હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સત્યનારાયણ ની કથા – હિમ્મતલાલ જોશી ‘આતા’

    એક ગામડિયા મજુર વર્ગના ભાઈનું સત્ય નારાયણ ભગવાને કોઈ સારું કામ કરી આપ્યું   એટલે તેને   સત્યનારાયણ ની કથા કરવાનું નક્કી કર્યું .પછી તેણે કથા કરાવનાર  બ્રાહ્મણ ની તપાસ આદરી

    સૌ  પ્રથમ એ સુરેશ જાની નામના વિદ્વાન પાસે ગયો.તે સમૃધ્ધિવાન માણસ એટલે એને કંઈ  દાન દક્ષિણા ની લાલચ નહિ.  એટલે એણે  એવું કહીને નાં પાડી કે, ” કોઈ મોટો અશ્વમેઘ યજ્ઞ  જેવું કામ હોય તો હું આવું. આવા કથા જેવા સામાન્ય કામ માટે હું ક્યાય જતો નથી”

   પછી એ પ્રવીણકાન્ત શાસ્ત્રી  પાસે ગયો.એણે પણ સુરેશ જાની જેવો જ જવાબ આપ્યો।

   પછી એ હિંમતલાલ  જોશી નામના  ગરીબ અને બાળ બચરવાળ માણસ પાસે ગયો. તે ઘર ખરચ માંડ માંડ કાઢી શકે એમની પાસે કથા કરાવનાર યજમાન ગયો. હિંમત લાલે  ખુશી થઈને હા પાડી

  યજમાન પતિ  પત્ની  સજોડે કથા કરાવવા બેઠા  અને ગોરબાપા વિધિ  ચાલુ  કરી ‘અત્રદ્ય  મહા મંગલ માસોત્તમ  માસે…’  અને યજમાનને કીધું “પાણી લ્યો। “

  અમારી બાજુ  ગુદા પ્રક્ષાલન ની ક્રિયાને માટે ‘પાણી લ્યો.’ શબ્દ વાપરે છે

  યજમાન સ્ત્રી તુર્ત ઉભી થઇ ગઈ અને બોલી હા મહારાજ હું પાણી લઈને હમણાજ આવું છું.

   કથા પૂરી થઇ એટલે  સ્ત્રીએ એકાંતમાં એના   ધણી ને વાત કરી કે ” આ ગોર બાપો  બહુ જાણકાર છે. ત્રિકાળ  વિદ્યા જાણે છે.”

  એના ધણીએ  પૂછ્યું, “તુને કેમ ખબર  પડી ?”

   એટલે સ્ત્રી બોલી, ”  આજે સવારે  હું ખર્ચું (જાજરૂ )ગઈ  પણ  પાણી  લેવાનું  ભૂલી ગએલી। ઈ ગોર્બાપો  વર્તી  ગયા।  “

   ધણી કહે, ” ગોર બાપો આભમા ઘરણ  થાય ઈ વર્તી જાય   તો  તું તો પાસેજ હતી  તે પાણી નોતું લીધું ઈ વર્તીજ જાય ને ?”

——————

આતા, 

 એ માણસ રાત્રિ પાસે ગયો હોત તો…..

એના મગજનું ઓપરેશન જ થઈ ગયું હોત.

અમારા રાત્રિ –  ‘મગજના ડાગટર’  પાંચેય કાળના જાણકાર છે !

હાદ પર ‘ખરચુ’ વિશે વાંચો – અહીં 

Advertisements

8 responses to “સત્યનારાયણ ની કથા – હિમ્મતલાલ જોશી ‘આતા’

 1. aataawaani નવેમ્બર 5, 2014 પર 2:46 પી એમ(pm)

  હવે કોઈ યજમાનને ત્યાં સત્યનારાયણની કથા કરાવવા હું જો જાઉં તો યજમાનને કહું કે સત્યનારાયણ ભગવાન માટે ગોન્ડળના ગાંઠીયા ,હવે કોઈ યજમાનને ત્યાં સત્યનારાયણની કથા કરાવવા હું જો જાઉં તો યજમાનને કહું કે સત્યનારાયણ ભગવાન માટે ગોન્ડળના ગાંઠીયા ,સુરતી ઊંધિયું .રસ ગુલ્લા ઈડલી ઢોસા . કડા પ્રસાદ ,જલેબી પ્રસાદ માટે બનાવવાનું કહું .સુરતી ઊંધિયું .રસ ગુલ્લા ઈડલી ઢોસા . કડા પ્રસાદ ,જલેબી પ્રસાદ માટે બનાવવાનું કહું .

 2. nabhakashdeep ઓગસ્ટ 11, 2013 પર 6:24 પી એમ(pm)

  કથા કરાવનાર અને કહેનાર ગોરબાપાની જયજય. મફતિયા ગોર હવે ના મળે…મોંઘવારી ને અછત વચ્ચે ફસાયા છે યજમાન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. P.K.Davda ઓગસ્ટ 11, 2013 પર 9:11 એ એમ (am)

  જાની મહારાજ અને શાસ્ત્રી મહારાજ બે ત્રણ કલાકની કથા નથી કરતા, તેઓ સપ્તાહભરની ભાગવત કરે છે

 4. Vinod R. Patel ઓગસ્ટ 10, 2013 પર 8:21 પી એમ(pm)

  ગોર બાપો આભમા ઘરણ થાય ઈ વર્તી જાય

  વાહ, જ્ઞાની ગોરબાપા- આતા તમારી તો વાત જ નોખી !

  સત્યનારાયણ દેવકી જય .

 5. vkvora Atheist Rationalist ઓગસ્ટ 10, 2013 પર 2:27 એ એમ (am)

  હજી કથાના મંડાણ થયા છે. રજુઆત થતાં સાક્ષાત નારાયણ હાજર થશે….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: