હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

કાકાએ પકડી કાનપટ્ટી!

આપણામાંના કેટલા કાકાઓ આ કાકા જેવા વાંકા છે?

છેલ્લે સુધી માણવા વિનંતી!9

10 responses to “કાકાએ પકડી કાનપટ્ટી!

 1. aataawaani November 10, 2014 at 1:20 pm

  શરદભાઈ
  મને તો વાંકા વાળવા વાળી કાકી વહેલી જતી રહી . અને મને ઘડપણ આવશે ત્યાં સુધીમાં ઘણીયુંય કાકીયું ફૂટી નીકળશે .

 2. pragnaju November 10, 2014 at 1:09 pm

  યાદ આવ્યું
  કાકીએ કાકાનો કાન કચડ કચડ કરડી કાઢ્યો

 3. Sharad Shah November 10, 2014 at 8:55 am

  ઘડપણ કોણે મોકલ્યું જાણ્યું જોબન રહે સૌ કાળ – ઘડપણ. – ટેક.
  ઉંબરા તો ડુંગરા થયા રે, પાદર થયાં રે પરદેશ,
  ગોળી તો ગંગા થઈ રે, અંગે ઊજળા થયા છે કેશ. — ઘડપણ
  નહોતું જોઈતું તે શીદ આવિયું રે, નહોતી જોઈ તારી વાટ,
  ઘરમાંથી હળવા થયા રે, કહે ખૂણે ઢાળો એની ખાટ. — ઘડપણ
  નાનપણે ભાવે લાડવા રે, ઘડપણે ભાવે સેવ,
  રોજ ને રોજ જોઈએ રાબડી રે, એવી બળી રે ઘડપણની ટેવ. — ઘડપણ
  પ્રાતકાળે પ્રાણ માહરા રે, અન્ન વિના અકળાય,
  ઘરના કહે મરતો નથી રે, તેને બેસી રહેતા શું થાય. — ઘડપણ
  દીકરા તો જૂજવા થયા રે, વહૂઅરો દે છે ગાળ,
  દીકરીઓને જમાઈ લઈ ગયા રે, હવે ઘડપણના શા હાલ. — ઘડપણ
  નવ નાડીઓ જૂજવી પડી રે, આવી પહોંચ્યો કાળ,
  બૈરાંછોકરાં ફટ ફટ કરે રે, નાનાં મોટા મળી દે છે ગાળ.– ઘડપણ
  આવી વેળા અંતકાળની રે, દીકરા પધાર્યા દ્વાર,
  પાંસળીએથી છોડી વાંસળી રે, લઈ લીધી તેણી વાર. — ઘડપણ
  એવું જાણી સૌ હરી ભજો રે, સાંભળજો સૌ સાથ,
  પરઉપકાર કરી પામશો રે, જે કંઈ કીધું હશે જમણે હાથ. — ઘડપણ
  એવું નફટ છે આ વૃદ્ધપણું રે, મૂકી દો સૌ અહંકાર,
  ધરમના સત્ય વચન થકી રે મહેતો નરસૈં ઊતર્યો ભવપાર. — ઘડપણ
  નરસિંહ મહેતા

 4. Sharad Shah November 10, 2014 at 8:15 am

  સ્કુલમાં ભણતા ત્યારે લેશન ન કર્યું હોય તો અમારા માસ્તર અમને ક્રોસ કાન પટ્ટી પકડાવી ઊઠબેઠક કરાવતા. ત્યારે તે મોટી સજા લાગતી અને ઊઠબેઠક કરતાં કરતાં મનમાંને મનમાં માસ્તરને કોષતા.
  પણ પછી યોગાસનનો અભ્યાસ કર્યો ત્યારે ખબર પડી કે આ એક યોગનુ અતિ મહત્વપૂર્ણ આસન છે અને જેના શારિરીક અને માનસિક સ્તરે અનેક ફાયદાઓ છે. આ આસન બહુ પ્રચલિત ન થયું કારણકે તે સજાના રુપમાં કરાવવામાં આવતું.આપણા ઋષિમુનીઓએ સજા પણ આપણા ફાયદા માટે ઈજાદ કરેલી. પરંતુ હવે આવી શારિરીક સજાઓ આધુનિક શિક્ષણ વ્યવસ્થામાં નથી થતી.
  બાળકોને તેમના દુષ્કૃત્યો માટે શારિરીક સજા ન કરવી જોઈએ તેવો મત આપણે ધરાવતા થઈ ગયા છીએ.
  મારા પિતા ગાંધીવાદી હતા અને શ્રમ કરવાનુ અમને બાળપણથી શિખવેલ. તેઓ પોતે પણ જીવ્યા ત્યાંસુધી શારિરીક શ્રમ કરતાં અને અમને પણ કરાવતા. વળી ગુજરાત વિદ્યાપીઠમાં હોસ્ટેલમાં રહી ભણવાનુ થયું તો ત્યાં પણ રોજ બધા વિદ્યાર્થીઓ પાસે એકથી બે કલાક શારિરીક શ્રમ કરાવાતો. અમે જાત જાતનો શ્રમ સમુહમાં કરતા અને આનંદ આવતો. આજે સ્કુલમાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કે બીજો કોઈપણ પ્રકારનો શ્રમ કરાવવામાં આવે તો મીડિયાવાળા હો હા કરી મુકે અને શાળાને બદનામ કરી મુકે, કે શ્રમ કરાવનાર શિક્ષકોને બરતરફ કરવા સ્કુલ મેનેજમેન્ટને મજબુર કરી મુકે. આ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. મારી દૃષ્ટિએ બાળકોને બાળપણથીજ શારિરીક શ્રમના સંસ્કારો રેડવા જોઈએ અને કોઈપણ પ્રકારનો શ્રમ તે શરમ ન સમજે તે તેને બાળપણથી જ શિખવવું જોઈએ. પર્ંતુ આધુનિક શિક્ષણ પદ્ધતિ માનવને ક્યાં લઈ જશે તે કહેવું મુશ્કેલ છે.

  • સુરેશ November 10, 2014 at 8:41 am

   શરદ ભાઈ
   તમારી વાત ચપટીક આડા પાટે ચઢી ગઈ. આ બાનુએ કાકાને ઊઠબેસ કરાવવી જોઈતી હતી !!
   ખેર… ખાનપાનની કસરત પણ આવા આડા કાકાઓ માટે જરૂરી છે !!

   • Sharad Shah November 10, 2014 at 9:02 am

    કાનપટ્ટી તો એક બહાનુ મળ્યું કેટલીક જીવન ઉપયોગી વાત કરવા માટે. જીવનમાં કેટલાંક સત્યો સમજાઈ જાય તો ઘણી બધી ફરિયાદો ઓછી થઈ જાય અને વગર જોક વાંચ્યે જીવનમાં હાસ્યરસ ઉતરે.આપણે નાની નાની વાતોમાંથી આનંદ લેતાં ભુલી ગયા છીએ તેવું નથી લાગતું?

 5. pravinshastri November 9, 2014 at 9:27 pm

  જાણે મારી જ વાત.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: