હિંગ
  -મીઠું સ્વાદ પ્રમાણે
  -પોણી ચમચી તલનું તેલ મોણ માટે
  -શેકવા માટે તલનું તેલ

  રીત-

  એક બાઉલમાં ચણાનો લોટ, ઘઉંનો લોટ, મેંદો અને સોયાનો લોટ મિક્સ કરો. એમાં તેલનું મોણ, કસૂરી મેથી, લાલ મરચું, જીરું, હળદર, હિંગ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો. એમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરીને લોટ બાંધો અને દસ મિનિટ ભીના કાપડથી ઢાંકીને અલગ રાખો.૧૦ મિનિટ બાદ ફરી લોટને મસળો અને એના બાર લૂઆ બનાવો. હવે દરેક લૂઆમાંથી થોડી જાડી રોટલી વણી લો.એક નૉન-સ્ટિક તવી ગરમ કરો. એના પર વણેલી રોટલીઓને બન્ને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. છેલ્લે તલનું તેલ લગાવીને તરત જ ઉતારી લો
  :તંદૂરી રોટી-

  સામગ્રી-

  -દોઢ કપ મેંદો
  -દોઢ કપ ઘઉંનો લોટ
  -અડધી ચમચી બેકિંગ પાઉડર
  -અડધો કપ દૂધ
  -ત્રણ ચમચા ઘી
  -મીઠું સ્વાદ પ્રમાણે
  -માખણ જરૂરિયાત પ્રમાણે

  રીત-

  ઘીને હલકું ગરમ કરીને અલગ રાખો. મેંદો અને ઘઉંના લોટને મિક્સ કરો. એમાં બેકિંગ પાઉડર, ગરમ કરેલું ઘી અને મીઠું નાખીને મસળો. એમાં દૂધ નાખીને લોટ બાંધો. એને ઢાંકીને બે કલાક રહેવા દો. હવે એના લૂઆ પાડીને જાડી રોટલી વણો. તંદૂરના ઢાંકણા પર થોડું ઘી લગાવી લૂછી લો અને ગરમ કરવા મૂકો. વણેલી રોટલી પર પાણીનો હાથ લગાવી તંદૂરના ઢાંકણા પર ચીપકાવો. શેકાઈ જાય એટલે એને કાઢી માખણ લગાવીને પીરસો.
  સામગ્રી-

  -ચોખાનો લોટ – ૨ કપ
  – વટાણા – ૧/૨ કપ
  -(બાફેલા વટાણાનો માવો)
  -છીણેલું નારિયેળ – ૫ ટેબલસ્પૂન
  -સમારેલી ડુંગળી – ૧ નંગ
  -સમારેલાં લીલાં મરચાં – ૫ નંગ
  -સમારેલાં લીમડાનાં પાન – ૭ થી ૮ નંગ
  -સમારેલાં કોથમીરનાં પાન – ૨ ટીસ્પૂન
  -પાણી – ૧ કપ
  -આખું જીરું – ૧ ટીસ્પૂન
  -નમક સ્વાદ મુજબ
  -તેલ – ૨ ટીસ્પૂન

  રીત-

  એક બાઉલમાં ચોખાના લોટ સાથે બાકીની બધી જ સામગ્રી મિક્સ કરો. લોટને કૂણો બાંધવા માટે ધીમે ધીમે પાણી ઉમેરતા જાવ અને લોટ બાંધીને તૈયાર કરો. એક પ્લાસ્ટિક સીટમાં તેલ લગાવી લો અને પછી ચોખાના બાંધેલા લોટમાંથી મીડિયમ સાઇઝની રોટલી બને તેટલો ભાગ લઈ લો અને તેને પ્લાસ્ટિક સીટમાં સારી રીતે ગોળ આકારમાં પાથરી દો. તવામાં એક ટીસ્પૂન તેલ મૂકો ને તવા પર ફરતું લગાવી દો. પ્લાસ્ટિકની સીટ પરની રોટલીને તવા પર ટ્રાન્સફર કરી દો.ધીમા તાપે બંને બાજુ સારી રીતે ગરમ કરીને પકવી લો.તૈયાર થયેલી સાઉથ ઇન્ડિયન અક્કી રોટીને નારિયેળની ચટણી સાથે પીરસો.સામગ્રી –

  -1 કપ બાજરીનો લોટ
  -1/4 કપ ઘઉંનો લોટ
  -ચપટી મીઠુ
  -1/2 કપ ગોળ
  -1/4 ટી સ્પૂન દળેલી ઈલાયચી
  -કુણુ પાણી
  -જરૂર મુજબ ઘી

  રીત –

  સૌ પ્રથમ ગોળને થોડા કુણા પાણીમાં ઓગાળી લો. હવે બાજરીનો લોટ, ઘઉંનો લોટ, મીઠુ મિક્સ કરી ચાળી લો. તેમા વાટેલી ઈલાયચી મિક્સ કરો અને ગોળવાળા પાણીની મદદથી લોટ બાંધી લો. ગૂંથેલા લોટની રોટલી વણો. અને ગરમ તવા પર બંને બાજુથી સોનેરી થતા સુધી સેકી લો. લો તૈયાર છે બાજરીની સ્વાદિષ્ટ મીઠી રોટલી. તેના પર ઘી લગાવીને ગરમાગરમ રોટલી પીરસો.

  સામગ્રી-

  -1 1/2 કપ ઘઉંનો લોટ
  -50 ગ્રામ મેંદો
  -1/2 ટી સ્પૂન બેકિંગ પાવડર
  -2 ટે. સ્પૂન તેલ
  -લોટ બાંધવા માટે પાણી જરૂર પ્રમાણે

  રીત-

  ઘઉંનો લોટ મેદો મીઠુ અને બેકિંગ પાવડર ભેળવી તેને ચાળી લો.તેમાં તેલ પાણી મેળવી મુલાયમ કણક બાંધો.ધ્યાન રાખો રૂમાલી રોટીની કણક થોડી લચીલી હોવી જોઈએ
  હવે આ કણકને જીણા સતરાઉ કપડાથી ઢાકી અડધા કલાક માટે રાખો.આ લોટના નાના નાના લુઆ પાડી પાતળી (ટિશ્યૂ પેપર જેવી) ગરમ રોટલી વણો.તવા પર શેકી ગરમ ગરમ સર્વ કરો.

  સામગ્રી-

  -1 કપ મકાઈનો લોટ
  -1/2 કપ ઘઉંનોલોટ
  -1 ટેબલ સ્પૂન આદુ મરચા લસણની પેસ્ટ
  -2 ટેબલ સ્પૂન દહીં
  -2 ટી સ્પૂન તેલ
  -1 ટી સ્પૂન તલ
  -મીઠું સ્વાદ અનુસાર
  -તળવા માટે તેલ

  રીત-

  ઘઉં અને મકાઈના લોટને મિક્સ કરો તેમાં આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરો.તલના દાણા એક ચમચી તેલ ઉમેરો.હવે દહીંમાં પરોઠાનો લોટ બાંધો.હવે તેના નાના નાના લુવા કરી લ્યો.
  આ લુવાને બરાબર ગોળ વણો, તેને લોઢી પર શેકો.શેલો ફ્રાય કરો અને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકવા.લ્યો તૈયાર છે મકાઈ રોટલી, હવે આ ગરમ ગરમ પરોઠાને તમે રાયતા સાથે સર્વ કરો .

  સામગ્રી-

  -ઘઉંનો લોટ 300 ગ્રામ
  -ડુંગળી 100ગ્રામ
  -અંકુરિત મગ 250 ગ્રામ
  -લાલ મરચાનો પાવડર બે ચમચી
  -મીઠુ સ્વાદ પ્રમાણે
  -લીલા મરચાં
  -લીલા ધાણા 50 ગ્રામ
  -ગરમ મસાલાનો પાવડર 1 ચમચી
  -આમચૂર પાવડર દોઢ ચમચી

  રીત-

  ઘઉંના લોટમાં મીઠુ ભેળવીને પાણી વડે ગૂંથો અને થોડો સમય માટે રાખી મૂકો. અંકુરિત મગને થોડી વરાળમાં બાફીને મસળી લો અને તેમાં ઉપરોક્ત બધા મસાલા ભેળવીને પૂરણ તૈયાર કરો.લોટની નાની-નાની લોઈ બનાવી લો. હવે એક લોઈ લઈને તેમાં મિશ્રણ ભરીને તેનો પેંડો બનાવી લો અને તેની રોટલી વણી લો. તવો ગરમ કરી તવા પર રોટલી સેકો. એક તરફ સેકાય જાય કે તેલ લગાવીને બીજી તરફ પણ સેકો. આ રીતે બધી રોટલીઓ તૈયાર કરો-

  સામગ્રી –

  -1 કપ કણકીનો લોટ
  -પ્રમાણસર મીઠુ
  -પ્રમાણસર પાણી

  રીત –

  લોટ ચાળી લો. મીઠુ નાખી પાણીથી રોટલી જેવો બાંધવો. આ કણેકને ખૂબ મસળી 6 લુવા પાડો. કણકીના લોટનું જ અટામણ લઇ નાની નાની રોટલીઓ વણી લોઢી પર ચડવો. ફુલાવો. નરમ કે કડક મનપસંદ રોટલી તૈયાર કરી ઘી લગાવી ગરમ ગરમ પીરસો.
  આ ૧૧મી

 9. Vinod R. Patel January 12, 2015 at 7:35 pm

  રોટલી બનાવવાની કળા સ્ત્રીઓ એ પુરુષો પાસેથી શીખવી રહી !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: