હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

એક દિવંગતને હરખાંજલિ- ગુણવંત વૈદ્ય

રંગ રહી ગયો. જન્મદિવસની મિજબાની ઉત્સવમાં.

મારો 6 મહિનાનો પૌત્ર આયુષ એની દાદીના ખોળામાં એક બાજુએ અને બીજી બાજુએ બીજો 7 વરસનો પૌત્ર સિદ્ધાર્થ. આયુષને એની સામે બેસીને એના પપ્પા ચમચીથી લન્ચ કરાવે અને ત્યાં જ ….

આયુષનો હાથ બાજુમાંના ટીવીના રીમોટ કંટ્રોલને અડતા જ તે રીમોટ ઉછળીને પપ્પાની ચાના કપમાં સીધેસીધું હનુમાન કૂદકો મારે અને રીમોટમાં ચા ભરાતાં રીમોટ રીસાઈને કાયમી રજા ઉપર જાય, પરિણામે ટીવી પણ ગુસ્સામાં રીમોટ સાથેનો સંબંધ જ તોડી નાખે … ……

ટીવી વિનાનું જીવન અનુભવ્યું છે કોઇએ ….?

પછી શું થયું?

એ રિમોટના ઉઠમણાના વધારે રોચક સમાચાર અહીં વાંચો…

Advertisements

9 responses to “એક દિવંગતને હરખાંજલિ- ગુણવંત વૈદ્ય

 1. nabhakashdeep August 15, 2013 at 7:47 pm

  તમને ટી.વી. જોવા ના મળ્યું તેનું દુખ છે…અમને હમણાં ટી.વી. વાળા રસોયના શો વધારે પડતા મૂકે છે..શ્રીમતીજીના ફેવરેટ શો ચાલુ હોય એટલે ટાઇમ ગ્રુપની ચર્ચા જતી રહે..રેકડ કરેલી જોઈએ,

  એટલે થાય કે નાહકની આંખો ને મગજ દુખાડ્યું…કોને ફરિયાદ કરવી?

  આદરણીય અનિલા બહેન…આપની આ આપદાઓ પ્રભુકૃપાએ હળવી થઈ જાય, એવી પ્રભુ પ્રાર્થના.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. હિમતભાઇ મેહતા August 15, 2013 at 4:14 am

  સામાન્ય બનાવ પર થી સરસ મજાનો હાસ્ય લેખ વાંચી ને મજા આવી અને રજુ આત પણ સુંદર રીતે કરી છેબસ આવી રીતે નુકશાન થાય તો પણ હલવાસ થી લેવું તેવું શીખવા મળ્યું

  …મારો mobile પણ એક વાર ઘી ની તપેલી માં પડી ગયો હતો ને તે તો પુષ્ટ થયો પણ ઘી બગડી મને દૂબળો કરતો ગયો

 3. સુરેશ August 14, 2013 at 3:47 pm

  An email message from author…
  ——-
  શ્રી સુરેશભાઈ,
  આપે મારો હાસ્ય લેખ /વાર્તા લીધી એ સુંદર વાત ગણું છું. આપે એ માટે ક્ષમા માગવાની જરૂર નથી પરંતુ આપે જણાવ્યું એટલે મારે આભાર માનવાની જરૂર ખરી.
  બાકી તમારી આગળ મારા બીજા શું રોદડાં રડું? કહેતા ય અચકાવુ છું, પેલો રીમોટ 24 કલાકના ‘કોમા’માંથી બહાર આવી ગયો હતો અને હવે નફફટ જેવો બરાબર કામકાજ પણ કરે છે …બોલો
  …નવો રીમોટ મંગાવવાનો ખર્ચો કરાવીને એ લુચ્ચો ઘોડાની જેમ એના બધા કામો કરીને મને જીવ બળાપો કરાવે છે, થાય છે કે એ ગધેડાને ભોંય પર પછાડીને ભુક્કેભુક્કા જ કરી નાખું , પણ ….. …

  લેખને અંતે આ બે ફકરા મારા તરફથી આવેલી ‘નોંધ’નાં રૂપમાં આપ ઈચ્છો તો મૂકી શકો છો .
  બસ, મારે લાયક કામ કહેશો ….
  ગુણવંત વૈદ્ય

 4. Anila Patel August 14, 2013 at 1:23 pm

  અરે મેતો હમણાજ અનુભવ્યુ અને આવતા સોમવારથી ફરી એક માસ માટે અનુભવવાનુ છે.એનુ દુ;ખ કોને કહુ? એ દ્વિધામા હતીજ અને આલેખ આપે મૂક્યો.મોતિયાનુ એક આખનુ ઓપરેશન કરાવ્યુ. બીજીનુ 29 તારીખે કરવાનુ છે અને એ પહેલા સોમવારે પિત્તાશયમા પથરી હેરાન કરે છે તેનુ ઓપરેશન કરવાનુ છે. અને ઘરવાળા બધા એવા દુશ્મન થૈ ગયા છેકે ટીવી અને કોમ્પ્યુ અનપ્લગ કરીને રીમોટ સંતાડીને જાય છેમાંડ માંડ ચાર દિવસ મળ્યા છે. હુતો ધૂઆપૂઆ થઉ છુ પણ બધા ઘરનાજ છે એટલે કોઇને શ્રાપ પણ અપાતો નથી.આ શાપિત સમય મારેજ ભોગવવાનો છે તો આ શાપમાથી જલ્દી મુક્તિ મળે એવા આશિર્વાદ આપ સૌ મિત્રો આપજો
  ચાલો થોડુ હૈયુ હળવુ થયુ ખરુ.

 5. chaman August 14, 2013 at 12:58 pm

  મને આ લેખ ખૂબ ગમ્યો.
  આવ ભઈ હરખા આપણે બે સરખા હાસ્ય પિરસવામાં તો!
  હસતાં ને હસાવતાં લેખકે “..મું” પરના એમના વિચારો મને ગમ્યા. પરદેશમાં પણ આ બધું થાય છે એમાં ફેરફાર ક્યારે આવશે?
  સાપ ગયા ને લિસોટા રહ્યા!

  ચીમન પટેલ “ચમન”

  • Gunvant Vaidya August 15, 2013 at 8:17 am

   જ્યાં સુધી સ્વર્ગની સીડી ચડાવી દેનાર કોન્ટ્રાકટરોની બોલબાલા છે ત્યાં સુધી આ દિશામાં પરદેશવાસીઓ ય ભારતવાસીઓની કે જબરી ટક્કર કરે એવા છે … શની મંગલ ખુબ દુર છે સમજવા માટે …

 6. Vinod R. Patel August 14, 2013 at 11:15 am

  સરસ. એક સત્ય વાતને ખુબ જ રસિક અને હાસ્ય રસિક રીતે રજુ કરી છે આ લેખમાં શ્રી ગુણવંતભાઈએ .

  ટીવી ના રીમોટની માફક કોમ્પુટરના માઉસની પણ એવી જ કહાણી છે .કોઈએ એનાં વિષે પણ લખવા જેવું છે .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: