હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

મોસમ ગઈ હવે – લક્ષ્મીકાન્ત ઠક્કર

વરસાદની એ રિમઝિમની મોસમ  ગઈ હવે!
ઝરમરમાં ભીંજાઈ ભેટવાની મોસમ ગઈ હવે!

મારા હોવાનો એહસાસ રોકડો તું કરાવે મને,-
ઊઠતા ઉષ્માભાવ,કંપની એ મોસમ ગઈ હવે!

તને મળ્યા પછી,આસપાસની દુનિયા ખોવાતી!
ખુદને એમ છેક  ખોવાની  મોસમ ગઈ હવે!

તને મળ્યા પછી, આંખો ઘણું રંગદાર ઝંખતી!
ચિત્રો એ ઝેહનમાં ભરવાની મોસમ ગઈ હવે!

તું ચૂપ્પ  બેસી જોતી રહેતી,કલાકો સુધી મને!
તારા મૌનના ગમતા અર્થની મોસમ ગઈ હવે!

તું જયારે આવી બેસે મારી આંખોમાં અચાનક!
ચકાચોંધ ઝગમગ,ચમકની મોસમ ગઈ હવે!

તું હતી, કર-કલમને ઉગતી શબ્દકળી સહજ!
મન ચાહે ત્યારે, મળવાની મોસમ  ગઈ હવે!

જીવનમાં રસ, તને લખવું,મોસમ ગઈ હવે!
રુચિગઈ,લખીને વલખવાની મોસમ ગઈ હવે!

લક્ષ્મીકાન્ત ઠક્કર

Advertisements

4 responses to “મોસમ ગઈ હવે – લક્ષ્મીકાન્ત ઠક્કર

 1. nabhakashdeep જુલાઇ 24, 2013 પર 6:40 પી એમ(pm)

  આતો ચોમાસાની ભાતુ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. Vinod R. Patel જુલાઇ 23, 2013 પર 10:20 પી એમ(pm)

  જીવનમાં દુખો ને કષ્ટો ઉમેરાતાં ગયાં એમ એમ

  હસતા હતા એમ હસવાની મોસમ ગઈ હવે !

 3. pragnaju જુલાઇ 23, 2013 પર 7:38 એ એમ (am)

  વરસાદની એ રિમઝિમની મોસમ ગઈ હવે!
  ઝરમરમાં ભીંજાઈ ભેટવાની મોસમ ગઈ હવે!
  જોરદાર મત્લા
  હમ બને તુમ બને એક દુજે કે લીયે બોલી હવે
  ભેટી રેલમા તણાઇ જવાની મોસમ ગઈ હવે!

 4. bharatpandya જુલાઇ 23, 2013 પર 1:55 એ એમ (am)

  Kavita sdaras paN sorry mane kai hasavu no avyu !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: