હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

લયલા કાણોદરી હતી ! – એક શક્યતા

વલદા અને સુરદા વચ્ચેના ઈમેલિયા સંવાદ પરથી ‘ઘાલમેલિયા’ શક્યતા !

વલદા – સુરદા, તમને ખબર હે કે, લયલા કાણોદરી હતી ?

સુરદા – શિયાળો આવવાને વાર હે; ટાઢા પોરના ગપ્પાં શીદ હાંકો !

વલદા – અમારે ત્યાંની આ તો બહુ જાણીતી લોકવાયકા હે. આ તો તમારું ગનાન વધારવા કહી. અમારા જ ગોમનો એક ભીલ અમારી પાલનપુરની દુકાનમાં આયેલો; એણે આ વાત કહી હતી.

સુરદા – આયેલો કે આવેલો?

વલદા – એની પરથી જ તો આ વાત હે. તમે અમદાવાદીઓ આ જરૂર માની જાહો; અને પછી કેહો કે, ‘ના, તો તો લયલા અમદાવાદી.’

સુરદા ( કોલર ઊંચો કરીને) – અરે , વલીદા! ઈસ્લામ ભારતમાં આવ્યો ૯૦૦ કે ૧૦૦૦ની સાલ પછી. મેં ઇતિહાસ બરાબર વાંચેલો છે.

વલદા – એ તો એ ફારસી લોકો અમારી વાત કાણોદરથી ઉઠાંતરી કરીને લઈ ગયેલા. હું ભલે મુસ્લીમ ખરો, પણ કાણોદરી પણ છું. મને અમારી આ ગૌરવગાથા માટે ગર્વ હે.

સુરદા – વલીદા, તમે વાતમાં મોયણ બૌ નાંખો. હવે માંડીને વાત કરો; તો કાંક ગેડ બેસે.

વલદા – વાત જાણે એમ હે કે, લયલા અને મજનૂ અમારે ત્યાંની ભીલ કોમમાં હારે રમેલાં. ખરેખર તો લયલાનું નામ હતું, કંકુડી. એક દિ’ મજનૂ સરસ મજાની, પાકેલી કેરી લઈને આયો. કંકુડી બોલી ‘લાય, અલ્યા.’ અમારી ધાંણધારી બોલીમાં ‘લાવ’ નહીં પણ ‘લાય’ બોલાય સે .પણ મજનૂ તો તોફોની, તે કેરી લઈને નાહી જ્યો. ઈં એવો નાહ્યો, એવો નાહ્યો કે, બીજે ગોમ જતો રહ્યો. કંકુડી તો રોતીરોતી ઘેર જઈ.

ઈંનાં માવતર કે’ કે ઈં મજનૂડો અમારી સોડીને ચ્યમ રોવરાવે,  ઈંન કેરી ચ્યમ નોં આલે ? ઈંમ કહીને નેનપણથી બેની કરેલી હગાઈ તોડી નાંસી અનં બીજા કોઈ હારે પૈણાવી દીધી. મજનૂ મહિના પછી પાસો આયો, અને આ વાત જાંણીન પાગલ થૈ જ્યો.. એ તો ઓલી કંકુડીવાળું વેણ  ‘લાય અલા’ … ‘લાય અલા’ એમ જ બોલ્યા કરે. ત્યારથી ઈવડી ઈનું નામ અપભ્રંશ થઈને પે’લું ‘લાયલા’ અને પસ ‘લયલા’ બની જ્યું.

સુરદા- એમ તો અમે પણ અમદાવાદમાં ‘લાવ’ ને ‘લાય’ કહીએ છીએ, હોં !

વલદા– ઈમ ! જાઓ,  તો તો લયલા અમદાવાદી, અમદાવાદી !!! હા…હા…હા.

——–

Advertisements

7 responses to “લયલા કાણોદરી હતી ! – એક શક્યતા

 1. P.K.Davda ઓક્ટોબર 27, 2013 પર 9:19 એ એમ (am)

  વલદા-સુરદા બન્નેને આખરે નવરાસ મળી!!!

 2. Vinod R. Patel ઓક્ટોબર 25, 2013 પર 7:26 પી એમ(pm)

  વલદા અને સુરદા ની આ નવી ઐતિહાસિક શોધ માટે બન્નેને પી.એચ.ડી. ની ડીગ્રી મળવી જ જોઈએ !

  “લાય ” નો એક બીજો અર્થ બહું ગરમ પણ થાય છે . ઉનું લાય જેવું પાણી !

 3. સુરેશ ઓક્ટોબર 25, 2013 પર 7:09 એ એમ (am)

  વલીદા,
  આપડી વાર્તામાં એક ખામી રહી ગઈ. જો લયલાનું સાચું નામ કંકુડી હતું; તો એનો આશિક મજનૂ શી રીતે હોય?

  હેંડો, એનું નામ મનિયો રાખીએ !!

  • Valibhai Musa ઓક્ટોબર 26, 2013 પર 2:16 પી એમ(pm)

   નામ તો હતું મનિયો જ, પણ લોકો તેને ‘મજનૂ’ કહેતા હતા; મજનૂ એટલે ‘પ્રેમઘેલો’ થાય, સમજ્યા ? આમ તમારા અમદાવાદે લયલા અને મજનૂ એમ બંને નામ આપી જ દીધાં હતાં, એટલે પેલા ફારસીવાળાઓને નામ પાડવામાં કોઈ કડાકૂટ રહી નહિ !

 4. vkvora Atheist Rationalist ઓક્ટોબર 25, 2013 પર 12:12 એ એમ (am)

  ૯૦૦ કે ૧૦૦૦ની સાલ પછી. મેં ઇતિહાસ બરાબર વાંચેલો છે….ઓહો, લયલા ખરેખર કણોદરી..ઈતીહાસ સાક્ષી.

  • Valibhai Musa ઓક્ટોબર 27, 2013 પર 12:51 એ એમ (am)

   કાણોદર > કાનોદર > કાનોડર > કોનો ડર ? નિર્ભયતાની ભૂમી એવા આ ગામમાં આવાં સાહસો કરનારાં બહારથી પણ આવતાં હોય છે ! એક સમયે અહીંના લોકો રાતના વાળુમાં ચેણાની ખીચડીનો હળવો ખોરાક જ લેતા. કોઈ પરાક્ર્મ કે બુદ્ધિનું કાર્ય કરે તો તેને ‘ચેણાની ખીચડીનું ભેજું’ તરીકે બિરદાવવામાં આવતો હતો !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: