હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બ્લોગર ગીત, ચારણી છંદમાં -પી. કે. દાવડા

કોઈની  લખેલી,  ખૂબ  ગમેલી, રચના મૂકી હરખાતી,
કોમેંટ  પાતી, ખૂબ  ફૂલાતી,  બ્લોગર! મારી ગુજરાતી.
 બ્લોગરનો ફોટો, રચનાથી મોટો, વખાણ એના અતિ ભારી,
જોઈને  મોઢાં,  તાણે તું  ટીલા, વાંચક  તારી   બલિહારી.
 લેખ લખીને બ્લોગે  મૂકી, હરખ થયો મને અતિ ભારી
ચૂપ  રહીને, કહ્યું ન તેં કાંઈ,   વાંચક  તારી બલિહારી.
 બ્લોગોમા ભટકે, કદી ન અટકે, નીકળી જાય જીંદગી સારી,
કોમેન્ટ લખે ના, કંઈપણ ગમે ના, વાંચક  તારી બલિહારી
 જૂની  કવિતા,  નવું  કલેવર, શોધ  થઈ  છે અતિ સારી,
મળે વિના દોકડે, થોક થોકડે, બ્લોગ આ તારી બલિહારી.
 ચર્ચાનો  ચોરો, ખાતો ન પોરો, વાદ વદે જનતા સારી,
વિષય થોડા ને વાદી જાજા, બ્લોગ આ તારી બલિહારી.    
      
 –પી. કે. દાવડા 
——
અને પ્રજ્ઞાબેનનું આગોતરું પ્રતિકાવ્ય….
પીકે ચઢ્યા છે, કવિતા લખવા; આનંદો ભઈ આનંદો
ખેર નથી ઓ બ્લોગર મિત્રો, હવે આવશે સંસ્કૃત છંદો !
પીકે પીકે બોલ રહે હૈં , ગા ભી રહે હૈં ચારણીમેં
પીછે પીછે હમ ભી હૈં જી; આપ બઢિયો આગે જી ! 
છંદ કુછંદે ચઢ્યા સુ જા પણ , ગાશે સાથે ચારણીમાં
વાહ! પીકે ભઈ વાહ! પીકે ; ખરી તમારી બલીહારી
Advertisements

5 responses to “બ્લોગર ગીત, ચારણી છંદમાં -પી. કે. દાવડા

 1. Ramesh Patel December 5, 2013 at 12:10 am

  વાહ! બોલે બ્લોગર મિત્રો, વાંચી આ કરમ કહાણી.

  ખૂબ જ સુંદર શૈલી ને વાત.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. gyanaknowledge December 4, 2013 at 11:34 am

  every pen have art of writing 🙂 … nice one

 3. Vinod R. Patel December 4, 2013 at 10:52 am

  ચારણીં છંદ કે વગર ચારણીંએ કવિતા લખતા રહો મારા ભાઈ

  ચારણીથી કાંકરા અને ઘઉં છુટા પાડશે પી.કે. વિવેચક ભાઈ

 4. Anila Patel December 4, 2013 at 10:49 am

  Jooni kavita nava kalevar emishran to saru lage chhe.
  ameto kaik kaik kahie chhe jevu avde tevu.

 5. સુરેશ જાની December 4, 2013 at 9:39 am

  સુજા લખે શું? લખે શું સુજા? કવિતામાં એ જાણે શું?
  વાતોનાં એ વડાં બનાવે, કંદોઈ માળો ગુજરાતી !

  હવે તમે સૌ વાચક જાગો, લખવા લાગો ચારણીંમાં
  આવડે ના તો , કોપી કરી લો; પીકી ધોડ્યા વહારમાં !!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: