હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

અમારી સવાર

 It never ends….

        અને એનો આ પડઘો !!

        હવે જે ‘શેર’ને  આવા સ્વાનુભવો ‘શેર’ કરવા હોય; તેમને કરવા આમંત્રણ છે – ‘શેર’ લખવા પણ છૂટ છે. પણ ‘શેર’ બજારની કોઈ વાત નૈ હોં !!!

સવારે બ્રશ કરી ચા નાસ્તાની રાહ જોતો છાપુ લઈને વાંચવા બેઠો કે શ્રિમતી નો રસોડામાંથી અવાજ આવ્યો.
શ્રિમતીઃ કહું છું સવારે નાસ્તામાં શું લેશો?
શ્રિમાનઃ બસ થોડા વઘારેલા મમરા પડ્યા છે તે લઈ લઈશ.
શ્રિમતીઃ હવે મમરાતો ત્રણ દિવસથી ખાઓ જ છો. ગરમ નાસ્તામાં શું લેશો?
શ્રિમાનઃ તારે જે બનાવવું હોય તે બનાવ.
શ્રિમતીઃ અરે, આજે તો શરદ પૂનમ છે. તમે કહો તે બનાવી દઊં.
(મને થયું આજે તો વિશેષ દિવસ છે અને શ્રિમતીનો પ્રેમ ઉભરાયો છે તો મનભાવન ફરમાઈશ કરી દઊં)
શ્રિમાનઃ સારું તો ગરમ ગરમ ભજીયા બનાવી દે.
શ્રિમતીઃ પણ બટાકા તો બે જ પડ્યા છે.
શ્રિમાનઃ તો ડુંગળીનાને મરચાના બનાવ.
શ્રિમતીઃ તમને ખબર તો છે કે મને મરચાંથી એસિડીટી થઈ જાય છે.
શ્રિમાનઃ સારું તો, ઢોકળા બનાવી દે.
શ્રિમતીઃ તમેય શું? ઢોકળાનુ છ કલાક પહેલા પલાળવું પડે.
શ્રિમાનઃ તો ખીચુ બનાવ. તે તરત બની જશે.
શ્રિમતીઃ જો ખીચુ દિકરાઓ કોઇ ખાવાના નથી. તમને એકલાને જ ભાવે છે.
શ્રિમાનઃ તો પછી તારે જે બનાવવું હોય તે બનાવ.
શ્રિમતીઃ બટાકા પૌઆ બનાવી દઊંં. બધાને ભાવશે.
શ્રિમાનઃ સારું બટાકા પૌઆ બનાવ.
શ્રિમતીઃ તમે આ છાપુ લઈને સવારે સવારે બેસી ગયા. તો એને બાજુ પર મુકો અને લ્યો આ બટાકા, ડુંગળી, મરચા, કોઠમીર સમારી આપો એટલે ઝટ પાર આવે.
શ્રિમાનઃ સારું લાવ સમારી આપું.
(હું સમારવા બેઠો અને શ્રિમતીએ જઈને પૌઆ પલાળી દીધા. ત્યાં તો થોડીવારમાં મારી સાસુમાનો ફોન આવ્યો. મા-દીકરી ફોન પર જામી પડ્યા.)
સાસુમાઃ બધા મજામાં ને? શું કરે છે?
શ્રિમતીઃ આ તમારા જમાઈને આજે બટાકા પૌઆ ખાવાનુ મન થયું તે સવારના નાસ્તામાં બનાવતી હતી.
સાસુમાઃ શું કરે છે જમાઈ રાજા?
શ્રિમતીઃ બસ આ જો છાપુ વાંચતા હતા. બે બટાકા પડ્યાતા તે સમારવા આપ્યા છે તે સમારે છે.
(મા-દિકરીની વાતો અડધો કલાકે પણ પૂરી ન થઈ. અને છેવટે વાત કરતા કરતા શ્રિમતીનો હુકમ આવ્યો.)
શ્રિમતીઃ કહુ છું સમારવાનુ પતી ગયું?
શ્રિમાનઃ હા, બધું અલગ અલગ સમારીને ગોઠવી રાખ્યું છે.
શ્રિમતીઃ તો, એક કામ કરોને. મેં પૌઆ ચાળણીમાં પલાળી રાખ્યા છે. ખાલી વઘારવાના જ છે. ચાર ચમચા તેલ મુકી રાઈ, જીરુ, હળદર,મીઠું અને ચપટી હિંગ નાખી, બાકી બધુ સમાર્યુ છે તે નાખી દેજો.
શ્રિમાનઃ સારું, (કહી રસોડામાં જઈ. બટાકા પૌઆ વઘારી નાખ્યા કે ઘડિક વારે શ્રિમતીનો ફોન પત્યો એટલે આવીને કહે)
શ્રિમતીઃ સોરી, હોં… મમ્મીનો બહુ વખતે ફોન આવ્યો એટલે વાતોએ ચઢી ગયા હતા. ચાલો ચા પણ તૈયાર છે. ગરમ ગરમ બટાકા પૌઆ અને ચા… મજા આવશે.
આમ સવારે આજે ગરમ નાસ્તાથી અમારી સવારની શરુઆત થઈ.

 

Advertisements

6 responses to “અમારી સવાર

 1. chaman November 11, 2014 at 11:27 am

  લ્યો માંડા માંડા આજે વાંચવા મળ્યો.
  માંડા માંડા મને મજા પડી ગઈ!
  નાસ્તાની અદેખાઈ આવી ગઈ!!

  “ચમન”

 2. kirit121 November 9, 2014 at 8:33 am

  We all are getting pleasure in doing this, Is this complain??, I make my own breakfast, and for my wife,
  why? because she do puja in morning for 1 hour, No complain , Now a days we don’t eat alone, we Have Television, very peaceful and enjoyable

 3. bankjet November 8, 2014 at 11:26 pm

  Reblogged this on Bankjet.

 4. pragnaju November 8, 2014 at 6:56 pm

  યાદ અમારો એક દિન…અમારી દિકરી ટેબલ સાફ કરી નાખે છે. તેના પર નાસ્તો ગોઠવી દે છે. ચા બનાવી દે છે.
  દીકરો – વહુ આવીને ચા-નાસ્તો કરી જાય છે.
  ફરી બેલ વાગ્યો અને પતિ આવ્યા. હાથ – મો ધોઈ એ પણ ટેબલ પર આવે છે. એમની સામે પણ ચાનો કપ અને નાસ્તાની ડીશ મૂકી જાય છે. એ પતિની સામે બેસે છે. એને હતું કે પતિ બે વાત કરશે. પણ નાસ્તો કરતા કરતા એ તો છાપામાં ડૂબેલા છે. આજે સવારે છાપુ નહોતું વંચાયું, તે પૂરું કરી નાખવું છે.
  ત્યાં દીકરો આવી પૂછે છે, ‘મમ્મી ! મારા રૂમમાંથી બામની શીશી તે લીધી છે ?’
  ‘હા,’ કહી ઉઠીને બામની શીશી આપે છે. ‘કેમ બેટા, માથું દુખે છે? લાવ, બામ લગાવી અપૂ !’
  ‘મમ્મી, મારું નહી, લતાનું’ – કહી દીકરો ઝટ ચાલ્યો જાય છે. એના મનમાં જરીક વિચાર આવી જાય છે કે દીકરાએ પણ ના પૂછ્યું કે માં તારે બામ કેમ લેવો પડ્યો ? તારું માથું દુખ્યું હતું ?
  રસોડાનું થોડું કામ પતાવી એ ઝટ – ઝટ દીકરા-વહુના ઓરડામાં જાય છે. ‘લતા – બેટા ! લાવ, માથું દબાવી દઉં’ પણ ત્યાં તો … ‘શી… શી… એને ઊંઘ આવી ગઈ છે, જગદીશ નહી’ એમ દીકરાએ ઇશારાથી કહ્યું.
  ત્યાં તો નાનો દીકરો ચાર – પાંચ દોસ્તોને લઈને આવી પહોચ્યો. ‘મમ્મી, નાસ્તો ! ચાર કપ ચા અને બે કૉફી.’
  ચા-નાસ્તો થાય છે. ગપ્પા મરાય છે. મમ્મી જોતી જોતી જોતી ભુતકારમાં સારી જાય છે… પહેલા તો પતિ આવે ત્યારે ચારેય જણ સાથે બેસીને ચા – નાસ્તો કરતા અને નિરાંતે વાતો કરતા. એકાદ કલાક બેઠક જામતી. પણ હવે એ પરંપરા તૂટી ગઈ છે. કોઈને સાથે બેસવાનો સમય જ ક્યાં છે ? દરેક પોતપોતાની દુનિયામાં વ્યસ્ત છે, મસ્ત છે. મારી પોતાની કોઈ દુનિયા ખરી ? આ બધાની દુનિયા એ જ મારી દુનિયા ને !
  તેવામાં પતિને યાદ આવ્યું અને એ બોલ્યા, ‘કાલે મહેતાનો ફોન આવેલો. મને કહ્યુયે નહી ? તને કેટલી વાર કહ્યું કે ફોન પાસે કાગર ઉપર લખી રાખ !’
  થોડી વારે શાક લઈને એ પતિ પાસે જઈ બેથી. એ શક સમારતી રહે છે. એકાદ વાર કૈક વાત ઉપાડવા જઈ છે, ‘પણ ‘હં… અ…’ કરી પતિ વાંચવામાં જ લીન છે. એ શક સમારીને રસોડામાં પેસે છે.
  હવે રસોઈ બધી તૈયાર છે. પણ જમનારા ક્યાં ? પતિને બોલાવવા ગઈ તો કહે, ‘થોડી વાર પછી’. નાનો દીકરો ફરી બહાર ગયો છે. મોટા દીકરા – વહુના ઓરડાનું બારણું હજી ખ્લુયું નથી.
  કેટલીયે વાર સુધી એ શૂન્યમનસ્ક બેસી રહી. ત્યાં એની નજર પુસ્તકની અભરાઈ પર પડી. એક પુસ્તક લઇ એ પથારીમાં અડી પડી. જોયું તો એકાદ વરસ પહેલા એ પુસ્તક વાંચવા લીધેલું, પછી છૂટી ગયેલું. આજ એ જ પુસ્તકમાં તન્મય થાય ગઈ. કોઈની હાકથી જાગી અને ચોકીને જોયું તો વહુ, બંને દીકરા ને પતિ વિસ્મિત નજરે એને જોઈ રહ્યા છે.
  ‘મમ્મી, તું તો તારામાં જ ખોવાઈ ગઈ ! ખવડાવવું છે કે નહી ?’

 5. aataawaani November 8, 2014 at 6:27 pm

  તમારે બધાયને તો શ્રીમતીયું છે , એટલે ચા નાસ્તા માટે બોલાવે ,અને ફોસલાવી પતાવીને ચા નાસ્તો બનાવ ડાવે .
  પણ મારા જેવાનું શું ?
  મને ભગવાને દીધીયું થોડીક્યું ગર્લ ફ્રેન્ડું છે . એ મને મીઠી મીઠી વાતુંમાં ભોળવીને અને પછી આંખ મારીને મને પાણી પાણી કરી નાખે છે .અને પછી હુકુમ કરે છે કે મને પાણી પૂરી ખાવા લઈજા .પછી હું એને પાણી પૂરી ખાવા લઇ જાઉં .પછી એ આખું મટકું પાણી અને એક ટોપલો પૂરી ખાઈ ગયા પછી બોલે .આ તો મેં કીધું અને તે ખવડાવ્યું , હવે તારી મરજીથી તુને ગમે એ વાનગી ખવડાવ . મેં કીધું તો ચલ હું તુને રણછોડ રેકડી વાળાની રેક્ડીયે લઇ જાઉં અને ગરમા ગરમ ગાંઠીયા ખવડાવું . તો તે બોલી એ ગાંઠીયા રણછોડ
  હનુમાન જતીને ચડાવેલા તેલમાંથી તળેલા ગાંઠીયા લોકોને ખવડાવે છે . એના કરતા મને તું રેડ લાબ સ્ટાર રેસ્ટોરામાં લઇ જાને ? હું એને ત્યાં લઇ ગયો .એને ખુબ ખાધું પછી બોલી હું હમણાથી ડાય ટીંગ કરુ છું એટલે બહુ નથી ખાતી . મને મારા મનમાં થયું કે મને આ અર્ધા કાઠિયાવાડી અને અર્ધા અમદાવાદીને ગોરી અમેરિકન બનાવી જાય એ કેમ ચાલે ,
  મેં બીલ ચુકવવા ખીસામાં હાથ નાખ્યો ,અને બોલ્યો અરે રામ રામ પૈસાનું પાકીટ ક્યાંક ભૂલાઈ ગયું લાગે છે , અને પછી ખોટે ખોટો નિસાસો નાખ્યો ,એટલે બીલના પૈસા પોતે આપી દીધા .અને બોલી હવે ક્યાંક રેસ્ટોરામાં જઈએ તો તું તારા ખિસ્સામાં પૈસા બરાબર છે ને એની તપાસ કરી લેવી .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: