હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ટોયલેટ હ્યુમર – પરેશ વ્યાસ

છી…છી…છી…

આવી શી વાત?

આ વાંચો…

            હ્યુમરનાં અનેક પ્રકાર છે. ફાર્સ એટલે પ્રહસન સાવ મૂર્ખામી ભરેલી કે હાસ્યાસ્પદ પ્રવૃત્તિ. ફાર્સમાં અતિશયોક્તિ હોય છે. સામાન્ય રીતે એવું થતું નથી પણ માની લો કે થાય તો હસવા જેવું થાય તે ફાર્સ. સ્ક્રૂબોલ એટલે ગેરસમજ પાર આધારિત હાસ્ય. માણસ ધારો કાંઇ, નીકળી આવે કાંઇ જુદો, પરિસ્થિતિ પણ કાંઇ જુદી નીકળે. સ્લેપસ્ટિક હ્યુમર એટલે ઠાઠા ઠીઠીવાળું નાટક કે ભવાઇ. કોઇ પડે, કોઇ આખડે, ટપલી મારે અને હસવું આવે એ સ્લેપસ્ટિક હ્યુમર. ડાર્ક હ્યુમર એટલે મોત કે હિંસક બનાવને કેન્દ્રમાં રાખીને કહેવાતી રમૂજ. બ્લેક હ્યુમરમાં કેન્દ્ર સ્થાને દૂર્ઘટનાનો ભોગ બનેલા હોય એવા હું, તમે કે આપણે હોઇ શકીએ. સટાયર એટલે બીજાની મૂર્ખામી કે અધૂરપ પરનો વ્યંગ. પેરોડી એટલે મૂળ કૃતિને સમાંતર હાસ્યપ્રેરક નિ:સત્વ અનુકરણ.
નિમ્ન કક્ષાનાં હાસ્ય નિપજને ‘ઓફ કલર હ્યુમર’ કહે છે. લિંગ, જાતિ, જ્ઞાતિ, ધર્મ, હિંસા, ઘરેલુ હિંસા વગેરે વિષયો પરની ઉદ્ધત, અસભ્ય અને અશ્લીલ મજાકને ઓફ કલર હ્યુમર કહેવાય છે.

      ટોઇલેટ હ્યુમર આવા જ ઓફ કલર હ્યુમરનો એક પ્રકાર છે. ટોયલેટ હ્યુમર એ ટોયલેટમાં બેસીને છી છી પી પી કરતા કહેવાતા ટૂચકા નથી. પણ મળ, મૂત્ર, વાછૂટ કે ગળફાનો વિષય લઇને, ગમે ત્યાં અને ગમે ત્યારે કહેવાયેલી રમૂજ છે.

આ અંગે વિશેષમાં અહીં……

સાભાર – શ્રી. પરેશ વ્યાસ

Paresh_Vyas

 

Advertisements

One response to “ટોયલેટ હ્યુમર – પરેશ વ્યાસ

  1. Vinod R. Patel ઓગસ્ટ 23, 2013 પર 9:58 એ એમ (am)

    ખૂબ પીધા પછી કોઇ પામર મનુષ્યનું મૂત્રાશય ક્યાં સુધી પૂનમ જેવી ભરતીને રોકી શકે? કબ તક? આખિર કબ તક?

    હાસ્ય-હ્યુમરના વિવિધ પ્રકારો વિષે મલકાતા મલકાતા વાંચ્યું અને જાણ્યું !

    નિર્વ રવે ઉપર સરસ શૈલીમાં લખાયેલો પરેશભાઈનો હ્યુમરના વિવિધ પ્રકારો વિશેનો આખો લેખ વાંચવાનો

    આનંદ લીધો।

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: