હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હાદજન તો તેને રે કહીએ ! – -વલીભાઈ મુસા (અકવિ)

હાદજન તો તેને રે કહીએ !
હાદજન તો તેને રે કહીએ જે હસીહસાવી જાણે રે,
બીજા ઉપર હસાવે તોયે મન કટુતા ન આણે રે.
હાસ્યદરબારે સૌની ખેંચે, દુખતી નસ નાંહી ખેંચે રે,
કટાક્ષ રૂની પૂણીના ફેંકે, ધન ધન તેની ખૂબીને રે.
બાલચેષ્ટાશી હરકતો કરે ને સૌને રાખે રાજી રે, લૂલી થકી કડવું નાંહી ઓકે, સૌને મીઠડો લાગે રે.
રાગદ્વેષ રાખે નાંહી મનમાં, નિર્દોષ હાસ્ય જેના મનમાં રે, રંગલાસંગશું યારી રાખી, સકળ જનને હસાવે રે.
વણ પુરસ્કારે કૃતિ મોકલે ને, અહેસાન નાંહી જતાવે રે, ભણે વલૈયો તેનું સમર્થન કરતાં હીટ્સ લાખો ઊતરતી રે.
-વલીભાઈ મુસા (અકવિ)
(હાદજન = હાસ્યદરબારજન)
સંપર્ક- musawilliam@gmail.com Mob. ++91 93279 55577
Blog : “William’s Tales”- http://musawilliam.wordpress.com
બ્લોગ : “વલદાનો વાર્તાવૈભવ” – http://musavalibhai.wordpress.com

Advertisements

4 responses to “હાદજન તો તેને રે કહીએ ! – -વલીભાઈ મુસા (અકવિ)

 1. P.K.Davda મે 13, 2014 at 9:46 am

  આવા જન તો એક જ છે, વલીભાઈ!!

 2. pragnaju મે 11, 2014 at 6:01 pm

  વાહ સુંદર પૅરડી
  પોતે વલી નહીં હોવા બદલ માણસને ક્યારેક વસવસોય થતો હોવો જોઈએ. અને કોઈક વાર તેને વલીની અદેખાઈ પણ આવતી હશે. એક જૂની રમૂજમાં આવે છે એમ એક માણસ તેના મિત્ર જોડે વાતવાતમાં અર્થ વગરની દલીલો કરતો હતો. મિત્રે તેના પર ગુસ્સે થઈ જતાં પૂછ્યું : ‘ભણે વલૈયો તેનું સમર્થન કરતાં હીટ્સ લાખો ઊતરતી રે. ’

 3. Anila Patel મે 11, 2014 at 10:13 am

  Akavie kavi thay ane tey pachha hasy kavi haveto hasyni kamij nahi rahe ane amaru svasthya anayasej sudhari jashe. Wah bhai wah.

 4. dhavalrajgeera મે 10, 2014 at 4:14 pm

  ભાયાઓ,

  લો ત્યારે, ‘હાસ્યમોતીની કંઠમાળા’ તો પડતી મૂકી; પણ, આ નવીન નજરાણું.

  “હાદજન તો તેને રે કહીએ…”

  કહળા હશો.

  નેહડાસહ,

  વલીભાઈ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: