હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

પતિ – પત્ની વચ્ચે ઝગડોઃ

પતિ ગુસ્સામાંઃ
  • અક્કલનો તો છાંટો નથી, ખબર નંઇ શું ઓળઘોળ કરેલું, મને એમ કે આપણા  વિચારો મેળ ખાય છે પણ ના, એક નંબરની બબુચક છે તું.
પત્ની હસે છે. પતિ ગુસ્સામાંઃ દાંત શું કાઢે છે?
પત્નીઃ ગુસ્સામાં –
  • પણ તમે સાચું કીધું, આપણાં વિચારો હજુ મેળ ખાય છે.
પતિઃ
  • કેવી રીતે?
પત્નીઃ
  • મને પણ તું બબુચક લાગે છે, અને વિચાર આવે છે કે આનામાં અક્કલનો છાંટો નથી. ખબર નંઇ શું ઓળઘોળ કરેલું…એકદમ તું જે બોલ્યો એ જ બધું હું વિચારું છું તારા માટે,બોલ, આપણાં વિચારો હજુ કેટલા મેળ ખાય છે!

————————

સાભાર – શ્રીમતિ  હીરલ શાહ

2 responses to “પતિ – પત્ની વચ્ચે ઝગડોઃ

  1. pragnaju September 8, 2014 at 6:57 am

    ઝગડો તો મૅરૅજ સર્ટી છે!
    સાથે ગાવ દિનેશ પાઠકનુ ભજન

    ન ઝગડો રૂપનો કર તું બધાં રૂપો પ્રભુનાં છે
    ગ્રહે આકાર તારું મન હરી આકાર તે લે છે

    કરે છે અન્યની દેવો સ્તુતિ આપસ મહીં કેવી
    ગણે મોટા બીજાને ભાવનાની વાત છે કેવી
    અને ઝગડી મરે મુર્ખો રૂપોમાં ભેદ નીરખે છે ન ઝગડો …

    મીરાં ચૈતન્ય પાસે જઈને કૃષ્ણે નૃત્ય તો કીધાં
    તો તુલસીદાસને રામે કપાળે તિલક પણ કીધાં
    કદીક શિવ શક્તિ થઈ ઈશ્વર મનુજની પાસે આવે છે ન ઝગડો …

    હૃદય કેરી સરલતા અન્યમાં પણ એક નીરખે છે
    અને દિલની કુટિલતા એકમાં પણ ભેદ દેખે છે
    હરી ગમતાં રૂપો લઈ ભક્ત કેરો ભાવ ખીલવે છે ન ઝગડો …

    અલગ રૂપો તો ભક્તોની રુચિનાં છે પ્રતિબિંબો
    બધા પહોંચે પ્રભુ પાસે ન લાગે કોઈ અચંબો
    ભજે જે રૂપને તેની હરી શ્રધ્ધા ટકાવે છે ન ઝગડો …

  2. Bharat Pandya September 8, 2014 at 1:12 am

    બીજી એક વાતમા આપણા વિચાર સરખા છે “મારી કરતા તારી સાસુ બુધ્ધિશાળી છે”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: