હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સુરત એરપોર્ટ

સુરત એરપોર્ટ પર Spice જેટ નુ વિમાન એક ભેંસ સાથે અથડાણુ. આ ઘટના પછી કદાચ નીચે મુજબ સમાચાર વાંચવા મળે.

– ભરવાડો એ એરપોર્ટ ની કેન્ટીન મા દુધ આપવાની ના પાડી.

– Spice જેટ વાળા હવે ભરવાડો ને ટીકિટ નહી આપે.

-ભેંસ ભટકાણી એટલે વાંધો નથી પરંતુ જો ગાય ભટકાણી હોત તો સુરતમાં હડતાળ પડત. કદાચ હુલ્લડ પણ થાત.

– એવી વાતો વહેતી થઈ છે કે પાયલોટો ને “એ ..હો” “ડચર ડચર” વિગેરે ડચકારા બોલાવતા શીખવવુ જરૂરી છે.

– આ લોકો વિમાન મા હોર્ન કેમ નથી રાખતા હોય?

 

Thank you – Satish Vyas)

9 responses to “સુરત એરપોર્ટ

 1. jagdish48 November 10, 2014 at 8:34 am

  ચિંતા કરવા જેવું નથી, ત્રણમાંથી એક ભેંસ હજુ પકડાઈ નથી. એરપોર્ટ કેન્ટીનવાળા તેને બાંધી લેશે, પછી દુધનો વાંધો નહી આવે. 🙂

 2. aataawaani November 9, 2014 at 6:17 pm

  વિમાન સાથે અથડાવ નારી ભેંસ સુરતી હશે અમારા મલકની ભેસ હત તો વિમાનનો ભૂકો કરી નાખત
  બીજી વાત આ ડોક્ટર કિશોર મોદીએ મારી એક બુકમાં પ્રસ્તાવના લખી આપી છે . એ ડોક્ટર કે જેની પત્નીનું નામ ધૃતિ છે .

 3. aataawaani November 9, 2014 at 6:07 pm

  એક આતા જેવડો ભાભો રાજેન્દ્ર ત્રિવેદી જેવા ડોક્ટર પાસે ગયો .ડોકટરે પુચ્છ્યું કાકા શું થાય છે કાકા બોલ્યા તમને ખબર પડે કે મને તમે દાકતર છો હું નથી . દાકતર બોલ્યો હું દાકતર સાચો પણ માણસનો ઢોરનો નહિ .

 4. pragnaju November 9, 2014 at 6:26 am

  VTV – TREMENDOUS JAPHARABADI BUFFALO , AMRELI …
  Video for ભેંસ► 1:20► 1:20
  http://www.youtube.com/watch?v=e00uu0mXN8c
  Apr 14, 2012 – Uploaded by VtvGujarati Gaurav
  સાવરકુંડલામાં એક ભેંસ રોજનું ૪૦ લીટર દૂધ આપે છે.પાંચ પેઢીઓથી દુધનો વ્યવસાય કરતા હાજી દિલાવરભાઈ મલેકના તબેલામાં હાલ માનવ મહેરામણ ઉમટી પડયું આ જાફરાબાદી …
  Exclusive : સુરતમાં એરપોર્ટ ફરી ગંભીર … – YouTube
  Video for ભેંસ► 2:50► 2:50
  http://www.youtube.com/watch?v=s-hXdO-ID-Q
  1 day ago – Uploaded by GSTVBROADCAST
  Exclusive : સુરતમાં એરપોર્ટ ફરી ગંભીર બેદરકારી, ભેંસ બાદ હવે ગાય પણ રનવે પર. GSTVBROADCAST. SubscribeSubscribedUnsubscribe 1,421. Subscription preferences. Loading ..
  અમને ગર્વ છે કે વિમાનમા મુસાફરી કરતા પહેલા અમે ભેંસ પર બેસી મુસાફરી કરી હતી !
  આ હકીકત ફરીથી જણાવવા બદલ ….
  અમેરીકામા ગાયનું જ દૂધ મળે છે અમે ભેંસનું દૂધ મીસ કરીએ છીએ
  યાદ
  નાનપણમાં બોરાં વીણવા જતા.
  કાતરા પણ વીણતા.
  કો’કની વાડીમાં ઘૂસી ચીભડાં ચોરતા.
  ટેટા પાડતા.
  બધા ભાઈબંધો પોતાનાં ખિસ્સામાંથી
  ઢગલી કરતા ને ભાગ પાડતા –
  – આ ભાગ ટીંકુનો.
  – આ ભાગ દીપુનો.
  – આ ભાગ ભનિયાનો, કનિયાનો …
  છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા –
  ‘આ ભાગ ભગવાનનો !’સૌ પોતપોતાની ઢગલી
  ખિસ્સામાં ભરતા,
  ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી
  રમવા દોડી જતા.ભગવાન રાતે આવે, છાનામાના
  ને પોતાનો ભાગ ખાઈ જાય – એમ અમે કહેતા.પછી મોટા થયા.
  બે હાથે ઘણું ય ભેગું કર્યું;
  ભાગ પાડ્યા – ઘરના, ઘરવખરીના,
  ગાય, ભેંસ, બકરીના.
  અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો ?
  અમારી હુરટીમા
  આયખાનું કાં અટામણ કરવું છે ?
  લાગણીથી પાકું ઝારણ કરવું છે.

  નાન્લી મંછા મારી ફળવાની જરૂર,
  તાજું હમણાનું સિરામણ કરવું છે.

  આપળે જીવવું ને મરવું ગામમાં,
  ભેંહ જેવું તેથી માંડણ કરવું છે.

  રોજ માથાથી વળી પાંગત હુધી,
  ફોમ કરીને મનનું મારણ કરવું છે.

  નામ એનું લેઇ લેઇને કિસોર,
  જીબ પર એકવરું આંટણ કરવું છે.

  -ડૉ. કિશોર મોદી

  કાં= ક્યાં, નાન્લી= નાની, મંછા= મનની ઇચ્છા, હમણાનું= શમણાનું,
  સિરામણ= શિરામણ, આપળે= આપણે, ભેંહ= ભેંસ,
  માંડણ= પાદરે પાણી અને કાદવથી ભરેલો ખાડો, ફોમ= યાદ,
  લેઇ લેઇને= લઇ લઇને, જીબ= જીભ, એકવરું= એકીસાથે.

  • Sharad Shah November 9, 2014 at 7:40 am

   સુંદર. કિશોરભાઈની કવિતામાં મજા પડી ગઈ.

  • સુરેશ November 9, 2014 at 8:19 am

   અમને ગર્વ છે કે વિમાનમા મુસાફરી કરતા પહેલા અમે ભેંસ પર બેસી મુસાફરી કરી હતી !

   એ અનુભવો ‘શેર’ કરજો. કિમોનો શેર તો અહીં આપી દીધો જાપાનીઝ કે’વાય ? !!

 5. pravinshastri November 9, 2014 at 5:53 am

  સુરેશ્ભાઈ. જો લંબકર્ણ સાથે પ્લેન અથદાયું હોત તો?

  • સુરેશ November 9, 2014 at 8:15 am

   પરવીન ભાઈ ( શાસ્ત્રીને સંબોધન છે – બાબીને નૈ !!!)
   અહીં કોઈ સાહિત્યકાર નથી … એટલે મેં નેટ પર ગોતી ગોતીને લઅકર્ણનો અરથ ગોતી કાડ્યો.
   શુદ્ધ ગુજરાતીમાં


   ‘ ગધેડો ‘

   પછી ………

   હુરટીઓ તો આપણા પરગણા બુન જેવા ડાહ્યા પણ અમદાવાદના ગધેડાઓએ હડતાળ પાડી હોત !!
   જો પાછું અવળચંડું ! પરગણા બુન સંબોધન પ્રજ્ઞાબેન માટે કરી દીધું .
   બોલો આ જણને લંબકર્ણ ઉર્ફે ગધેડો જ કે’વાય ને ? !!!

   • pravinshastri November 9, 2014 at 1:02 pm

    આમ તો અમે ભગવતિકુમાર શર્માજીના ગામના એતલે ગધેરાઓને પન ગધેરો ના કહીયે. અમે તો ગધેરાને પરજાપતિનો ઘોરો કહીયે. ટમને ખબર ના હોય પન એ ઘોરાઓ રસ્ટા પર થી કાગર ખાટા હોય છે. એક વાર મારી લખેલી વારટાના કાગર મેં ફેંકી ડીઢા. મારા મનથી એમ કે ગધેરો ખાઈ જહે. પન એ ટો સાલો બઉ સિલેક્ટિવ સંપાડક હતૉ. મારી વાર્ટાને હાઢા વગર પાછલી કાટ મારીને હોંચી હોંચી કરટો ભાગી ગયો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: