હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

શું જોઈએ ?

પપૂએ ભારે મેહનત કરી ભગવાન ખુશ થયાં

શું જોઈએ ?

પપ્પૂ- એક ગાડી એક નોકરી એમાં બહુ છોકરીઓ …

ભગવાન – તથાઅસ્તું ….

આજે પપ્પૂ છોકરીઓની સ્કૂલમાં બસ ડાઈવર છે…

10 responses to “શું જોઈએ ?

  1. aataawaani ઓગસ્ટ 15, 2014 પર 4:41 પી એમ(pm)

    હિંમતલાલ જોશી જયારે નાના બાળક હતા ત્યારે તેના માબાપે એક સમર્થ જ્યોતિષી પાસે ભવિષ્ય લખાવ્યું , જ્યોત્શી કહે ગગો બહુ નસીબ દાર થશે એની આગળ પાછળ મોટરું ફરતી હશે
    હિંમતલાલ અમદાવાદમાં પોલીસ ખાતાની ટ્રાફિક બ્રાન્ચમાં નોકરી કરવા માંડ્યા। રોજની અસંખ્ય મોટરો આગળ પાછળ ફરવા લાગી .

    Like

  2. aataawaani ઓગસ્ટ 2, 2014 પર 10:31 એ એમ (am)

    એક માણસે ફરિયાદ કરીકે મને મારી સાસુએ હિપોપોટેમસ કહ્યો . જજે પૂછ્યું ક્યારે બનાવ બન્યો ? ફરિયાદી બોલ્યો સાહેબ ત્રણેક વરસ થઇ ગયા . જજ કહે આટલી મોદી ફરિયાદ કરવા કેમ આવ્યો ? ફરિયાદી કહે આજે મેં ઝૂમાં હિપોપોટેમસ જોયો ત્યારે ખબર પડી ..

    Like

  3. Bharat Pandya જુલાઇ 27, 2014 પર 9:20 એ એમ (am)

    સન્ટા અને બન્ટાએ પણ એવું જ નક્કી કરેલું ! (જોક્સને નંબર આપવાનું !)
    એક દીવસ સન્ટાએ બન્ટાને કહ્યું, ‘જોક નં-૯’
    બન્ટા ખડખડાટ હસતો બંધ જ નો થાય.
    સન્ટા કે “આટલું બધું કેમ હસે છે ? ”
    બન્ટા કે ” પેલી વાર સાંભળી !”

    Like

  4. અશોક મોઢવાડીયા જુલાઇ 25, 2014 પર 4:02 એ એમ (am)

    હાદશ્રેષ્ઠિઓ, નમસ્કાર.
    એક મફત સલાહ !!! (જો કે ચેક મોકલશો તો પણ હું માઠું નહિ લગાવું !)

    કૃપયા આ પ્રતિભાવોનો ક્રમ નીચેથી ઉપર છે તે ફેરવો ! આમાં એક પ્રતિભાવના પ્રત્યુત્તરરૂપે આવતો બીજો પ્રતિભાવ પ્રથમ વંચાય જાય છે. ક્યારેક સસ્પેન્સ પહેલાં ખુલી જાય અને પિક્ચર પછી ચાલુ થાય એવું થાય છે. (જો કે આ નમ્ર સૂચન છે, અમલવારીનો સર્વ હક્ક હાદશ્રેષ્ઠિઓને હાથ)

    Like

  5. અશોક મોઢવાડીયા જુલાઇ 24, 2014 પર 2:50 એ એમ (am)

    સન્ટા અને બન્ટાએ પણ એવું જ નક્કી કરેલું ! (જોક્સને નંબર આપવાનું !)
    એક દીવસ સન્ટાએ બન્ટાને કહ્યું, ‘જોક નં-૯’
    બન્ટા ન હસ્યો !!
    બે-ત્રણ દીવસ પછી ખડખડાટ હસતો હસતો સન્ટાને ઘરે આવ્યો.
    સન્ટા કહે, ‘કેમ આટલું બધું ? વાત શું છે ?’
    બન્ટા કહે, ‘તેં પેલી ૯ નંબરની કહેલીને, તે છેક આજે યાદ આવી !!!’

    Like

  6. pragnaju જુલાઇ 23, 2014 પર 11:59 એ એમ (am)

    વ્યાસેન કથિતં પૂર્વં સર્વપાપપ્રણાશનમ |
    યઃ પઠેત પ્રાતરુત્થાય સ ભવેદ વૈષ્ણવો નરઃ ||
    . સર્વપાપવિશુદ્ધાત્મા વિષ્ણુસાયુજ્યમાપ્નુયાત |
    ચાંદ્રાયણસહસ્રાણિ કન્યાદાનશતાનિ ચ ||
    સારી રમુજો પહેલા કહેવા ઇ ગ ઇ હોય તો પણ મઝા

    Like

  7. Vyas Bhanu જુલાઇ 23, 2014 પર 7:56 એ એમ (am)

    Very nice , I like . Thank’U .

    Like

  8. Manish Pandya જુલાઇ 22, 2014 પર 11:17 પી એમ(pm)

    દુનિયામાં માત્ર ૧૨ જ જોક્સ હોય તો સમય બગડવાને બદલે આપણે બધા જોકસને નંબર આપી દઈએ. પછી જોક નો માત્ર નંબર બોલવાનો અને ખડખડાટ હસવાનું. કેમ, બરાબર ને ? હા! હા! હા! હા!

    Like

  9. bharatpandya જુલાઇ 22, 2014 પર 10:43 પી એમ(pm)

    એક ખાનગી વાત કહી દઉ.દુનીયામા માત્ર ૧૨ જોક ઓરીજીનલ છે.જે બધી આજથી ૧૦૦૦ વરસ પહેલા કહેવાઇ ચુકી છે.હવે તો તે રીપીટ જ
    થયા કરે છે !

    Like

Leave a reply to Vyas Bhanu જવાબ રદ કરો