હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ગાદીપુરાણ

આ ભાજપ અને કોન્ગ્રેસ વચ્ચેની ગાદી પચાવી પાડવાની હુંસાતુંસીની વાત નથ!

યાદ કરો ‘ અમો હેઠા પડ્યા’ ……. અહીં

હવે એ વાત હતી ૧૬મી મે ની. એ બાદની ચિંતાજનક વિગતો  જાણવા મળી  છે…

ગાદીપુરાણ

અનિવાર્ય (દરકાર રાખી હોત તો કદાચ નિવારી શકાત) સંજોગોને કારણે આશરે ત્રણેક માસથી ભાગ્યે જ આપની નજરે થઈ શક્યો એ બદલ ક્ષમાપ્રાર્થના. જો કે અગાઉ હાદજનોને તો એ બ્રેકિંગન્યુઝ (તોડફોડ ખબર !) મળી જ ચૂક્યા હતા કે અમો ભફ થઈ ગયા ! અર્થાત્‌ ગાદીનશીન હતા તેને બદલે ગાદીભ્રષ્ટ થયા ! પણ હવે જરા કળ વળી છે તો આ આખું ગાદીપુરાણ આપની નજરે કરીશું.

એ પુરાણનો પહેલો અધ્યાય તો અહીં જ વાંચવો પડશે.

પણ ‘હાદ’ પર આ મુકવાનો હરખ એ કે,

  • આટલી સિરિયસ વાતને જૂનાગઢનો આ સાવજ આટલી હળવાશથી લઈ શકે છે.
  • આટલી તકલીફો છતાં ‘વેબ ગુર્જરી’ માટે આ ઈ-બુક બનાવી શકે છે.

[ ઈ-બુક વાંચવા આ ચિત્રને ક્લિકો ]

સલામ ‘અમો’….. સલામ ‘અમે’ 

અશોક મેરામણ મોઢવાડિયા

અહીં કોમેન્ટ બંધ છે, મૂળ લેખ પર એમની ખુમારી વાંચી એમને હૈયાધારણ આપજો કે, અમો ‘અમો’ની હારે જ છીએ.

Comments are closed.