હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ભાનુમતીના જોક

       Bhanumati     સૌને ખબર તો હશે જ કે, સ્વ. ભાનુમતી આપણા ૯૪ વર્ષના લાડીલા વડીલ શ્રી. હિમ્મતલાલ જોશી (‘આતા’) નાં ધર્મપત્ની હતાં. આતાએ અમને મિત્રોને એક વખત કહેલું કે, ચાર ચોપડી પણ નહીં ભણેલાં એવણ સ્વભાવે બહુ આનંદી હતાં; અને તક મળે જોક પણ કહી દેતા. મેં આતાને કહ્યું કે, એકાદ જોક અમને પણ યાદ કરીને કહો તો?

      આ વિનંતીને માન આપીને તેમણે નીચેનો જોક મોકલી આપ્યો છે –

       એક ભાઈ પણ બહુ જોક કહે પણ એની વાઈફનું નામ ન દે. એક બોલકા બેને તે ભાઈને કીધું  આ હિંમત કાકા  ભાનુબેનના બહુ જોક કહે છે  .પણ તમે તમારી વાઈફના જોક કદી કેતા નથી   .પછી અમને એમ લાગે કે તમે તમારી વાઈફથી  ગભરાતા હશો  .
તે ભાઈ કહે, “ના! ના! એવું નથી. મારી વાઈફ પણ ભાનુબેનની જેમ સાંભળી લ્યે. પણ કશું મારી સામે બોલે નહિ.  આવતી વખતે હું એના જોક કહીશ.”

     ઘરે ગયા પછી એની વાઈફને કરગરીને કીધું કે, “આ ગુરુવારે સેન્ટરમાં  મને તારા જોક કહેવા દેજે.  તારા ધણીની કોઈ વાહ વાહ કહે એ તુને નથી ગમતું.? “

     બહુ હાથે પગે લાગીને સમજાવી  ત્યારે એ માની પણ શરત મુકી કે,  “ફક્ત એક જોક કહેજે.”

     ધણી કહે, “સાવ એક જોક કહેવો યોગ્ય ન કહેવાય.”

     પછી એની વહુ કહે, “તો બે જોક કહેજે.  પણ આથી  વધુ અર્ધો જોક પણ કહેતો નહિ .”

     ભાઈ કબુલ થયા  ગુરુવારે  એ જોક કહેવા બેઠા  અને તાનમાં   ને તાનમાં  બે જોક વાળું વચન યાદ નો રહ્યું; અને ત્રીજો જોક કહેવાઈ ગયો. એમના વાઈફ  ઉભા   થઇ  ગયા  અને  મંચ ઉપર જઈને  ભાઈ નો કાંઠલો  પકડ્યો અને બરાડીને બોલ્યાં,” મેર મુઆ !તને  બે જોક કહેવાનું કીધું હતું ને આ ત્રીજો કહેવા બેઠો ? ઘરે આવ્ય પછી તારી વાત છે.” આ ભાઈ ગયા એ ગયા પાછા સેન્ટરમાં આવ્યા નથી   .
મેં ભાનુમતીને  મારા જોક કહેવાનું કહ્યું . એ હવે તમે સાંભળો  .
ભાનુબેન કહે, “એક વખત આ તમારા કાકા  મને ચિત્રનું  પ્રદર્શન જોવા તેડી ગયા .  પ્રદર્શનના દરવાજામાં પ્રવેશ કર્યો, અને બોલ્યા  ” અહી નક્કામાં પૈસા બગડ્યા. આ જો તો ખરી  કેવું ગન્ધારું  અગ્લી ચિત્તર છે ?”

     હું ગઈ અને કીધું, ” એ ચિત્ર નથી. એ અરીસો છે અને એમાં તમારું મોઢું દેખાય છે!”

બોલો શ્રી, ભાનુમતિ માતકી જય !!

    આનો બીજો ભાગ વાંચવા તમારે તેમના બ્લોગની મુલાકાત લેવી પડશે – અહીં.

Advertisements

4 responses to “ભાનુમતીના જોક

 1. aataawaani ઓક્ટોબર 6, 2016 પર 7:29 એ એમ (am)

  પ્રિય વિમળા બેન
  હું પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરતો હતો . કામ વહેલી સવારે 7 વાગ્યેશરુ થઇ જાય . એક દિવસ મારા ભાઈને બહુ વહેલું ક્યાંક જવાનું હોવાથી મને બહુ વહેલો મને નોકરી ઉપર મૂકી ગયો . પ્રેસ બંધ હતો , એટલે હું બહાર બાંકડા ઉપર આડો પડ્યો .અને મને ઊંઘ આવી ગઈ . કામના સમયે વર્કરો આવવા માંડયા . એક શરારતી છોકરે મારા માથાના વાળમાં સાઈ ચોપડી દીધી . હું ચર્યો વચર્યો ઉઠ્યો . અને કામે વળગી ગયો . જયારે મેં અરીસામાં મોઢું જોયું ત્યારે શાહી ચોપડયાની ખબર પડી .
  આનો મેં દોહરો બનાવ્યો
  જરા ગઈ જવાની આવી કાળા બનાવ્યા કેશ
  પૂર્વ દેશનો પરહર્યો પહેર્યો પશ્ચિમ વેશ .

 2. સુરેશ નવેમ્બર 20, 2014 પર 4:25 પી એમ(pm)

  આમાં તો લખનૌ વાળી કરવી પડશે.

  पहले आप!

 3. P.K.Davda નવેમ્બર 20, 2014 પર 12:33 પી એમ(pm)

  સુરેશભાઈ, હવે બધાએ હિમ્મત કરી આગળ આવવું જોઈએ, શરૂઆત કરો.

 4. Vimala Gohil નવેમ્બર 18, 2014 પર 5:33 પી એમ(pm)

  બોલો શ્રી, ભાનુમતિ માતકી જય !!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: