હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Dayaro !

અમેરિકાના પ્રમુખ બરાક
ઓબામા પાકિસ્તાનના
પ્રવાસે જાય તો અમેરિકાની
ચેનલ ઉપર બે લાઇનના
સમાચાર આવે
Yesterday our
President started
for Pakistan and
tonight he will
reach Islamabad
at 9.30 p.m.
પરંતુ આટલી જ વાત અમારા
સૌરાષ્ટ ના લોક ડાયરા ના
લોક સાહિત્યકારને કહેવામાં
આવે તો જેની રગેરગમાં
સાહિત્યનો દરિયો ઘૂઘવાટા
કરતો હતો એવો લોકકલાની
હરતી-ફરતી યુનિવર્સિટી જેવો
કલાકાર આ ઘટનાનું
લડાવીને વર્ણન કરે તો એ
વર્ણન નીચે મુજબ હોય.

અખિલ બ્રહ્નાંડની માલીકોર
પૃથ્વી,
પૃથ્વીની માલીકોર એશિયા,
એશિયાની માલીકોર ભારત,
ભારતની માલીકોરની માલીકોર
મારું ને તમારું ગુજરાત રાજ
આવેલું છે,
અખિલ બ્રહ્નાંડની માલીકોર
ભારત થી રૂપાળો કોઇ દેશ નથી
અને ગુજરાતથી રૂડો કોઇ
પ્રદેશ નથી,
પણ એમ કહેવાય છે કે
જગતના ચોકમાં ભારત પછી
જો કોઇ દેશને બીજો નંબર
આપવો હોય તો ઇ અમેરિકાને
આપી હકાય,
એવા અમેરિકાનો રાજા,
જેનું નામ બરાકભાઇ ઓબામા,
પોતાના ધોળાઘર નામના
રાજમહેલમાંથી ગઇકાલે
પાકિસ્તાનની સફરે જાવા
હાલતાં થીયા છે,
પણ ઇ વેળા ઘટના કેવી ઘટી
હશે ?
એવે ટાણે રૂપક કેવું રચાણું હશે ? એનો જવાબ કોઇ આપી હકે
તો એકમાત્ર લોકસાહિત્ય આપી
હકે બાકી કોઇની તાકાત નથી.
લ્યો ત્યારે વારતા માંડું છઉ.
હજુ ગઇકાલની વાત છે.
સવારનું ટાણું છે.
અમેરિકાની રાજધાનીના ધોળાઘર
માંથી કાળા માથાનો અને કાળા
રંગનો જુવાન,
સૂટ પહેર્યું છે, પગમાં જોડાં
રહી ગ્યાં છે,
હાથમાં નાનકડી સૂટકેસ છે,
આવો અલૈયા મેરામણ જેવો
જુવાન સજધજ થઇને
વિમાન મથક ભણી જાવા ધીરાં
ધીરાં ધીરાં ધીરાં ધીરાં ડગલાં
માંડતો હાલતો થીયો છે.
એવે ટાણે ઇમ કેવાય છે કે
ધોળાઘરના રાણીવાસની
માલીકોરથી બરાકભાઇ ઓબામા
ના ઘરેથી ઇમની પરણેતર
બેનબા મિશેલબેન પોતાના
સાયબાનાં,
પોતાના પીયુડાનાં,
પોતાના કંથડાનાં પગલાં
દબાવતાં પાછળ આવ્યાં અને
અડખે-પડખે કોઇ સાંભળતું
નઇથ એની પાકી ખાતરી કરીને
રૂપાની ઘંટડી જેવા અવાજે
એટલું બોલ્યાં કે સાંભળ્યું ?
પોતાની અર્ધાંગનાનો અવાજ
કાને પડતાં ઓબામાના પગ
ઘડી ના છઠ્ઠા ભાગમાં થાંભલો
થઇ ગ્યા અને બરાકભાઇએ
પાછું વળીને આમ જ્યાં નજર
કરી અને બેય માણાની ચાર
આંખ્યું એક થઇ ત્યાં તો
મુમન લાગી તુમના અને
તુમન લાગી મું,
લૂણ વળૂંભા પાણી એ
પાણી વળુંભા લૂણ.
અને ધોળાઘરની મહારાણી
બેનબા મિશેલબેન પણ કેવાં?
ઉગમણો વા વાય તો
આથમણી નમે,
આથમણો વા વાય તો
ઉગમણી નમે,
ઓતરાદો વા વાય
તો
દખણાદી નમે,
દખણાદો વા વાય તો
ઓતરાદી નમે,
અને ચારે દશુનો વા વાય તો
ભાંગીને ભૂકો થઇ જાય,
દિનોનાથ જે દી’ સાવ નવરો હશે
તે દી’ થોડી-થોડી કાળા રંગની
માટી લઇને ઘડી હોય એવી
બેનબા મિશેલ એટલું બોલી કે
હે સાયબા,
હે કંથડા, હે પીયુડા
હે મારી નણદીના વીર
તને એકલો નહીં જાવા દઉં.
હેં… કે… હા… હેં… કે… હા
આટલું બોલીને બેનબા એટલું
બોલ્યાં કે તમારે જાવું હોય
ન્યા જાવ,
ભલે નરકમાં જાવ પણ તમે
પાકિસ્તાન નો જાવ,
પોતાની પરણેતરના હૃદયમાંથી નીકળેલાં વેણ
સાંભળી ને
ઓબામાનાં સવાસો કરોડ
રૂંવાડાં સમ સમ સમ સમ સમ
કરતાં ઊભાં થઇ ગ્યાં અને
ઓબામા તે દી’ એટલું બોલ્યા
કે ચ્યમ ?
ચ્યમ નો જઉં ?
પોતાના ધણીનો, પોતા ના
ઘરવાળાનો સવાલ સાંભળીને
બેનબા મિશેલ શું જવાબ વાળે છે ઇની વાત
ડાયરાને વિહામા
પછી કરીશ,
અટાણે સૌ મોજથી ચા-પાણી
પીવો,
માથે બીડી ટેકવો,
પાછા મળી ન્યા સુધી સૌને
મારા ઝાઝા કરીને જે માતાજી.

Advertisements

3 responses to “Dayaro !

 1. અશોક મોઢવાડીયા જુલાઇ 20, 2014 પર 1:32 એ એમ (am)

  ભાઈ ! ભાઈ !!

  ગુજરાતના અણમોલ રતન એવા લોકસાહિત્યકાર, ‘આપણા મલકના માયાળુ માનવી’ને જેણે ફ્રાન્સના ઍફિલ ટાવરની ટોચેથી જગજાણીતો કિધો તો એવા, બાબુભાઈ રાણપરાએ જગતનાં પટ માથે ભરાયેલા આ ડાયરાને રામરામ કીધાં ને જાણે સરગાપુરીના ડાયરે ઈની ખોટ સાલતી હશે તી ન્યાં ડાયરાને શોભાયમાન કરવા ઈશ્વરે ઈને તેડાં મોકલી તેડાવી લીધા. આજે હા.દ. માલીપા જાણે ઈ કલાકાર જીવને શ્રદ્ધાંજલી અપાણી હોય એવું લાગ્યું. હાદજનો વતી શ્રદ્ધાંજલી.
  * ( http://goo.gl/6PfvCx ) – gujarati.oneindia.in
  * ( http://goo.gl/GlQlQh ) – The Times of India
  * ( http://goo.gl/SDFNJX ) – divyabhaskar.co.in

  આપણાં લોકસાહિત્યની મીઠપને સુપેરે રજુ કરી જાણી, ભરતભાઈને ધન્યવાદ.

 2. Ashvin H Acharya જુલાઇ 17, 2014 પર 1:42 પી એમ(pm)

  THIS IS A ART AND POWER OF KATHIAWADI????
  ASHVIN H ACHARYA

 3. Bhanu Vyas જુલાઇ 17, 2014 પર 10:11 એ એમ (am)

  Very nice , I like . ****** Bhanubhai Vyas .​

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: