હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ખાસ ૭૦ + માટે

અંગ્રેજી પરથી અનુવાદ – શ્રી લક્ષ્મીકાન્ત ઠક્કર, મુંબાઈ

 • મને કંઈ નથી , હું ઠીક જ છું; હોઈ શકું એટલો તંદુરસ્ત છું
 • બન્ને પગે સંધિવા છે.
 • વાત કરતી વખતે,સૂસવાટા સાથે બોલું છું.
 • મારા ધબકારા નબળા પડ્યા છે. પણ જેમ છું…એકદમ સહી છું..
 • મારા બધા દાંત આમેય પડવાના જ હતા. “શું ખાવું” એ ય વિચારવું પડે!
  પણ…વજન મર્યાદા બહાર છે,અને ઘટે એમ પણ નથી .
 • પણ,ઠીક છું યાર ,એકદમ સહી છું 
 • ગોઠણને સાંધા-ટેકા વગર ચાલતું નથી ,નહિ તો બહાર શેરીમાં જવાય જ નહીં
 • ઊંઘ તો લગભગ વેરણ હર રાતે ! પણ રોજ સવારના ઊઠીને જાતને ઠીક ભાસું !
 • માથું ભમે,સ્મરણ ધોખો દે. પણ,ઠીક છું યાર ,એકદમ સહી છું
 • કહેવાય છે: વૃદ્ધાવસ્થા સુવર્ણ કાળ છે.રાતે પથારીમાં પડું છું ત્યારે વિમાસુ છું
 •  જાગુ ત્યાંસુધી કાન ખાનામાં,દાંત કપમાં રાખું, અને ચશ્મા અભેરાઈ પર અને, નિંદર  આંખોને ધૂંધળી કરેત્યારે હું પૂછું: ‘હવે બાકી કંઈ?’
 • કારણ ખબર છે,યુવાની ખરચી નાખી, જે આવી, ઊઠી અને જતી રહી!
 • ખુલ્લા મનથી  વિચારું છું, ‘ત્યારે જ્યાં પણ ગયો જે કંઈ કર્યું, તે અંગે મને કોઈ રંજ,વસવસો નથી.’
 • રોજ સવારે ઊઠું ત્યારે મારી હુંશિયારીને ખંખેરી….
  છાપું લઇ “મરણ-નોંધ’ વાંચી લઉં છું! મારું નામ ત્યાં ન ભાળીને ,જાતને જીવતી ભાળવાની મજા માણું  છું।
 •  એટલે ખાસ્સો નાસ્તો કરી ,ફરી પાછો પથારીમાં લેટું છું

વાર્તા આગળ વધે છે ,સાર સમજાય છે:-

આપણે બધા, જે વૃદ્ધ થઇ રહ્યા છીએ – મુક્ત મનથી “કેમ છીએ ?” એ જાણે ,એમ કહેવાને બદલે કહેતા રહીએ :

“યસ,આઈ એમ ફાઈન”

અને એમની એક વયસ્કો માટેની કવિતા આવતીકાલે…

 

Advertisements

5 responses to “ખાસ ૭૦ + માટે

 1. Ramesh Patel જુલાઇ 22, 2013 પર 7:29 પી એમ(pm)

  અમદાવાદમાં અમારા ગામના એક શાહ પરિવારના વડિલને પ્રથમવારજ મળવા જવાનું થયું. તેઓ સદપરિવારમાં સારા સાહિત્યને પ્રોત્સાહન આપવાની સેવા બજાવે છે.. કોઈ નો લગ્ન પ્રસંગહોય તો,

  તેમના ડોનેશનથી , સારી પુસ્તિકાઓમાં એક પાનામાં નામ છપાવી મૂકે ને જાનૈયાના કુટુમ્બોમાં વહેંચવા પ્રોત્સાહિત કરે. આ બુક માટે મિત્રોને વાત કરી અનુદાનથી સમાજ સેવા કરે…ઉમ્મર હશે ૮૦ વર્ષ.

  અમે તેમના ઘેર ગયા મને લાગ્યું કે વડિલને કોઈ ટેકો દઈ બહાર લાવશે. મારા આશ્ચર્ય વચ્ચે વડિલ તો સામે આવી રૂઆબથી બેઠા ને બોલ્યા , હમણાં જ થોડું સ્વીમીંગ કરી ને આવ્યો..તેમની સ્ફૂર્તિ જોઈ અમે જુવાનીઆ પણ શરમાઈ ગયા. આવા પણ મળી આવે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. mdgandhi21 જુલાઇ 22, 2013 પર 12:39 પી એમ(pm)

  “યસ,આઈ એમ ફાઈન”……કાન ખાનામાં,દાંત કપમાં, ચશ્મા અભેરાઈ પર અને ફરિયાદ બંધ બોક્ષમાં…………….આ બોનસની જીંદગીમા ફરિયાદ કરવાનીજ નહીં…………

 3. Anila Patel જુલાઇ 22, 2013 પર 10:26 એ એમ (am)

  ઠીક છે, હવે આ બોનસની જીન્દગીમા ફરિયાદ કરવા સિવાય બીજુ છે પણ શુ?

 4. vinod dhanak જુલાઇ 22, 2013 પર 1:20 એ એમ (am)

  એક વૃદ્ધ સજ્જન મળ્યા તબિયત બહુ સારી હતી

  મેં તેમની ઉંમર પૂછી તો કહે ૮૦ વરસ.

  મેં કહ્યું આ ઉંમરે પણ આપનું સ્વાસ્થ્ય ખુબ જ સારું છે તેનું રહસ્ય શું છે

  મને કહે તમને કહું છું તમે કોઈને કેહતા નહી અમારે પતી પત્ની વચ્ચે સમજણ છે કે કઈ પણ કજીયો થાય ત્યારે જેની ભૂલ હોય તેણે ૬ કિલોમીટર ચાલી આવવું અને લગભગ દરેક વખતે મારે જ જવું પડે છે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: