હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

દાવડાજીના દોહા-પી.કે.દાવડા

દાવડા ઈજનેર શે થયો, થાતે બાપુ  સશક્ત,
રૂપિયાનો વરસાદ થતે, ને સો ઈજનેરો ભક્ત.

 પ્રેમમાં નિષ્ફળ થયો, દાવડા થઈ ગયો બાવો,
ભક્તાણીની ભીડ થઈ, થઈ ગયો પ્રેમપિયાવો.

 દાવડા  જૂતા  સિવીએ,  જૂતે  બાટા  થાય,
દાવડા  લોઢું  ટીપીએ,  લોઢે  ટાટા  થાય.

 બ્લોગે બ્લોગે  એ ફરે, દાવડા  નામ અજાણ,
ગોવિંદની કૃપા થતાં,થઈ દાવડાની પહેચાણ.

 દાવડા  ગુગલ સૌ કરે, કારણ કાંઈપણ હોય,
સેકંડમાં  શોધી  શકે, એ  કચરામાંથી   સોઈ.

 દાવડા ચારો  ખાઈને  નેતા  થાય  સશક્ત,।
ગાયો  છો ભૂખે મરે, ક્યાં ગયા ગૌ  ભક્ત?

 પરદા પર ખેડૂત બને, પામે સંપત્તિ અપાર,
ખરો ખેડૂત ભૂખે  મરે, દાવડા  કરે  વિચાર.

 નવરા બેઠાં કંઇક જણ, બ્લોગ બનાવે અનેક,
દાવડા સાચો બ્લોગ એ, જેમા  હોય  વિવેક.

 દાવડા આ સંસારમાં સૌ  ને મળજો  ગલે,
ના જાણે કયા રૂપમા નારાયણ આવી મલે.

પણ વાત મારી આ એક, યાદ રાખજો ભલે,
સુંદર નારીના  રૂપમા  નારાયણ  નહિં મલે.

 દાવડા જીભને બાવરી  કહી ગઈ સરગ પાતાળ
તે  બોલીને અંદર ગઈ, પછી જોડા ખાય કપાળ.

 બ્લોગર બ્લોગમા પેશીને, સમય કરીશના વેસ્ટ,
સાથી  તારા  ત્રણ છે,  માઉસ,  કોપી ને  પેસ્ટ. 

ભલું થજો આ બ્લોગનું, છાપ્યો  મારો  લવારો,
બ્લોગ વિના આ લખવાને મારો નથી કોઇ આરો.

 મન  મેલું, તન  ઊજળું,  ઉપરથી  અભિમાન,
દાવડા નારીથી દુર રહે, નહિંતર થઈસ હેરાન.

 દાવડા દાવડા સૌ કોઈ કહે, દાવડા એક ઈજનેર,
બ્લોગોમાં લખતો થયો,  ત્યાં કર્યો કચરાનો  ઢેર. 

 –પી.કે.દાવડા 

Advertisements

10 responses to “દાવડાજીના દોહા-પી.કે.દાવડા

 1. La' Kant ડિસેમ્બર 10, 2013 પર 6:14 એ એમ (am)

  “બ્લોગોમાં લખતો થયો, ત્યાં કર્યો કચરાનો ઢેર. ”
  આ શું છે? શા માટે આવું ગિલ્ટ ? મન આનંદમાં રહે તે કામનું ને ?
  જેટલા ડૂબ્યા। ..તલ્લીન થયા અને મગ્ન રહ્યા એટલા પ્રસન્ન -ચિત્ત કે નહીં ?
  આજ હાથમાં છે તે માણોને યાર …
  હાથમેં વો સાથમેં …..
  -લા’કાંત /૧૦-૧૨-૧૩

 2. La' Kant ડિસેમ્બર 10, 2013 પર 6:12 એ એમ (am)

  “બ્લોગોમાં લખતો થયો, ત્યાં કર્યો કચરાનો ઢેર. ”
  આ શું છે? શા માટે આવું ગિલ્ટ ? મન આનંદમાં રહે તે કામનું ને ?
  જેટલા ડૂબ્યા। ..તલ્લીન થયા અને મગ્ન રહ્યા એટલા પ્રસન્ન -ચિત્ત કે નહીં ?
  આજ હાથમાં છે તે માણોને યાર …
  હાથમે6 વો સાથમેં …..
  -લા’કાંત /૧૦-૧૨-૧૩

 3. Bhupendra M.thakkar નવેમ્બર 26, 2013 પર 7:02 એ એમ (am)

  Davadaji is no more an amature bloger.Now he is an expert in the subject/art.

 4. nabhakashdeep નવેમ્બર 25, 2013 પર 8:19 પી એમ(pm)

  પરદા પર ખેડૂત બને, પામે સંપત્તિ અપાર,
  ખરો ખેડૂત ભૂખે મરે, દાવડા કરે વિચાર.

 5. Vinod R. Patel નવેમ્બર 25, 2013 પર 1:01 પી એમ(pm)

  બે સુધારેલા ( કે બગાડેલા !) દોહા !

  મન મેલું, તન ઊજળું, ઉપરથી અભિમાન,
  દાવડા નારીથી દુર રહે ,નથી કરતા હેરાન.

  નવરા બેઠાં કંઇક જણ, બ્લોગ બનાવે અનેક,
  દાવડા સૌને શીખવે એમાં કેમ રાખવો વિવેક.

 6. dhavalrajgeera નવેમ્બર 25, 2013 પર 12:27 પી એમ(pm)

  બ્લોગર બ્લોગમા પેશીને, સમય કરીશના વેસ્ટ,
  સાથી તારા ત્રણ છે, માઉસ, કોપી ને પેસ્ટ.
  ભલું થજો આ બ્લોગનું, છાપ્યો મારો લવારો,
  બ્લોગ વિના આ લખવાને મારો નથી કોઇ આરો.
  Like Bhai Suresh Says
  દાવડા દાવડા સૌ કોઈ કહે, સહુના છે એ દોસ્ત,
  કચરામાંથી કાઢતા, વીણી વીણી ઝવેરાત.

 7. Anila Patel નવેમ્બર 25, 2013 પર 11:56 એ એમ (am)

  samgr jivanano nichod Davadae dohama thalvyo. bahu maja ave chhe vachavani.

 8. DR. CHANDRAVADAN MISTRY નવેમ્બર 25, 2013 પર 10:58 એ એમ (am)

  દાવડા દાવડા સૌ કોઈ કહે, દાવડા એક ઈજનેર,
  બ્લોગોમાં લખતો થયો, ત્યાં કર્યો કચરાનો ઢેર…………………………..
  Wah !
  Shabdo….Kavyo….and now DOHA.
  Kamal chhe DavadjiNi Karigiri.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar !

 9. સુરેશ નવેમ્બર 25, 2013 પર 10:56 એ એમ (am)

  દાવડા દાવડા સૌ કોઈ કહે, સહુના છે એ દોસ્ત
  કચરામાંથી કાઢતા, વીણી વીણી ઝવેરાત.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: