હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ઘર બેઠે ગિરધારી – પી. કે. દાવડા

 સાયબરની સફરે નીકળ્યો,કરી માઉસ પર સવારી,
ઇન્ટરનેટને આંગણે મારે ગોતવા’ તા ગિરધારી.

યાહુ-ગુગલે સર્ચ આદરી, લખ્યું જ્યાં ગિરધારી,
આવી પહોંચી જાહેરાતો, વિથ ‘બ્રાંડ નેમ’ ગિરધારી.

ફરી ફરીને સર્ચ કરી તો પ્રગટી ફોજ કુક્કીની સારી,
આવી ગોપી હોય નહિં, ને આવા નહિં ગિરધારી.

અંતે ‘સાઈટ’ મળી,ત્યાં આવી ‘રજીસ્ટર’ ની બારી,
‘લોગોન’ માટે ‘ગોકુલ’ રાખ્યું ‘પાસવર્ડ’ કર્યું ‘મોરારી’.

દર્શન કરવા દખણા માંગી ક્રેડિટકાર્ડથી સારી,
ક્લિક કર્યું ત્યાં મળવા આવ્યા રાધા ને ગિરધારી.

ધન્ય થયો હું દર્શન કરીને, ઘર બેઠે મળ્યા મોરારી
‘ડાઉનલોડ’ મેં કરી લીધું, ફ્રી દર્શન જીંદગી સારી.

– પી. કે. દાવડા

અને નેટ- ગિરધારીએ ઈવડા ઈની શી હાલત કરી નાંખી?
અ…રે…રે…

કલા સૌજન્ય - સુજા.

કલા  દુર્જન્ય ! – સુજા

Advertisements

10 responses to “ઘર બેઠે ગિરધારી – પી. કે. દાવડા

 1. nabhakashdeep સપ્ટેમ્બર 28, 2014 પર 7:17 પી એમ(pm)

  હરિ તારાં હજારો નામ, કયા નામે લખવી કંકોત્રી

  ભલુ થયું દાવડાજી આજ ,નેટે ભેટ્યા ગિરીધારી

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. NAVIN BANKER સપ્ટેમ્બર 19, 2014 પર 7:36 પી એમ(pm)

  વાહ… દાવડાજી…વાહ….મજા પડી ગઈ.

 3. chandravadan સપ્ટેમ્બર 19, 2014 પર 1:37 પી એમ(pm)

  PK,
  Your Email read.
  It had>>>>>>

  બસ તો હમણાં તો મને અહીં મળો,
  https://dhavalrajgeera.wordpress.com/2014/09/18/girdhari/#comments
  સસ્નેહ,
  પી. કે. દાવડા
  SO….I saw your FACE ( altered by SJ)
  Rachana very good.
  GIRDHARI is in ALL of us.
  Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar

 4. vkvora Atheist Rationalist સપ્ટેમ્બર 18, 2014 પર 10:44 એ એમ (am)

  રજીસ્ટર, ક્રેડીટ કાર્ડ અને ડાઉન લોડનો કડવો અનુભવ બધાને થયેલ હશે. જેમકે હવે ગુજરાતીલેક્ષીકોનની મુલાકાત લેવી હોય તો રજીસ્ટર બાબતનો ઉલ્લેખ આવે છે. એ હીસાબે હીન્દી ગુજરાતી શબ્દકોષ વાપરવો સહેલો છે. ક્રેડીટ કાર્ડમાં રુપીયા ઓછા થવાનો ભય ખરો. અને ડાઉન લોડ કરતાં બહાર નીકળવું એટલ સાત કોઠા જેવું. ગોકુળમાં ગીરધારીએ બચપણના ૬-૧૦ વરસ કાઢેલ છે બાકી તો દ્વારકામાં. આપણે દાવડા સાહેબ પાસેથી હવે પછી દ્વારકા અને મહાભારતની કવીતાઓ જરુર માણીશું….

 5. Manish Pandya સપ્ટેમ્બર 18, 2014 પર 9:46 એ એમ (am)

  વાહ કહેવાઈ જાય તેવી કવિતા. હાસ્યસભર કવિતા. ઘણી ગમી.

 6. Vinod R. Patel સપ્ટેમ્બર 18, 2014 પર 9:15 એ એમ (am)

  મારી કોમેન્ટમાં સુ.જ. લખ્યું છે ત્યાં સુ.જા. વાંચવું,

 7. Vinod R. Patel સપ્ટેમ્બર 18, 2014 પર 9:11 એ એમ (am)

  સુ.જ. ના કલા દુર્જન્ય માંથી દાવડાજી બાકી રહી જાય એ કેમ ચાલે ! અમે પણ એમની ઝપટમાં એકવાર આવી
  ગયા છીએ અન્ય મિત્રોની જેમ !

  હા . દ. માં એમના એક સરસ કાવ્યની ખુશી એમના મો પર હોય એને બદલે મો કેવું મચકોડી નાખ્યું ! ખરા નેટ ગિરધારી !

 8. pragnaju સપ્ટેમ્બર 18, 2014 પર 9:07 એ એમ (am)

  આપણા સૌ ના અનુભવને મઝાનું કાવ્ય સ્વરુપ !
  મહાન હાસ્યકારો પોતાના પર રમુજ કરે છે તેમ
  દાવડાજીનો ફોટો જોઈ સહજ હાથ ઉઠે
  સલામ કરવા……

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: