હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

વાણિયો અને હનુમાન-પ્રેમશંકર ભટ્ટ.

સાભાર – શ્રી.પીકે.દાવડા

સટ્ટાખોર   વાણિયો   મુંબઈમાં   રહેતો,
સાંજ સવાર હનુમાનને હાથ જોડી કહેતો;

“અંતરયામી બાપા તમે જાણો મારી પીડ,
પાંચસો  જો અપાવો તો ભાંગે મારી ભીડ,

અપાવો  તો  રોજ  આવી  પાઠ-પૂજા કરૂં,
શનિવારે  પાઈ પાઈનું  તેલ  આવી ધરૂં.”

એકદાડો  હનુમાનને  એવી  ચડી   ચીડ,
પથ્થરમાંથી પેદા થયા, બોલ્યા નાખી રીડ;

“પૂજારીનો ઓશિયાળો ખાવા દે તો ખાઉં,
કેમ  કરી  ભૂંડા હું તો તારી વહારે  ધાઉં?

પાંચસોને બદલે આપે પાઈ પાઈનું તેલ,
પૂછડું દેખી મૂરખ મને માની લીધો બેલ?

પાંચસો  જો હોય  તો તો  કરાવું ને  હોજ,
ભરાવું  ને તેલ, પછી  ધુબકા મારૂં  રોજ.’

પ્રેમશંકર ભટ્ટ.

——–

સૌ વાચકોને વિનંતી કે. શ્રી.પ્રેમશંકર ભટ્ટના જીવન વિશે માહિતી હોય તો

‘ગુજરાતી પ્રતિભા પરિચય’ માટે મોકલી આપે.

Advertisements

5 responses to “વાણિયો અને હનુમાન-પ્રેમશંકર ભટ્ટ.

 1. Sharad Shah નવેમ્બર 29, 2013 પર 11:42 એ એમ (am)

  ઝવેરચંદ શેઠની (વાણિયો) પડોશમાં સરદાર હનુમંતસિંહનો (હનુમાન) બંગલો હતો. ઝવેરચંદના ઠાઠમાઠથી હનુમંતસિંહ હંમેશા જલતા અને ઝવેરચંદને હેરાનપરેશાન કરવા નીતનવા નુસ્ખા કરતાં. હનુમંતસિંહને એમ કે આમ રોજબરોજ હેરાન કરશું તો આ વાણિયો એક દિ તેનો બંગલો સસ્તામાં વેચી જતો રહેશે અને આમ તેનો બંગલો આપણે સસ્તામાં પડાવી લેશું.ઝવેરચંદ અને તેના પરિવારજનો હનુમંતસિંહની દાદાગીરી સહન કર્યે રાખતા પણ ક્યારેય અવળા વેણ ઊચ્ચારતા નહીં. પણ હનુમંતસિંહ પર આ શરાફતની કોઈ અસર ન થઈ.
  આખરે ઝવેરચંદ શેઠે પાંચ કરોડનો બંગલો વેચવા જાહેરાત આપી. પરંતુ પડોશમાં માથાભારે હનુમંતસિંહ રહેતો હોવાથી કોઈ એ બંગલો વેચાતો લેવા આગળ ન આવ્યું. એટલે મોકો જોઈ હનુમંતસિંહે એ બંગલો ચાર કરોડમાં ખરીદવા ઝવેરચંદ પાસે પ્રસ્તાવ મુક્યો.
  એટલે ઝવેરચંદે કહ્યું,” ભાઈ હનુમંતસિંહ, આમ તો આ બંગલાની કિંમત પાંચ કરોડ આસાનીથી મળે જ પણ તમે તો મારા પડોશી છો એટલે તમને આ બંગલો હું સાડાત્રણ કરોડમાં આપીશ.” હનુમંતસિંહ તો ખુશ થઈ ગયા અને બોલ્યા,” હું હમણાં જ બાના પેટે તમને ૫૦ લાખ આપી જાઊં છું.” ઝવેરચંદ કહે, “ભાઈ, તમારું બાનુ લેવામાં મને કોઈ વાંધો નથી પણ એક સમસ્યા છે.”
  “અરે! શું સમસ્યા છે?” હનુમંતસિંહ અધિરાઈ પૂર્વક બોલ્યા.
  ઝવેરચંદ કહે,” ભાઈ, વાત એમ છે કે મારા બેડરુમમાં અમારા કુળદેવીની સ્થાપ્ના અમે કરેલ છે અને એક નાનુ મંદિર બનાવેલ છે. અમારા ખાનદાનની રીત મુજબ અમે કૂળદેવીને એકવાર સ્થાપન કરીએ પછી ૨૫ વર્ષ સુધી તેનુ ઉથાપન ન કરી શકીએ અને સ્થાપના કર્યે હજી ફક્ત પાંચ વર્ષ જ થયા છે.”
  “અરે! પણ એમાં સમસ્યા ક્યાં આવી?” બેબાકળા હનુમંતસિંહે પુછ્યું.
  “જુઓ હનુમંતસિંહ, તમે અમને ખાત્રી આપતા હોય કે તમે અમારી કુળદેવીનુ પુરતું ધ્યાન રાખશો સેવાપૂજા કરશો અને અમને અને અમારા પરિવારજનોને અમે ઈચ્છીએ ત્યારે અને પ્રસંગોપાત દર્શન કરવાનો અને પૂજાપાઠ કરવાનો હક્ક તમે આપતા હોય તો અમને આ બંગલો તમને વેચવામાં કોઈ વાંધો નથી.” ઝવેરચંદ બોલ્યા.
  “અરે! ઝવેરચંદભાઈ, આ શું બોલ્યા, તમારી કુળદેવી અમારા માટે પણ પૂજનિય છે. અને આ તમારું જ ઘર છે તમે જ્યારે પણ ઈચ્છો ત્યારે દર્શન કે પૂજાપાઠ માટૅ આવી શકો છો.” બંગલાના સોદામાં દોઢ કરોડનો સિધો ફાયદો જોઈ હનુમંતસિંહ લાળ ટપકાવતા બોલ્યા.
  અઠવાડિયામાં તો બધી કાનુની વિધી અને લેણદેણ પતી ગઈ અને ઝવેરચંદના બંગલાની માલિકી હવે હનુમંતસિંહની થઈ ગઈ. હનુમંતસિંહ પણ ગામમાં મુછોપર તાવદઈ ફરવા લાગ્યા. પરંતુ તેમની ખુશી બહુ લાંબી ટકી નહીં. ઝવેરચંદ અને તેમના પરિવારના સભ્યો વેળા ક વેળા જોયા વગર ગમે ત્યારે કુળદેવીના દર્શન માટે અને પૂજા-પાઠ માટે આવતા અને વેચાણખતની શરત મુજબ તેમને રોકી શકાય તેમ હતું નહી. રોકવા જાય તો સોદો કેન્સલ થાય અને ઝવેરચંદને ચુકવેલ રકમ ફોર્ફીટ થાય તેમ હતું. હનુમંતસિંહ સહન કર્યા સિવાય કાંઈ કરી શકે તેમ ન હતુ. અને ધીમે ધીમે ઝવેરચંદના પરિવાર જનો અડધી રાતે કે વહેલી સવારે આવવા લાગ્યા અને જોર જોરથી મંત્રોચ્ચાર અને પૂજા-પાઠ કરતા. તેમની પૂજા વિધી પણ કલ્લાકો ચાલતી. એક વર્ષમાં તો હનુમંતસિંહના પરિવારજનો ત્રાહિમામ પોકારી ગયા. પણ જરા ચું કરે તો સોદો કેન્સલ અને સાડાત્રણ કરોડની હોળી સળગી જાય. બીજું વરસ પુરું થતાં તો હનુમંતસિહની ઘરવાળી અને છોકરાઓએ અલ્ટિમેટમ આપી દીધું કે , એક મહિનામાં આ સમસ્યાનો નિવેડો નહી આવે તો તેઓ બધા સામુહિક આત્મહત્યા કરશે.” છેવટે હનુમંતસિહ ઝવેરચંદને મળવા ગયો અને કહ્યું, ” ભાઈ સહેબ, હવે આ સહન નથી થતું અને તમે હવે અમને આ કુળદેવી અને દસ્તાવેજની કાળી કલમોમાંથી છોડાવો.” ઝવેરચંદ કહે,” ભાઈ હનુમંતસિંહ, હવે તો એક જ રસ્તો છે અને મારો અને તમારો બન્ને બંગલા તમે મારા નામે કરી આપો તો હું તમને પાંચ કરોડ આપીશ જેમાંથી તમે બીજે ક્યાંક બંગલો ખરીદી આરામથી રહી શકશો.”
  હનુમંતસિંહ પાસે બીજો કોઈ ચારો જ ન હતો ઝવેરચંદની વાત માન્યા સિવાય.

 2. nabhakashdeep નવેમ્બર 28, 2013 પર 1:18 એ એમ (am)

  વાણિયો, કાણિયો ને ….. છેતરવાની કળા હસ્તગત….પણ અહીં તો તેનાય દાદા.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. Vinod R. Patel નવેમ્બર 27, 2013 પર 11:53 એ એમ (am)

  મનોજવમ્ મારુતતુલ્યવેગમ્ જીતેન્દ્વિયમ્ બુદ્ધિતાંવરિષ્ઠમ્ ।
  વાતાત્મજમ્ વાનરયૂથમુખ્યમ્ શ્રી રામદૂતમ્ શરણમ્ પ્રપદ્યે ॥

  હનુમાનજીને બુદ્ધિતાંવરિષ્ઠમ્ કહ્યા છે એ કઈ ખોટા નહી કહ્યા હોય !

  વાણીયાએ હનુમાનજીની બુદ્ધિનો ઓછો અંદાજ માન્યો હશે !

 4. pragnaju નવેમ્બર 27, 2013 પર 8:12 એ એમ (am)

  પાંચસો જો હોય તો તો કરાવું ને હોજ,
  ભરાવું ને તેલ, પછી ધુબકા મારૂં રોજ.’

  કવિશ્રી-પ્રેમશંકર ભટ્ટ.ની આ પંક્તીઓ વાત વાતમા કહેતા !
  કેટલો સહજ તર્ક!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: