હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

It never ends

સાભારશ્રી. કમલેશ દવે, ટોરોન્ટો– ( આ લખનારના જૂના સહકાર્યકર ) 

આ કાર્ટૂન અંગ્રેઝીમાં જ માણી શકાય એવું છે. આતા માફ કરે!

જો  કે, એનો  મત્લા યુનિવર્સલ છે !!!

never_ends

 

 જો કોઈ વાચક મિત્રને મન થાય ; અને આ સંવાદનો  (રોજની ભાષામાં)  ભાવાનુવાદ કરી આપે તો, અહીં પ્રકાશિત કરવાનું ગમશે

– વધારે પોતીકું લાગશે !!

Advertisements

5 responses to “It never ends

 1. pragnaju November 8, 2014 at 7:07 pm

  કાર્ટૂન અને પ્રતિભાવ સ રસ

 2. aataawaani November 8, 2014 at 6:41 pm

  એક દિ એક બાયડીએ ઇના ભાયડાને પૂછ્યું સાંભળ્યું છેકે સર્ગમાં ધણી ધણીયાણીને નથી ભેગા રેવા દેતા એનું કીમ ? ધણી બોલ્યો સરગને ભગવાન નરકમાં ફેરવી નાખવા નથી માગતા .

 3. pravinshastri November 8, 2014 at 2:57 pm

  I posted the same on facebook…LOL.

 4. Sharad Shah November 8, 2014 at 11:31 am

  અમારી સવાર.
  સવારે બ્રશ કરી ચા નાસ્તાની રાહ જોતો છાપુ લઈને વાંચવા બેઠો કે શ્રિમતી નો રસોડામાંથી અવાજ આવ્યો.
  શ્રિમતીઃ કહું છું સવારે નાસ્તામાં શું લેશો?
  શ્રિમાનઃ બસ થોડા વઘારેલા મમરા પડ્યા છે તે લઈ લઈશ.
  શ્રિમતીઃ હવે મમરાતો ત્રણ દિવસથી ખાઓ જ છો. ગરમ નાસ્તામાં શું લેશો?
  શ્રિમાનઃ તારે જે બનાવવું હોય તે બનાવ.
  શ્રિમતીઃ અરે, આજે તો શરદ પૂનમ છે. તમે કહો તે બનાવી દઊં.
  (મને થયું આજે તો વિશેષ દિવસ છે અને શ્રિમતીનો પ્રેમ ઉભરાયો છે તો મનભાવન ફરમાઈશ કરી દઊં)
  શ્રિમાનઃ સારું તો ગરમ ગરમ ભજીયા બનાવી દે.
  શ્રિમતીઃ પણ બટાકા તો બે જ પડ્યા છે.
  શ્રિમાનઃ તો ડુંગળીનાને મરચાના બનાવ.
  શ્રિમતીઃ તમને ખબર તો છે કે મને મરચાંથી એસિડીટી થઈ જાય છે.
  શ્રિમાનઃ સારું તો, ઢોકળા બનાવી દે.
  શ્રિમતીઃ તમેય શું? ઢોકળાનુ છ કલાક પહેલા પલાળવું પડે.
  શ્રિમાનઃ તો ખીચુ બનાવ. તે તરત બની જશે.
  શ્રિમતીઃ જો ખીચુ દિકરાઓ કોઇ ખાવાના નથી. તમને એકલાને જ ભાવે છે.
  શ્રિમાનઃ તો પછી તારે જે બનાવવું હોય તે બનાવ.
  શ્રિમતીઃ બટાકા પૌઆ બનાવી દઊંં. બધાને ભાવશે.
  શ્રિમાનઃ સારું બટાકા પૌઆ બનાવ.
  શ્રિમતીઃ તમે આ છાપુ લઈને સવારે સવારે બેસી ગયા. તો એને બાજુ પર મુકો અને લ્યો આ બટાકા, ડુંગળી, મરચા, કોઠમીર સમારી આપો એટલે ઝટ પાર આવે.
  શ્રિમાનઃ સારું લાવ સમારી આપું.
  (હું સમારવા બેઠો અને શ્રિમતીએ જઈને પૌઆ પલાળી દીધા. ત્યાં તો થોડીવારમાં મારી સાસુમાનો ફોન આવ્યો. મા-દીકરી ફોન પર જામી પડ્યા.)
  સાસુમાઃ બધા મજામાં ને? શું કરે છે?
  શ્રિમતીઃ આ તમારા જમાઈને આજે બટાકા પૌઆ ખાવાનુ મન થયું તે સવારના નાસ્તામાં બનાવતી હતી.
  સાસુમાઃ શું કરે છે જમાઈ રાજા?
  શ્રિમતીઃ બસ આ જો છાપુ વાંચતા હતા. બે બટાકા પડ્યાતા તે સમારવા આપ્યા છે તે સમારે છે.
  (મા-દિકરીની વાતો અડધો કલાકે પણ પૂરી ન થઈ. અને છેવટે વાત કરતા કરતા શ્રિમતીનો હુકમ આવ્યો.)
  શ્રિમતીઃ કહુ છું સમારવાનુ પતી ગયું?
  શ્રિમાનઃ હા, બધું અલગ અલગ સમારીને ગોઠવી રાખ્યું છે.
  શ્રિમતીઃ તો, એક કામ કરોને. મેં પૌઆ ચાળણીમાં પલાળી રાખ્યા છે. ખાલી વઘારવાના જ છે. ચાર ચમચા તેલ મુકી રાઈ, જીરુ, હળદર,મીઠું અને ચપટી હિંગ નાખી, બાકી બધુ સમાર્યુ છે તે નાખી દેજો.
  શ્રિમાનઃ સારું, (કહી રસોડામાં જઈ. બટાકા પૌઆ વઘારી નાખ્યા કે ઘડિક વારે શ્રિમતીનો ફોન પત્યો એટલે આવીને કહે)
  શ્રિમતીઃ સોરી, હોં… મમ્મીનો બહુ વખતે ફોન આવ્યો એટલે વાતોએ ચઢી ગયા હતા. ચાલો ચા પણ તૈયાર છે. ગરમ ગરમ બટાકા પૌઆ અને ચા… મજા આવશે.
  આમ સવારે આજે ગરમ નાસ્તાથી અમારી સવારની શરુઆત થઈ.

 5. Sharad Shah November 8, 2014 at 10:37 am

  Gujarati Translation.
  પતિઃ વ્હાલી, તારે મારી સાથે જીમમાં (અખાડામાં) આવવું છે?
  પત્નીઃ તૂં શું મને જાડી ભેંસ સમજે છે?
  પતિઃ ના, ભાઈ ના.હું એવું કહેવા નથી માંગતો. સારું તારે ન આવવું હોય તો કાંઈ નહીં.
  પત્નીઃ તો શું તૂ મને આળ્સુ સમજે છે?
  પતિઃહે પ્રભુ, મને મદદ કર. તૂં જરા શાંત થા.
  પત્નીઃ તૂં શા માટે વિચારે છે કે હું અશાંત છું?
  પતિઃ અરે. હું એવું કહેવા નથી માંગતો.
  પત્નીઃ તો શું હું જૂઠૂં બોલું છું?
  પતિઃ ચાલ, એ બધું જાવાદે.તારે મારી સાથે ન આવવું હોય તો કાંઈ નહીં.
  પત્નીઃ ઉભો રહે.
  પતિઃ હા, બોલ.
  પત્નીઃ તારે આમ એકલા શા માટે જવું છે?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: