હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

BAPUNU DHWAJ VANDAN !

એક ગામમા બાપુને ધ્વજ વંદન માટે બોલાવ્યા.કીધું કે ધ્વજ તમે લેતા આવજો. સવારે ૬ વાગ્યામા ધ્વજ વંદન. બાપુ તો રાત્રે ઝંડો ગોતી , ગાદલા નીચે મુકિ સુઇ ગ્યા.રોજ સવારેવ દહ વાગે માંદ  ઉઠે એને ૫ વાગે ઉઠાય કેમ ? માંડમાંડ સાડાપાંચે ઉઠયા જેવુંતેવું દાતણ કર્યુ. મો પર સોડા છાંટી ને બગલમા ગાદલા નીચેથી ઝંડો કાઢી ઉપડ્યા. તે દિ ને માથી એવુ થ્યું’તુ કે બાપુના ઘરવાળા એ બાપુનો એક લેંઘો ને બીજા કપડાં ય ગાદલા નીચે મુક્યા’તા.બાપુ ની વાંહે એમના ઘરવાળા ધોદ્યા ” એ ઉભા રો વિક્રમ ના બાપુ, જરા ત્ઘોભો” પણ સાંભળે એ બાપુ શેના ? ઇ તો પોગી ગ્યા મેદાનમા. ઝંડો આપ્યો .કોક કાર્યકરે વીંટો વાળી ચડાવી દીધો દંડા ઉપર.ઉ<ઘરેંતીયા ૧૦ ૧૨ ચોકારાએ બગાંહા ખાતા ખાતા વંદે માત્યર ગાયું.ગામનો હજાન ઢોલ લૈને આવ્યો તો ઍને ફુતલ્યા ઢોલ પર દાંદી મારે ને બાપુ એ ધ્વજ ની દોરી ખેંચી ઉપર હવામા બાપુ નો ફાટલો લેંઘો ઉડવા માંડ્યો. (લોકો ને એમ કે રામ જાણે  ભારત નો ઝંડો રાતો રાત  બદલાય ગયો હશે !)

બાપુ ની બાયડી કે માતાજી નો પાડ માનો મારો ચણીયો ય ભેગો હતો ઇ નો ઉપાડી લાવ્યા !

Advertisements

5 responses to “BAPUNU DHWAJ VANDAN !

 1. dhirajlalvaidya August 16, 2013 at 5:21 am

  આવું જ એક વાર કોક બાપુ સાથે થ્યુ તુ. વંદે માતરમ્ ગવાયા પછી, વટભેર બાપુએ ધવજ વંદન કરાવ્યું.
  અને હિંમતલાલ માસ્તરે લખી આલેલું ભાષણ ફટકારવા માંડ્યું ………………………
  આ ધ્વજ નીચે અનેક યુદ્ધો ખેલાયા છે. આ ધ્વજ નીચે અનેકના ખૂન રેડાયા છે. આ ધ્વજને નમાવવા….આ ધ્વજને કાબુમાં લેવા અંગ્રેજ સરકારે કંઇ-કંઇ અગન ખેલો ખેલ્યા છે. પાણીની પેઠે પૈસો ખરચ કર્યો છે.પણ આખરે આ ધ્વજ આગળ પોતાના રાજપાટ ગૂમાવીને નમવું પડ્યું અને…..હેંડ્યા માદરે વતન…..
  મોટેરા બાપુની આમન્યાને લીધે અને બાળકો મોટેરાના “ચૂપ”ના ઇશારા વશ મોં દબાવીને દાં કાઢતાં મૂગા બેસી જોયા કરતાં હતાં …પણ……
  તારક મહેતાના ટપુડાનો નાનકો “પપુડો ફટક કરીને ઉભો થ્યો. અને બાપુને કહે અરે બાપુ જરા ધ્વજના દર્શન તો કરો.અને બાપુએ ઉંચે ધ્વજ તરફ જોયું અને છોભીલા પડ્યાં પણ હિંમતલા માસ્તર વહારે આવ્યાં અને ગામ લોકોને કહ્યું ” બાપુએ જે કંઇ કહ્યું તે સોળે આના સાચી વાત છે. ઇતિહાસ એનો સાક્ષી છે. ….તાલીયાં અને સૌ છૂટા પડ્યાં…..

 2. nabhakashdeep August 15, 2013 at 7:23 pm

  જબરું રજવાડું…ફરકાવે રાખો.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. સુરેશ August 15, 2013 at 9:15 am

  વાહ બાપુ વાહ !

 4. vkvora Atheist Rationalist August 15, 2013 at 8:26 am

  માતાજી નો પાડ માનો

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: