હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

મુશાભાઈના વા ને પાણી. – -પી. કે. દાવડા

મુશાભાઈના વા ને પાણી.

ઍક ગામ હતું.

આ ગામમાં વાર તહેવારે નાત જમાડવાનો રિવાજ હતો.

આ ગામમાં મુસાભાઈ નામે એક ગરીબ માણસ રહેતો હતો. નાતના પ્રત્યેક જમણમાં તે હાજરી આપતો.

એકવાર ગામના માણસોએ આગ્રહ કર્યો કે મુસાભાઈ હવે તમે નાત જમાડો.

મુસાભાઈ બિચારો ના ન કહી શક્યો. જમણવારનો દિવસ નક્કી થયો.

રિવાજ પ્રમાણે ગામમાંથી રસોઈ બનાવવાના વાસણો માગી આવ્યો.

જરૂરત કરતાં વધારે વાસણો ભેગા કરી, તેમાંથી અરધા વાસણો બીજા ગામમાં જઈ વેચી આવ્યો અને આ પૈસાથી

જરૂરી સામગ્રિ ખરિદી.

નક્કી થયેલા દિવસે નાત જમવા બેઠી. રિવાજ પ્રમાણે મુસાભાઈને બે શબ્દો બોલવાના  હતા.

પેટ ભરી ને જમજો એમ કહેવાને બદલે મુશાભાઈ બોલ્યા,  ”નાત નાતનું જમે, મુશાભાઈના વા ને પાણી.” J

મારું કામ પણ આ મુસાભાઈ જેવું છે.

ઈંટરનેટમાંથી બધું ભેગું કરી ઈંટરનેટને જ પાછું આપું છું, પણ મુસાભાઈની જેમ જ કહું છું કે “આમા મારૂં કાંઈ નથી.” J J J

હા, આપણા નેટ જગતના બીજા એક મુસાભાઈ છે, જે થાળ ભરી ભરીને આપણને ભોજન પીરસે છે, અને એ પણ બધું પોતાના ખજાનામાંથી.

-પી. કે. દાવડા

Advertisements

5 responses to “મુશાભાઈના વા ને પાણી. – -પી. કે. દાવડા

 1. dhavalrajgeera ફેબ્રુવારી 17, 2014 પર 12:38 પી એમ(pm)

  Valibhai Musa
  February 15, 2014 at 3:40 pm
  Yes, you are at liberty to publish this post on ‘Hasy Darbar”. Moreover, continue rest parts of ‘HasyMoti-no-KanthHaar’ on HD subsequently. My following general permission is already there on Right Side Bar of my HomePage.

  નિજાનંદ માટે સર્જાએલી આ બ્લોગની મારી પોતાની લખેલી સઘળી વાર્તાઓને આપ આપના બ્લોગ ઉપર આપના વાચકોના વાંચન માટે મારી જાણ હેઠળ Reblog કરી શકો છો.

  REPLY
  dhavalrajgeera
  February 17, 2014 at 5:34 pm
  Your comment is awaiting moderation.

  Thanks to Valida,
  Duragar
  “Editor of Hasyadarbar” = Dhavalrajgeera = Ratri = RT……

  Dr. Rajendra M. Trivedi, MD Life Member BPA and Honorary Coordinator, Resource Mobilization – (U.S.A.) CCA AND PAIN CENTER 6 Rock Glen Road, Medford, Massachusetts, USA 02155-1935 Telephone: 781 391 3639
  http://www.bpaindia.org

 2. Valibhai Musa ફેબ્રુવારી 10, 2014 પર 2:04 પી એમ(pm)

  પુરુષોત્તમભાઈ,

  કુશળતા ઇચ્છું છું.

  ‘મુસાભાઈનાં વા ને પાણી’વાળા રૂઢિપ્રયોગને તરોતાજા કરીને લોકોને પીરસવા બદલ ધન્યવાદ.

  કોઈ વળી આમ પણ કહે છે કે કોઈ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓએ પટાવાળા તરીકે કામ કરતા બિચારા ગરીબ મુસાભાઈ પાસે નાસ્તાપાણીની મહેમાનગતીની માગણી કરી. મુસાભાઈએ બધાના જોડા વેચી દઈને પેલાઓની સરભરા કરી દીધી. વચ્ચેવચ્ચે મુસાભાઈ બોલતા જતા હતા, ‘યહ સબ આપકી જૂતિયાંકા પ્રતાપ હૈ, મેરા તો કુછ નહિ; ‘મુસાભાઈકે વા ઔર પાની !’

  Compliments બદલ આભાર, ‘પર, આપ ભી કુછ કમ નહીં !’ ભલે હું ભોજન પીરસતો હોઉં, પણ Appetizer (ક્ષુધોદ્દીપક) તો આપનું જ હોય છે ને ! એના વગર તો ભોજનની મજા કઈ રીતે માણી શકાય !

  ધન્યવાદ.

  સ્નેહાધીન,

  વલીભાઈ મુસા

 3. pragnaju ફેબ્રુવારી 10, 2014 પર 9:01 એ એમ (am)

  “આમા મારૂં કાંઈ નથી.” આ બધું જ વ્યાસેન કથિતં પૂર્વં …
  આપણે બધાં જ વેદ વ્યાસનું છાંડેલું…

 4. vkvora Atheist Rationalist ફેબ્રુવારી 10, 2014 પર 7:17 એ એમ (am)

  પેટ ભરી ને હસજો આ આપણું બધાનું છે.

 5. dhavalrajgeera ફેબ્રુવારી 9, 2014 પર 10:23 પી એમ(pm)

  I know and You know if you surf on Internet !!!
  Valibhai musa Lives like all of us on ” વા ને પાણી.”
  But, One of the 10 Ratna of “Hasyadarbar” is ‘Vali Da’ aka ‘William Tale.’
  He has given us great Gujarati and English information in his Blogs!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: